Share Market News Live Today Update In Gujarati: આરબીઆઈ દ્વારા રેપો રેટ અને CRR ઘટાડ્યા બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 747 પોઇન્ટ ઉછળી 81189 બંધ થયો છે. ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સે 82299ની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી હતી. એનએસઇ નિફ્ટી 252 પોઇન્ટ વધી 25003 બંધ થયો છે. બેંક શેરમાં તેજીથી બેંક નિફ્ટી 800 પોઇન્ટ વધીને બંધ થયો છે.
શુક્રવારે શેરબજાર ફ્લેટ ખુલ્યા
આરબીઆઈની ધિરાણનીતિની ઘોષણા પહેલા શેરબજાર સેન્સેક્સ નિફ્ટી નરમ ખુલ્યા હતા. બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 81442 સામે ફ્લેટ આજે 81434 ખુલ્યો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચે વણસતા સંબંધોથી ફરી વૈશ્વિક આર્થિક અસ્થિરતા સર્જાઇ છે.
RBI પોલિસી પહેલા સેન્સેક્સ નિફ્ટ ફ્લેટ
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની ઘોષણા પહેલા સેન્સેક્સ નિફ્ટી ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે. બીએસઇ સેન્સેક્સ પાછલા બંધ 81442 સામે ફ્લેટ આજે 81434 ખુલ્યો હતો. હાલ લગભગ 60 પોઇન્ટ આસપાસ ઘટી 81380 લેવલ આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી પાછલા બંધ 24750 સામે આજે 24748 ખુલ્યો હતો. આરબીઆઈની બેઠક પહેલા બેંક શેર પણ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યા છે.
RBI એ રેપો રેટ 0.50 ટકા ઘટાડ્યો
RBI દ્વારા રેપો રેટ 0.50 ટકા ઘટાડવામાં આવ્યા છે. રેપો રેટ ઘટડવાથી હોમ લોન ઇએમઇ ઘટશે. આ સાથે હવે રેપો રેટ 5.50 ટકા થયો છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ બે મોનેટરી પોલિસી બેઠકમાં રિઝર્વ બેંકે સતત 2 તબક્કામાં રેપો રેટ કૂલ 0.50 ટકા ઘટાડ્યો હતો. આમ આરબીઆઈ એ 3 તબક્કામાં કુલ 1 ટકા વ્યાજદર ઘટાડ્યો છે. રેપો રેટ ઘટવાથી નવી હોમ લોન, ઓટો લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર અને ચાલી રહેલી બેંક લોન ઇએમઆઈ ઘટશે.
શેરબજારમાં ઉછાળાથી રોકાણકારોને કમાણી થઇ છે. આજે બીએસઇની માર્કેટકેપ વધીને 451.11 લાખ કરોડ રૂપિયા થઇ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 2278 શેર વધીને જ્યારે 1744 ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી હતી.
આજની શેરબજારની તેજીમાં મોટું યોગદાન બેંક સ્ટોકનું હતું. બેન્કિંગ સ્ટોકમાં તેજીથી બેંક નિફ્ટી ઈન્ડેક્સ 817 પોઇન્ટ ઉછળી 56578 બંધ થયો છે. સેન્સેક્સના ટોપ 5 ગેઇનર સ્ટોકમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, મારૂતિ સુઝુકી, ઇન્ડ્સઇન્ડ બેંક, બજાર ફિનસર્વના શેર અઢીથી 5 ટકા વધીને બંધ થયા છે.
આરબીઆઈ દ્વારા રેપો રેટ અને CRR ઘટાડ્યા બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 747 પોઇન્ટ ઉછળી 81189 બંધ થયો છે. ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સે 82299ની ઇન્ટ્રા-ડે ટોચ બનાવી હતી. એનએસઇ નિફ્ટી 252 પોઇન્ટ વધી 25003 બંધ થયો છે.
આરબીઆઈ દ્વારા રેપો રેટ 0.5 ટકા ઘટાડ્યા બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 660 પોઇન્ટ ઉછળી 82100 પાર જતો રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 220 પોઇન્ટની તેજીમાં 25000 લેવલ નજીક પહોંચ્યું છે. રિઝર્વ બેંકે વ્યાજદર ઘટાડતા બેંક શેરમાં તેજી આવતા બેંક નિફ્ટી ઈન્ડેક્સ 807 ઉછ્ળ્યો છે.
RBI દ્વારા રેપો રેટ 0.50 ટકા ઘટાડવામાં આવ્યા છે. રેપો રેટ ઘટડવાથી હોમ લોન ઇએમઇ ઘટશે. આ સાથે હવે રેપો રેટ 5.50 ટકા થયો છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ બે મોનેટરી પોલિસી બેઠકમાં રિઝર્વ બેંકે સતત 2 તબક્કામાં રેપો રેટ કૂલ 0.50 ટકા ઘટાડ્યો હતો. આમ આરબીઆઈ એ 3 તબક્કામાં કુલ 1 ટકા વ્યાજદર ઘટાડ્યો છે. રેપો રેટ ઘટવાથી નવી હોમ લોન, ઓટો લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર અને ચાલી રહેલી બેંક લોન ઇએમઆઈ ઘટશે.
આજે આરબીઆઇ દ્વિમાસિક ધિરાણનીતિ જાહેર કરશે. 3 દિવસ ચાલેલી આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટીની બેઠકની સમીક્ષા ગવર્નર સંજય મલ્હોત્રા 10 વાગે ઘોષણા કરવાના છે. આરબીઆઈ સતત ત્રીજી વખત વ્યાજદર ઘટાડે છે કે નહીં તેના પર સૌની નજર છે.