scorecardresearch
Premium

શેરબજાર : સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઇમ હાઇ, હવે આરબીઆઈની બેઠક પર નજર

Sensex Nifty Hits Racord Time Ahead Of RBI MPC Update : શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. યુએસ ફેડ રિઝર્વના રેટ કટના સંકેત બાદ હવે શુક્રવારે જાહેર થનાર રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી પર રોકાણકારોની નજર છે.

share marekt | sensex nifty | bse sensex | nse nifty | stock market new high | bse marketcap
Share Market : શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી નવી ઉંચી સપાટીએ પહોંચ્યા છે. (Photo – Freepik)

Sensex Nifty Hits Racord Time Ahead Of RBI MPC Update : શેરબજાર સેન્સેક્સ અને નિફ્ટી એ નવી ઐતિહાસિક ટોચ બનાવી છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા રેટ કટના સંકેત અને એશિયન બજારોમાં પણ પોઝિટિવ ટ્રેન્ડથી ભારતીય શેરબજાર ફરી રેકોર્ડ હાઇ થયા છે. 4 એપ્રિલ, 2024ના રોજ ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ સેશન દરમિયાન બીએસઇ સેન્સેક્સ 74501 અને નિફ્ટી 22619 ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા હતા. નોંધનિય છે કે, 5 એપ્રિલે રિઝર્વ બેંક દ્વારા મોનેટરી પોલિસીની ઘોષણા થશે જેમાં મુખ્ય વ્યાજદરો સ્થિર રહેવાની પ્રબળ સંભાવના છે.

બીએસઇ સેન્સેક્સ રેકોર્ડ હાઇ લેવલે

શેરબજાર સેન્સેક્સ નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. પાછલા બંધ 73876 બંધ સામે સેન્સેક્સ આજે 537 પોઇન્ટના ઉંચા ગેપમાં 74413 ખૂલ્યો અને શરૂઆતના સેશનમાં વેચવાલીના દબાણથી ઘટીને 73485 સુધી તૂટ્યો હતો. જો કે 11 વાગ્યા બાદ નીચા ભાવ બેન્કિંગ અને પસંદગીના ઓટો સ્ટોકમાં ખરીદી નીકળતા બજારને સપોર્ટ મળ્યો. સેન્સેક્સમાં તળિયેથી 1016 ઇન્ટ્રા-ડે ઉછાળો આવ્યો અને 74501 રેકોર્ડ હાઇ લેવલે બનાવ્યું છે. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 351 પોઇન્ટ વધી 74227 બંધ થયો છે.

share market | stock market | share market bull run | bull run in stock market | sensex nifty | bse sensex | nse nifty
બુલ રન શેરબજારમાં તેજીના સંકેત આપે છે. (Photo – Freepik)

એનએસઇ નિફ્ટી પહેલીવાર 22500 ઉપર બંધ

એનએસઇ નિફ્ટી 22434ના પાછલા બંધ સામે આજે 22592 ખૂલ્યા બાદ નીચામાં 22303 થયો હતો. નીચા ભાવે બ્લુચીપ શેરમાં ખરીદી નીકળતા નિફ્ટી વધીને 22619 ઓલટાઇમ હાઇ લેવલને સ્પર્શ્યો હતો. એનએસઇ નિફ્ટી 80 પોઇન્ટ વધી પહેલીવાર 22500ની ઉપર 22514 બંધ થયો છે. તો બેંક નિફ્ટી 436 પોઇન્ટની મજબૂતીમાં 48060 બંધ થયો છે.

મિડકેપમાં નરમાઇ અને સ્મોલકેપ વધ્યો

સેન્સેક્સ – નિફ્ટીની સાથે સાથે સ્મોલકેપ ઇન્ડેક્સ વધ્યો હતો પરંતુ મિડકેપ ઇન્ડેક્સમાં નરમાઇ જોવા મળી હતી. સેક્ટોરિયલ ઈન્ડાઇસિસમાં ઓઈલ ગેસ ઇન્ડેક્સ 1.6 ટકા, એનર્જી ઈન્ડેક્સ 1 ટકા, રિયલ્ટી, ટેલિકોમ ઘટ્યા હતા. આજની તેજીમાં બીએસઇ પણ 538 શેરમાં તેજીની સર્કિટ જ્યારે 123 શેરમાં મંદીની સર્કિટ લાગી હતી. બીએસઇ પર 214 શેરમાં વર્ષ કે તેનાથી ઉંચો ભાવ બોલાયો હતો સામે 7 શેર વર્ષને તળિયે ઉતરી ગયા હતા.

આરબીઆઈની પોલિસી મિટિંગ પહેલા બેન્કિંગ શેર વધ્યા

આરબીઆઈની ધિરાણનીતિની ઘોષણા પહેલા બેન્કિંગ શેરમાં તેજીનો માહોલ હતો. સેન્સેક્સના બ્લુચીપ બેન્કિંગ સ્ટોકમાં એચડીએફસી બેન્ક 3 ટકા, કોટક બેંક, બજાર ફિનસર્વ, ઈન્ડ્સઇન્ડ બેંક વધ્યા હતા. બેંક નિફ્ટી 436 પોઇન્ટ વધી 48060 બંધ થયો હતો.

RBI Governor | RBI policy, Reserve Bank of India, RBI Monetary Policy
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ- ફાઇલ તસવીર

ચાર દિવસમાં શેરબજારના રોકાણકારોને 11 લાખ કરોડથી વધુ કમાણી

શેરબજાર ઓલટાઇમ હાઇ લેવલે પહોંચતા રોકાણકારોની સંપત્તિમાં પણ વધારો થયો છે. આજે શેર બજાર બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન 398.33 લાખ કરોડ રૂપિયા હતી. જે આગલા દિવસે 397.35 લાખ કરોડ રૂપિયા હતી. એક દિવસમાં બીએસઇની માર્કેટકેપ લગભગ 1 લાખ કરોડ રૂપિયા વધી છે. આમ નાણાંકીય વર્ષના પ્રથમ ચાર દિવસમાં શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 11.36 લાખ કરોડનો વધારો થયો છે.

આ પણ વાંચો | શેર બજાર : નવા વર્ષે આ સ્ટોકમાં કરો રોકાણ, એપ્રિલમાં મળશે 20 ટકા સુધી રિટર્ન

આરબીઆઈની ધિરાણનીતિ પર નજર

આરબીઆઈની મોનેટરી પોલિસી મિટિંગ ચાલી રહી છે. રિઝર્વ બેંક દ્વારા 5 એપ્રિલ, 2024ના રોજ ધિરાણનીતિની ઘોષણા કરવામાં આવશે. એક વ્યાપક ધારણા મુજબ આ વખતે પણ આરબીઆઈ રેપો રેટ સહિત મુખ્ય વ્યાજદર થયાવત રાખી શકે છે. નોંધનિય છે કે, આરબીઆઇ એ પાછલી 6 મોનેટરી પોલિસીમાં વ્યાજદર સ્થિર રાખ્યા છે.

Web Title: Sensex nifty all time high ahead rbi mpc update share market record high bse market cap as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×