Stock Market News: આખો દેશ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. દરમિયાન એક શેરે શેરબજારમાં હલચલ મચાવી દીધી છે. એક શેરે એક જ દિવસમાં લગભગ 67 લાખ ટકા વળતર મેળવ્યું છે. આ શેરની કિંમત 3 રૂપિયા હતી, જે વધીને 2,36,000 રૂપિયા થઈ ગઈ છે. આ સ્ટોકના કારણે તેના રોકાણકારો રાતોરાત કરોડપતિ બની ગયા છે. આ સ્ટોક એલસીડ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડનો છે. હાલમાં તેના શેરની કિંમત રૂ. 2,48,000થી વધુ છે અને તેણે MRFને પાછળ છોડી દીધું છે. MRFના એક શેરની કિંમત લગભગ 1 લાખ 20 હજાર રૂપિયા છે.
એક સપ્તાહ પહેલા આ શેર શેર દીઠ રૂ. 3.53 પર ટ્રેડ કરી રહ્યો હતો. કંપનીએ તેના શેરની કિંમત ચકાસવા માટે ખાસ હરાજી હાથ ધરી હતી. આ પછી બુક વેલ્યુ વધુ હોવાને કારણે, કંપનીના શેર એક જ દિવસમાં 3.53 રૂપિયાથી વધીને 2,36,250 રૂપિયા થઈ ગયા. ગુરુવારે એક શેરની કિંમત 2,48,000 રૂપિયાને પાર કરી ગઈ હતી. તેના શેર છેલ્લા 2 દિવસથી અપર સર્કિટ લગાવી રહ્યા છે.
આ પણ વાંચો: સરદાર પટેલની જન્મજયંતિ પર PM મોદીનું મોટું નિવેદન,’શહેરી નક્સલવાદીઓનો પર્દાફાશ કરો’
શેરના ભાવ કેમ વધ્યા?
તમને જણાવી દઈએ કે 21 ઓક્ટોબરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) એ એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે પસંદગીની રોકાણ હોલ્ડિંગ કંપનીઓને 29 ઓક્ટોબરે કંપનીના શેરની કિંમત નક્કી કરવા માટે વિશેષ હરાજી દ્વારા ફરીથી સૂચિબદ્ધ કરવામાં આવશે. આ એવી હોલ્ડિંગ કંપનીઓ હતી જેમના શેરની કિંમતો તેમની બુક વેલ્યુ કરતાં ઘણી ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હતી.
ગયા સોમવારે જ્યારે સ્પેશિયલ સ્ટોક ઓક્શનના પરિણામો જાહેર કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે આ સ્ટોકની કિંમત રૂ. 2,36,000ને પાર કરી ગઈ છે. તમને જણાવી દઈએ કે Alcide Investmentsનું માર્કેટ કેપ 4725 કરોડ રૂપિયા છે. આ કંપની એશિયન પેઇન્ટ્સમાં પણ 1.28 ટકા હિસ્સો ધરાવે છે. માત્ર એશિયન પેઇન્ટ્સમાં જ એલસીડ પાસે રૂ. 3616 કરોડ છે.
ઘણા લોકોને શંકા હતી કે કોઈ છેતરપિંડી કે ટેકનિકલ ખામી છે પરંતુ એવું કંઈ નહોતું. આ સ્ટોક સેબીની સૂચના પર જ લિસ્ટ કરવામાં આવ્યો છે. જોકે બજારના નિષ્ણાતો માને છે કે આવી કંપનીઓમાં નાણાંનું રોકાણ કરવું સંપૂર્ણપણે જોખમી છે.