Share Market BSE NSE Close On 22 January: અયોધ્યા રામ મંદિરને શેરબજારના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. 22 જાન્યુઆરી, 2024 સોમવારના રોજ શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે. તો શનિવારે સેન્સેેક્સ – નિફ્ટીમાં ટ્રેડિંગ ચાલુ રહેશે. નોંધનિય છે કે, અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને અનુલક્ષી મહારાષ્ટ્ર સરકારે 22 જાન્યુઆરી, 2024 સોમવારના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવી છે.
22 જાન્યુઆરીએ શેરબજાર બંધ રહેશે
બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નોટિફિકેશન અનુસાર તારીખ 22 જાન્યુઆરી, 2024 સોમવારના રોજ ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્સ, એસએલબી સેગમેન્ટમાં ટ્રેડિંગ બંધ રહેશે. નોંધનિય છે કે, સામાન્ય રીતે ભારતીય શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટીમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સવારે 9થી બપોરના 3.30 કલાક સુધી ટ્રેડિંગ થાય છે.

શનિવારે શેરબજારમાં રાબેતા મુજબ ચાલુ રહેશે
અલબત્ત સ્ટોક એકસચેન્જોએ શનિવારે શેરબજારમાં ટ્રેડિંગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અનુસાર, ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ્સ શનિવારે રાબેતા મુજબ ટ્રેડિંગ ચાલુ રહેશે. સરળ શબ્દોમાં કહીયે તો, શનિવાર તારીખ 20 જાન્યુઆરી, 2024ના રોજ શેરબજારમાં સવારના 9થી બપોરના 3.30 વાગે સુધી ટ્રેડિંગ ચાલુ રહેશે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 19 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે જાહેર રજા જાહેર કર્યા પછી ઈન્ડિયન મની માર્કેટ 22 જાન્યુઆરીએ બંધ રહેશે.
રિઝર્વ બેંકની રિલિઝ અનુસાર “22 જાન્યુઆરી, 2024 (સોમવારે) સરકારી જામીનગીરી (પ્રાયમરી અને સેકન્ડરી), ફોરેન એક્સચેન્જ, મની માર્કેટ અને રૂપી ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સમાંરૂકોઈ ટ્રેડિંગ અને સેટલમેન્ટ થશે નહીં.” તમામ બાકી ટ્રાન્ઝેક્શનની સેટલમેન્ટ તે મુજબ ત્યારબાદના ટ્રેડિંગ દિવસ એટલે કે 23 જાન્યુઆરી, 2024 (મંગળવાર)ના રોજ કરવામાં આવશે.
22 જાન્યુઆરીએ બેંકો, વીમા કંપનીઓ ચાલુ રહેશે?
નોંધનીય છે કે દેશભરમાં જાહેર ક્ષેત્રની બેંકો, વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) અડધા દિવસ માટે જ ખુલશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DOPT) દ્વારા જારી કરાયેલા નિર્દેશોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RBI દ્વારા શેર કરવામાં આવેલી એક રિલિમાં કહેવામાં આવ્યું છે કે, ‘શુક્રવાર, 19 જાન્યુઆરી, 2024ની સિક્યોરિટીઝનું સેટલમેન્ટ 22 જાન્યુઆરી, 2024ના રોજ થશે. સોમવારે શેરબજારમાં બપોરે 2.30 વાગ્યાથી માર્કેટ ટ્રેડિંગ શરૂ થશે.
આ પણ વાંચો | આ 6 શેરમાં રોકાણ કરશો તો થશે જંગી કમાણી, અયોધ્યા રામ મંદિર સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં તોફાની તેજી
સરકારી કચેરીઓ અડધો દિવસ જ ખુલશે
તમને જણાવી દઈએ કે ગુરુવારે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી હતી કે 22 જાન્યુઆરીએ તમામ સરકારી ઓફિસો અડધા દિવસ માટે બંધ રહેશે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને કારણે સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને દેશભરમાંથી જાણીતા લોકો ભાગ લેશે. તમને જણાવી દઈએ કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બપોરે 12.20 વાગ્યાથી શરૂ થશે અને લગભગ 1 વાગ્યા સુધી ચાલશે.