scorecardresearch
Premium

Silver Hallmark : ચાંદી માટે હોલમાર્ક 1 સપ્ટેમ્બરથી લાગુ, આ રીતે ઘરે બેઠા ચાંદીની શુદ્ધતા ચકાસો

Silver Hallmark Rules : ચાંદી માટે હોલમાર્ક 1 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. નવા નિયમથી ખરીદનાર ઘરે બેઠા BIS Care App વડે ચાંદીની શુદ્ધતા ચકાસી શકે છે.

Silver Hallmark Rules | BIS Hallmark Rules | Gold Hallmark Rules | Silver Jewellry Hallmarking Rules
Silver Hallmark Rules : ચાંદી માટે હોલમાર્ક નિયમ લાગુ થવાના છે. (Photo: Social Media)

Silver Hallmark Rules : સોના જેમ ચાંદી માટે હોલમાર્ક નિયમ 1 સપ્ટેમ્બર 2025થી લાગુ કરવામાં આવ્યો છે. ચાંદીના સિક્કા, લગડી અને દાગીનામાં શુદ્ધતાની ખાતરી માટે સરકારે ચાંદીમાં પણ BIS હોલમાર્કિંગનો નિયમ લાગુ કર્યો છે. ચાંદીમાં પણ મોટાપાયે ભેળસેળ થતી હોવાની ફરિયાદ આવતી હતી. આથી સામાન્ય જનતાથી લઇ રોકાણકારોને ખરીદેલી ચાંદીની શુદ્ધતાની ખાતરી આપવા હેતુ હોલમાર્કિંગ નિયમ લાગુ કરાયો છે. નવવા નિયમથી બુલિયન બજારમાં પારદર્શિતા અને વિશ્વાસ વધશે.

ચાંદીમાં હોલમાર્ક 1 સપ્ટેમ્બર 2025થી લાગુ

કેન્દ્ર સરકારે ચાંદીના સિક્કા, ચાંદીની લગડી અને ચાંદીના દાગીનામાં હોલમાર્ક 1 સપ્ટેમ્બર, 2025થી અમલી બનાવ્યો છે. જો કે હાલ સોના જેમ ચાંદીમાં હોલમાર્ક ફરજિયાત નથી. એટલ કે ગ્રાહક પોતાની ઇચ્છા મુજબ હોલમાર્ક વાળી કે વગરની ચાંદી ખરીદી શકે છે.

ચાંદી માટે 6 સ્ટાન્ડર્ડ નક્ક કરાયા

બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) દ્વારા ચાંદીની શુદ્ધતા માટે 6 નવા સ્ટાન્ડર્ડ – 800, 835, 900, 925, 970 અને 990 નક્કી કરવામાં આવ્યા છે.

ચાંદીના દરેક સિક્કા, લગડી કે દાગીના પર 6 આંકડાનો યુનિક કોડ (HUID) હશે. આ યુનિક કોડથી ચાંદીની શુદ્ધતા જાણી શકાશે.

ગ્રાહકને શું ફાયદો થશે?

નવા નિયમ લાગુ થવાથી ગ્રાહકો છેતરપીંડિથી બચી શકશે. ઘણી વખત હોલમાર્ક વગરના દાગીનામાં અન્ય ધાતુની ભેળસેળની શક્યતા વધારે રહે છે. પરંતુ હવે હોલમાર્ક વાળી ચાદીમાં આનું જોખમ રહેશે. સોથી ખાસ વાત કે, ગ્રાહક BIS Care App પર જઇ વેરફાઇ HUID ફીચર્સથી તરત જ તપાસી શકશે કે દાગીના પર છપાયેલો હોલમાર્ક અસલી છે કે નકલી.

સોના માટે ફરજિયાત હોલમાર્ક 2021થી લાગુ

ભારતમાં સરકારે વર્ષ 2021થી સોના માટે હોલમાર્ક ફરજિયાત બનાવ્યું છે. ભારતમાં સોનાની લગડી, સિક્કા અને દાગીના સહિત સોનાની તમામ ચીજો માટે હોમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. તેનાથી બુલિયન માર્કેટમાં પારદર્શિતા આવે છે અને ગ્રાહકોનો વિશ્વાસ વધે છે.

Web Title: Silver hallmark rules implemented form 1 september 2025 bis huid check online as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×