scorecardresearch
Premium

માત્ર 2-3 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરો પોતાનો બિઝનેસ, મળશે 80 ટકા સુધીની સબસિડી

પોતાના બિઝનેસ કે ઉદ્યોગ-ધંધો શરૂ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળતી લોન અને સબસિડીની માહિતી મેળવો

money
પ્રતિકાત્મક તસવીર

Small Business Ideas: શું તમે 9થી 6 નોકરી કરીને કંટાળી ગયા છો અને પોતાનો બિઝનેસ કે ઉદ્યોગ- ધંધો શરૂ (Start your own business) કરવાનું વિચારી રહ્યા છે પરંતુ મૂડીરોકાણ માટે નાણાં ન હોવાથી સાહસ કરી રહ્યા નથી. આ વાત ઘણા વ્યક્તિઓને લાગુ પડે છે. નવો બિઝનેસ (business) કે ધંધો-વેપાર શરૂ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કેવી રીતે અને કેટલી નાણાંકીય સહાય મદદ છે તેની પુરતી માહિતી ન અભાવે તેમનો વિચાર છેવટે વિચાર બનીને રહી જાય છે. આજે અમે તમને 2થી 3 લાખ રૂપિયા સુધીના મૂડીરોકાણ સાથે કયો બિઝનેસ શરૂ કરી શકાય અને તેની માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી વિવિધ લોન, આર્થિક સહાય અને સબસિડી (subsidy) કેવી રીતે મેળવી શકાય તે અંગેની માહિતી આપીશું.

મુદ્રા લોન યોજના
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (mudra loan scheme) હેઠળ કેટલાંક બિઝનેસ કે ઉદ્યોગ-ધંધા શરૂ કરવા માટે ઉદ્યોગ સાહસિકોને સરળતાપૂર્વક લોન (bank loan) આપવામાં આવે છે. મુદ્રા લોનની પ્રોજેક્ટ સ્કીમ અનુસાર જે-તે બિઝનેસ શરૂ કરવાના કુલ ખર્ચના 80 ટકા સુધીની લોન આપવામાં આવે છે. તેની પરત ચૂકવણી નાના અને સરળ હપ્તામાં કરવાની હોય છે. મુદ્રા સ્કીમ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની બિઝનેસ લોન (business loan) મળી શકે છે.

કોને મુદ્રા લોન મળી શકે છે?
કેન્દ્ર સરકારની મુદ્રા લોન સ્કીમ 8 વર્ષ પહેલા શરૂ કરાઇ હતી અને વર્ષ 2014 થી લઇ મે-2022 સુધીમાં લગભગ રૂ. 35 કરોડની લોન આપવામાં આવી છે. તેમાં 23 કરોડ રૂપિયાની લોન માત્ર મહિલા ઉદ્યોગ સાહસિકોને જ ફાળવાઇ છે. મુદ્રા લોન સ્કીમ (mudra loan scheme details) અંગેની વિસ્તૃત માહિતી વેબસાઇટ – https://www.mudra.org.in/ પર ઉપલબ્ધ થશે.

માત્ર 2-3 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરો પોતાનો ધંધો

પાપડ બનાવવાનું યુનિટ સ્થાપો
મુદ્રા સ્કીમ હેઠળ પાપડ બનાવવાનો બિઝનેસ (papad making business) શરૂ કરી શકાય છે. તેમાં બે લાખ રૂપિયા સુધીની મૂડીની જરૂર પડે છે. તેની માટે 8 લાખ રૂપિયા સુધીની લોન મળી જશે. પાપડ બનાવવાનો ઉદ્યોગ શરૂ કરવા માટે તમને સરકારની આંત્રપ્રિન્યોર સપોર્ટ સ્કીમ હેઠળ 1.91 લાખ રૂપિયાની સબસિડી પણ મળશે.

વિવિધ ગરમ મસાલા બનાવવાનો બિઝનેસ શરૂ કરો
ભારતીય ભોજનમાં વિવિધ પ્રકારના મરી-મસાલાનો ભરપૂર ઉપયોગ છે અને આજકાલ લોકો મોટાભાગે બજારમાંથી તૈયાર ગરમ મસાલા ખરીદવાનુ વધારે પસંદ કરે છે. તૈયાર મસાલા પેકેટની માંગ હાલ ઝડપથી વધી રહી છે આથી તમે વિવિધ ગરમ મસાલાના પેકેટ (garam masala packing business) બનાવીને તેનું વેચાણ કરવાનો બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસ માટે તમારે શરૂઆતમાં 1.66 લાખ રૂપિયાની જરૂર પડશે. મુદ્રા યોજના હેઠળ બેન્ક 3.32 લાખ રૂપિયાની ટર્મ લોન અને 1.67 લાખ રૂપિયાની વર્કિંગ કેપિટલ લોન મળી જશે. આ બિઝનેસ શરૂ કરવાનો એક ફાયદો એ છે કે તેની માટે તમારે કોઇ વિશેષ અનુભવની જરૂર પડતી નથી.

લાઇટ એન્જિનિયરિંગ યુનિટનો બિઝનેસ
મુદ્રા લોન સ્કીમ હેઠળ લાઇટ એન્જિનિયરિંગના (જેમ કે નટ- બોલ્ટ, વોશર કે ખીલ્લી વગેરે) મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરી શકાય છે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે 1.88 લાખ રૂપિયાના મૂડીરોકાણની જરૂર પડશે. મુદ્રા સ્કીમ હેઠળ બેન્ક 2.21 લાખ રૂપિયાની ટર્મ લોન અને 2.30 લાખ રૂપિયા સુધીની વર્કિંગ કેપિટલ લોન મળશે. એક મહિનામાં લગભગ 2500 કિગ્રા નટ-બોલ્ટ બનાવી શકાય છે. વર્ષ દરમિયાન તમામ ખર્ચ બાદ કરીને છેલ્લે લગભગ બે લાખ રૂપિયા સુધીનો નફો મળશે. નફાનો આધાર તમારા ઉત્પાદન ખર્ચ અને વેચાણ ઉપર રહે છે.

કેવી રીતે મેળવશો મુદ્રા લોન
નવો બિઝનેસ શરૂ કરવા માટે પ્રધાનમંત્રી મુદ્રા સ્કીમ હેઠળ કોઇ પણ બેન્કમાં લોનની અરજી કરો. તેની માટે તમારે એક ફોર્મ ભરવાનું રહેશે જેમાં તમારી વ્યક્તિગત માહિતી જેવી કે – નામ, સરનામું, બિઝનેસના સ્થળનું સરનામું, તમારી શૈક્ષણિક વિગત, હાલની આવક અને કેટલા રૂપિયાની લોન જોઇએ છે તેનો ઉલ્લેખ કરવાનો રહેશે. લોન એપ્લિકેશન કરતી વખતી કોઇ પ્રોસેસિંગ ફી (loan processing fee) કે ગેરંટી ફી ચૂકવવાની હોતી નથી. મુદ્રા સ્કીમ હેઠળ લીધેલી લોન પાંચ વર્ષમાં પરત ચૂકવવાની હોય છે.

Web Title: Small business ideas start own business with 2 3 lakh investment

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×