Share Market Today News Highlight: શેરબજારમાં ચાર દિવસની તેજીને બ્રેક લાગતા સોમવારે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સ 452 પોઇન્ટ ઘટી 83606 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 121 પોઇન્ટ ઘટી 25517 બંધ થયો છે. ઇન્ટ્રા-ડે સેશનમાં સેન્સેક્સ 83,482 અને નિફ્ટી 25,473 સુધી ઘટ્યો હતો. બ્લુચીપ સ્ટોકમાં વેચવાલી સામે ચલણી શેરમાં લેવાલીથી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સળંગ સાતમાં દિવસે વધીને બંધ થયા હતા. સોમવારે PSU સ્ટોકમાં પણ સારી એવી લેવાલી જોવા મળી હતી. સોમવારે આઈટી, ફાર્મા ઇન્ડેક્સ વધીને બંધ થયા હતો. તો રિયલ્ટી મેટલ, મેટલ સ્ટોક પર દબાણ હતું.
શેરબજારમાં સેન્સેક્સ નિફ્ટી એ સપ્તાહના પ્રથમ દિવસે નકારાત્મક શરૂઆત કરી હતી. એશિયન બજારોના નબળાં સંકેતોના પગલે ભારતીય શેરબજાર ઘટીન ખુલ્યા બાદ સેન્સેક્સ 84000 અને નિફ્ટી 25600 લેવલ નીચે જતા રહ્યા હતા. પ્રી ઓપનિંગ સેશનમાં જ માર્કેટ ટ્રેન્ડ ફ્લેટ રહ્યો હતો. ગિફ્ટ નિફ્ટી ઈન્ડેક્સ પણ ઘટાડે ટ્રેડ કરી રહ્યો હતો.
સેન્સેક્સ 84000 લેવલ નીચે, નિફ્ટીને 25600 લેવલનો સપોર્ટ
સેન્સેક્સ પાછલા બંધ 84058 સામે સોમવારે 84027 ખુલ્યો હતો. એશિયન માર્કેટના નબળાઇ અને બેંક શેરમાં વેચવલાથી સેન્સેક્સ ઘટીને 150 પોઇન્ટ ઘટી 84000 લેવલ નીચે જતો રહ્યો હતો. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25637 સામે સહેજ વધીને આજે 25661 ખુલ્યો હતો. જો કે માર્કેટની નરમાઇથી નિફ્ટી 35 પોઇન્ટ જેટલો ઘટી 25600 લેવલ નીચે જતો રહ્યો હતો.
ડોલર સામે રૂપિયો સપાટ ખુલ્યો
યુએસ ડોલર સામે રૂપિયો સોમવારે સપાટ ખુલ્યો હતો. એશિયન કરન્સી માર્કેટમાં મજબૂતી તેમડ ડોલર ઇન્ડેક્સ અને ક્રૂલ ઓઇલના ભાવમાં નરમાઇથી ભારતીય રૂપિયા મજૂબત થયો છે. સોમવાર યુએસ ડોલર સામે ભારતીય રૂપયિયો 1 પૈસા વધીને 65.48 ખુલ્યો છે. જાન્યુઆરી 2023 પછી ભારતીય ચલણ માટે શ્રેષ્ઠ સપ્તાહ બાદ આ મંદ શરૂઆત છે. નોંધનિય છે કે,વિતેલ સપ્તાહે ઈઝરાયલ ઈરાન યુદ્ધ વિરામ અને ક્રૂડ ઓઇલના ભાવમાં કડાકાથી રૂપિયો વધ્યો થયો હતો. જૂન મહિનામાં ડોલર સામે રૂપિયો 0.14 ટકા નબળો પડ્યો છે.
શેરબજાર ઘટવા છતાં સોમવારે રોકાણકારોને કમાણી થઇ હતી. સોમવારે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ વેલ્યૂએશન 461.13 લાખ કરોડ રૂપિયા થઇ હતી. જ્યારે ગત શુક્રવારે બીએસઇની કુલ માર્કેટ વેલ્યૂએશન 460.09 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ સોમવારે શેરબજારના રોકાણકારો 1 લાખ કરોડ રૂપિયા કમાયા હતા.
બોર્ડર માર્કેટમાં તેજી રહેતા મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સતત 7માં દિવસ વધ્યા હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 313 પોઇન્ટ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 441 પોઇન્ટ વધ્યા છે. સેન્સેક્સ નિફ્ટી ઘટવા છતાં ચલણી શેરોમાં તેજી રહેવાથી માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી. બીએસઇ પર 2362 શેર વધીને જ્યારે 1750 શેર ઘટીને બંધ થયા હતા.
સોમવારે ખાનગી બેંક અને ઓટો સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. સેન્સેક્સના 30માંથી 18 અને નિફ્ટીના 50 માંથી 31 બ્લુચીપ શેર ઘટીને બંધ થયા હતા. જેમા એક્સિસ બેંક 2.1 ટકા, કોટક બેંક 2 ટકા, મારૂતિ સુઝુકી 2 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.3 ટકા, બજાજ ફાઈનાન્સ અને આઈસીઆઈસીઆઈ બેંક 1 ટકા ઘટ્યા હતા. બેંક નિફ્ટી ઈન્ડેક્સ 131 પોઇન્ટ ઘટીને જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 127 પોઇન્ટ વધીને બંધ થયા હતા.
શેરબજારમાં ચાર દિવસની તેજીને બ્રેક લાગતા સોમવારે સેન્સેક્સ નિફ્ટી ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સ 452 પોઇન્ટ ઘટી 83606 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 121 પોઇન્ટ ઘટી 25517 બંધ થયો છે. ઇન્ટ્રા-ડે સેશનમાં સેન્સેક્સ 83,482 અને નિફ્ટી 25,473 સુધી ઘટ્યો હતો. બ્લુચીપ સ્ટોકમાં વેચવાલી સામે ચલણી શેરમાં લેવાલીથી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સળંગ સાતમાં દિવસે વધીને બંધ થયા હતા. સોમવારે PSU સ્ટોકમાં પણ સારી એવી લેવાલી જોવા મળી હતી. સોમવારે આઈટી, ફાર્મા ઇન્ડેક્સ વધીને બંધ થયા હતો. તો રિયલ્ટી મેટલ, મેટલ સ્ટોક પર દબાણ હતું.
શેરબજારમાં હેવીવેઇટ્સ સ્ટોકમાં વેચવાલીથી સેન્સેક્સ નિફ્ટી ઘટ્યા છે. સેન્સેક્સ 300 પોઇન્ટથી વધુ ઘટી 84700 લેવલ નીચે ગયો છે. જ્યારે એનએસઇ નિફ્ટી 100 પોઇન્ટ ઘટ્યો હતો. જો કે ચલણી સ્ટોકમાં લેવાલી ચાલુ રહેતા મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સતત 7માં દિવસે વધ્યા છે. બપોરે 12.30 વાગે આસપાસ બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 200 પોઇન્ટ અને નિફ્ટી 360 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યા હતા.