scorecardresearch
Premium

Retirement Plan Tips: SIP કે સરકારી બચત યોજના, રિટાયરમેન્ટ પ્લાન માટે શું શ્રેષ્ઠ છે? શેમાં ઉંચું વળતર મળશે?

SIP VS Govt Saving Scheme For Retirement Plan Tips: રિટાયરમેન્ટ પ્લાન વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પુરી પાડે છે. એસપીઆઈ, એનપીએસ, પીપીએફ, SSCS સહિત ઘણી સરકારી યોજનાઓમાં રોકાણ કરી રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી શકાય છે.

Retirement Plan | Retirement Plan tips | Saving tips
Retirement Plan Tips: રિટાયરમેન્ટ પ્લાન દરેક વ્યક્તિની નોકરી માંથી નિવૃત્તિ બાદ અને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા પુરી પાડે છે. (Photo: Freepik)

Retirement Plan Tips: રિટાયરમેન્ટ પ્લાન કરવું બહુ જરૂરી છે. જ્યારે ચોક્કસ ઉંમર પછી એટલે કે વૃદ્ધાવસ્થામાં નિયમિત આવકનો કોઈ સ્ત્રોત ન હોય ત્યારે નિવૃત્તિ આયોજન ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પગારદાર લોકો સામાન્ય રીતે નિવૃત્તિ માટે સરકારી યોજનાઓ, એસઆઈપી (SIP) જેવા વિકલ્પો પર વિચાર કરે છે. સૌથી મોટો પડકાર ત્યારે આવે છે જ્યારે કોઈ વ્યક્તિ પાસે નિવૃત્તિ માટે મર્યાદિત પૈસા હોય અને તે મૂંઝવણમાં મુકાય છે કે કઇ રોકાણ યોજનામાં રોકાણ કરવું, સરકારી બચત યોજન કે શેરબજાર. આવી સ્થિતિમાં, શ્રેષ્ઠ વ્યૂહરચના એ હોઈ શકે છે કે તમે તે દરમિયાન મળનાર સંભવિત વળતર વિશે જાણો, જેમા તમારી બચતનું રોકાણ કરવા માંગો છો.

ઉદાહરણ તરીકે, જો તમે કોઈપણ સરકારી યોજનામાં રોકાણ કરવા માંગતા હો, તો તમે તેમાં ચૂકવાતા વ્યાજ દર વિશે માહિતી મેળવી શકો છો. આ સાથે, તમે આ પાસું પણ સમજી શકો છો કે જો તમે સરકારી યોજનામાં પૈસા રોકાણ કરો છો તો આગામી 10 થી 20 વર્ષમાં મેચ્યોરિટી વેલ્યૂ કેટલી હશે. તેવી જ રીતે, તમે જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગો છો તેના સરેરાશ વળતરની તપાસ કરી શકો છો અને તે મુજબ રોકાણ કરવાનું નક્કી કરી શકો છો. અહીં આપેલા પાસાઓને સમજીને તમે સરકારી યોજના અને SIP બંને માંથી રોકાણ માટે ક્યો વિકલ્પ વધુ સારો છે તે નક્કી કરી શકો છો.

SIP દ્વારા રોકાણ

એસઆઈપી રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિતપણે નિશ્ચિત રકમનું રોકાણ કરવા સક્ષમ બનાવે છે. આ વિકલ્પ લોકોમાં બચત કરવાની આદતને પ્રોત્સાહન આપે છે. BankBazaar.com ના CEO આદિલ શેટ્ટી કહે છે કે, SIP માં માર્કેટ રિસ્ક હોય છે, પરંતુ તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં વાર્ષિક 12% થી 15% ની વચ્ચે વળતર આપ્યું છે. જોકે આ વળતરની ખાતરી નથી, આ રોકાણ વિકલ્પ ફુગાવા સામે લડવામાં અને મોટું ભંડોળ એકત્ર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

સરકારી બચત યોજનાઓ

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)

એનપીએસ એક સરકાર દ્વારા નિયંત્રિત નિવૃત્તિ બચત યોજના છે જેનો સંચાલન ખર્ચ ઓછો છે. આ એક માર્કેટ લિંક્ડ સ્કીમ છે. સામાન્ય રીતે, વ્યક્તિને 8% થી 10% ની વચ્ચે વળતર મળી શકે છે. NPSમાં રોકાણ કરનારાઓ આવકવેરા કાયદાની કલમ 80C અને 80CCD(1) હેઠળ કુલ 2 લાખ રૂપિયા સુધીની કર કપાતનો દાવો કરી શકે છે. આ યોજનામાં નિવૃત્તિ સમયે આંશિક એન્યુઇટી ખરીદવી જરૂર છે, જેનાથી નિવૃત્તિ પછી સ્થિર આવક સુનિશ્ચિત થાય છે.

વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)

SCSS ખાસ કરીને 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે બનાવી છે. તે પાંચ વર્ષના સમયગાળા સાથે વાર્ષિક 8.20% ના નિશ્ચિત વ્યાજ દર ઓફર કરે છે, જે ત્રણ વર્ષ સુધી વધારી શકાય છે. રોકાણકારના આવક સ્લેબ મુજબ મળતું વ્યાજ કરપાત્ર છે, પરંતુ આ યોજના સુરક્ષિત અને અનુમાનિત વળતર આપે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પીપીએફ એ 15 વર્ષના લોક ઇન સમયગાળા સાથેનો લાંબા ગાળાનો રોકાણ વિકલ્પ છે. હાલમાં તે વાર્ષિક 7.10% વ્યાજ દર આપે છે. પીપીએફમાં આપેલા યોગદાન કલમ 80સી હેઠળ કર કપાતને પાત્ર છે, અને વળતર સંપૂર્ણપણે કરમુક્ત છે. આ યોજના તેના રક્ષણ અને કર લાભો માટે લોકપ્રિય છે.

કઇ બચત યોજના કેટલું વળતર આપશે ગણતરી દ્વારા સમજો

ચાલો આપણે દરેક વિકલ્પમાં 20 વર્ષ સુધી માસિક રૂ. 10,000 ના રોકાણના સંભવિત વળતરની તુલના કરીએ.

એસઆઈપી (SIP)

સરેરાશ વાર્ષિક 10 ટકા વળતર ધારીએ તો, તમારું રોકાણ વધીને લગભગ 76 લાખ રૂપિયા થશે.

એનપીએસ (NPS)

સરેરાશ 9 ટકા વળતર સાથે, આ રકમ લગભગ 66 લાખ રૂપિયા થશે.

પીપીએફ (PPF)

સરેરાશ 7.10 ટકા વ્યાજ દરે, કુલ રકમ લગભગ 52 લાખ રૂપિયા થશે.

SIP માં ઊંચા વળતરની સંભાવના છે, જોકે તેમાં માર્કેટ રિસ્ક પણ હોય છે. બીજી બાજુ, NPS અને PPF જેવી સરકારી યોજનાઓ સ્થિર, અનુમાનિત વળતર અને કર લાભો પ્રદાન કરે છે, જે જોખમથી બચવા માંગતા રોકાણકારો માટે યોગ્ય બનાવે છે. સંતુલિત રિટાયરમેન્ટ પોર્ટફોલિયોમાં SIP અને સરકારી યોજનાઓ બંનેનો સમાવેશ થઈ શકે છે, જે વ્યક્તિગત નાણાકીય લક્ષ્યો અને જોખમ સહનશીલતા પર આધાર રાખે છે. તેથી, તમે યોગ્ય નાણાકીય લક્ષ્યો અને જરૂરિયાતોને આધારે તમારો નિવૃત્તિ પોર્ટફોલિયો બનાવી શકો છો.

Web Title: Sip vs govt scheme which is best retirement plan tips in gujarati as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×