Share Market Today News Update: શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી 3 દિવસની મંદી બાદ બુધવારે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 260 પોઇન્ટ વધી 80998 બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 81000 લેવલ કુદાવી ગયો હતો. નિફ્ટી 78 પોઇન્ટ વધી 24620 બંધ થયો છે. બેંક નિફ્ટી 77 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 123 પોઇન્ટ વધીને બંધ થયા છે.
શેરબજારમાં સેન્સેક્સ નિફ્ટી બુધવારે ફ્લેટ ખુલ્યા બાદ પોઝિટિવ ટ્રેન્ડ સાથે વધ્યા હતા. એશિયન બજારમાં એકંદરે મિશ્રણ ટ્રેન્ડ હતો. આજથી રિઝર્વ બેંકની 3 દિવસની મોનેટરી પોલિસી મિટિંગ શરૂ થઇ રહી છે. આ MPCની સમીક્ષા શુક્રવારે જાહેર થશે, જેમાં આરબીઆઇ વ્યાજદર ઘટાડે તેવી અપેક્ષા છે. અહીં વાંચો શેરબજાર, સોના ચાંદી, કરન્સી અને કોર્પોરેટ સેક્ટરના લેટેસ્ટ સમાચાર
સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ખુલ્યા બાદ વધ્યા
શેરબજારમાં સળંત બે દિવસના ઘટાડા બાદ બુધવારે સુધારાનો માહોલ જોવા મળ્યો છે. સેન્સેક્સ પાછલા બંધ 80737 સામે નજીવો વધીને આજે 80777 ખુલ્યો હતો. બેંક સહિત પસંદગીના બ્લુચીપ સ્ટોક વધતા સેન્સેક્સ 150 પોઇન્ટ જેટલો વધીને 80900 લેવલને ક્રોસ કરી ગયો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24542 સામે આજે 24560 ખુલ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટીલ અને એલ્યુમિનિયમ ટેરિફ વધારવાના આદેશ પર સહી કરી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ 25 ટકાથી વધારીને 50 ટકા સુધી કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ આપવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલું ભર્યું છે. યુએસ વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટમાં કહ્યું છે, અગાઉ લાદવામાં આવેલા ટેરિફમાં વધારો કરવાથી આ ઉદ્યોગોને વધુ ટેકો મળશે અને સ્ટીલ અને એલ્યુમિનિયમ વસ્તુઓ અને તેમના ડેરિવેટિવ વસ્તુઓની આયાત દ્વારા ઉદ્ભવતા રાષ્ટ્રીય સુરક્ષા જોખમને ઘટાડશે અથવા દૂર કરશે.
સેન્સેક્સના 30 માંથી 18 બ્લુચીપ શેર વધીને બંધ થયા હતા. જેમાં ઝોમેટો 3.3 ટકા વધી સેન્સેક્સનો ટોપ ગેઇનર સ્ટોક બન્યો હતો. ભારતી એરટેલ, ઇન્ડ્સઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા, રિલાયન્સ અને ટાટા મોટર્સના શેર 1 થી 2 ટકા આસપાસ વધ્યા હતા. બીએસઇની માર્કટકેપ વધીને 445.15 લાખ કરોડ રૂપિયા થઇ હતી.
શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સ નિફ્ટી 3 દિવસની મંદી બાદ બુધવારે વધીને બંધ થયા છે. સેન્સેક્સ 260 પોઇન્ટ વધી 80998 બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 81000 લેવલ કુદાવી ગયો હતો. નિફ્ટી 78 પોઇન્ટ વધી 24620 બંધ થયો છે. બેંક નિફ્ટી 77 પોઇન્ટ અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 123 પોઇન્ટ વધીને બંધ થયા છે.
શેરબજારમાં આજે શરૂઆતથી સુધારાના ટ્રેન્ડથી સેન્સેક્સ બપોરના ટ્રેડિંગ સેશન સુધી 250 પોઇન્ટથી વધુ ઉછળીને 81000 લેવલ કુદાવી ગયો હતો. જેમા ઝોમેટો, ભારતી એરટેલ, ઇન્ડ્સઇન્ડ બેંક, ટેક મહિન્દ્રા, એચડીએફસી બેંક અને ઇન્ફોસિસના શેર 1 થી 3 ટકા સુધી વધ્યા હતા. ઝોમેટોનો શેર 3 ટકા વધીને સેન્સેક્સનો ટોપ ગેઇનર સ્ટોક રહ્યો છે.
આરબીઆઈની આજથી 3 દિવસની મોનેટરી પોલિસી કમિટીની બેઠક શરૂ થઇ ગઇ છે. આ એમપીસી બેઠકની સમીક્ષા શુક્રવારે આરબીઆઈ ગવર્નર જાહેર કરશે. આ વખતે રિઝર્વ બેંક વ્યાજદર ઘટાડશે તેવી વ્યાપક અપેક્ષા છે. ઉલ્લેખનિય છે કે, આરબીઆઈએ અગાઉની બે ધિરાણનીતિમાં અડધો ટકો રેપો રેટ ઘટાડી લોન ધારકોને રાહત આપી હતી.