scorecardresearch
Premium

Digilocker: ડિજીલોકરમાં શેર મ્યુચ્યુઅલ ફંડની વિગત રાખો, નોમિની એડ કરી શકાશે, 1 એપ્રિલથી સુવિધા શરૂ

Steps To Link Demat Account Mutual Fund Details In DigiLocker: ડિજીલોકર અને સેબી દ્વારા રોકાણકારો માટે ખાસ 1 એપ્રિલથી સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમા ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડની વિગતો સ્ટોર કરી શકાશે. ઉપરાંત તમારા નોમિનીને પણ એક્સેસ આપી શકાશે. જાણો ડિજીલોકરમાં કેવી રીતે એડ કરવું

Digilocker | SEBI | Digilocker Login | Digilocker App
Digilocker SEBI Services: ડિજીલોકર અને સેબીએ જોડાણ કરી નવી સુવિધા શરૂ કરી છે. (Photo: @_DigitalIndia)

How To Link Demat Account Share Mutual Fund Details In DigiLocker : સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી અને ડિજીલોકરે સંયુક્ત રીતે એક નવી સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે રોકાણકારો તેમના ડીમેટ એકાઉન્ટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ સ્ટેટમેન્ટને ડિજીલોકર સાથે લિંક કરીને સુરક્ષિત રાખી શકે છે. આમ કરવાથી, રોકાણકારો જ્યારે ઇચ્છે ત્યારે તેમના શેર અને મ્યુચ્યુઅલ ફંડ વિશેની માહિતી જોઈ શકે છે. નોમિની સુવિધા હેઠળ, રોકાણકારો તેમના પરિવારના કોઈપણ સભ્યને નોમિની તરીકે નોમિનેટ કરી શકે છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં, તેઓ રોકાણ સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકે. ડિજીલોકરની આ સુવિધા 1 એપ્રિલથી શરૂ થઇ ગઇ છે.

જો તમે શેર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કર્યું છે અને ઇચ્છો છો કે તમારી ગેરહાજરીમાં તમારા વારસદારને આ માહિતી સરળતાથી મળે, તો તમે તમારા રોકાણ સંબંધિત દસ્તાવેજોને ડિજીલોકરમાં લિંક કરી શકો છો. આ પ્લેટફોર્મ પર રોકાણ વિગતો લિંક કરતા પહેલા, ચાલો DigiLocker વિશે જાણીએ.

What Is DigiLocker? ડિજીલોકર શું છે?

ડિજીલોકર એક સરકારી ડિજિટલ પ્લેટફોર્મ છે જેમાં વપરાશકર્તાઓ તેમના તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખી શકે છે. ભવિષ્યમાં જરૂર પડે તો, તમે જ્યારે ઇચ્છો ત્યારે તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. ડિજીલોકર એક ડોક્યુમેન્ટ વોલેટની જેમ કામ કરે છે. આ દિવસોમાં બોર્ડના પરિણામો પણ આવી રહ્યા છે. અમુક રાજ્ય બોર્ડ ડિજીલોકર પર વિદ્યાર્થીઓને પરિણામો પણ આપી રહ્યા છે. આ ઉપરાંત, તમે PAN, આધાર જેવી બધી મહત્વપૂર્ણ વિગતો પણ અહીં લિંક કરી શકો છો.

તાજેતરમાં, બજાર નિયમનકાર સેબી અને ડિજીલોકર વચ્ચે ભાગીદારી કરવામાં આવી છે. આ ભાગીદારી શેર હોલ્ડિંગ અને મ્યુચ્યુઅલ ફંડની વિગતોને ડિજીલોકર સાથે લિંક કરવાની અને તમારા પ્રિયજનોને તેમની ઍક્સેસ મેળવવા માટે નોમિની બનાવવાની સુવિધા પૂરી પાડશે તેવું કહેવાય છે. ચાલો જાણીએ કે રોકાણકારો તેમના રોકાણની વિગતોને DigiLocker સાથે કેવી રીતે લિંક કરી શકે છે.

How To Link Demat Account In DigiLocker? ડીમેટ એકાઉન્ટ ડિજીલોકર સાથે કેવી રીતે લિંક કરવું?

સૌ પ્રથમ DigiLocker ની સત્તાવાર વેબસાઇટ digilocker.gov.in અથવા એપ પર જાઓ.

જો અહીં પહેલેથી જ એકાઉન્ટ બનેલું હોય, તો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પાસવર્ડની મદદથી લોગિન કરો. જો તમે પહેલી વાર આ પ્લેટફોર્મ પર આવી રહ્યા છો, તો તમારો ચાલુ મોબાઇલ નંબર, આધાર કાર્ડ વગેરે જેવી જરૂરી વિગત દાખલ કરી રજિસ્ટ્રેશન કરાવો. આ સમય દરમિયાન, OTP વેરિફિકેશન માટે આધાર લિંક્ડ મોબાઇલ નંબરની જરૂર પડી શકે છે. રજિસ્ટ્રેશન કર્યા પછી, મોબાઇલ નંબર અને બનાવેલા પાસવર્ડની મદદથી લોગિન કરો.

હવે ડાબી બાજુએ દેખાતા સર્ચ ડોક્યુમેન્ટ લિંક પર ક્લિક કરો.

અહીં તમને રાજ્ય સરકાર, બેંકિંગ, નાણાકીય સેવાઓ અને વીમા, ઉદ્યોગ અને ખાનગી ક્ષેત્ર અને અન્ય જેવી વિવિધ શ્રેણીઓ હેઠળ નાણાકીય સંસ્થાઓના નામ દેખાશે. તમે જે સંસ્થાની સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છો તે સંસ્થા અથવા તે સંસ્થા દ્વારા જારી કરાયેલ દસ્તાવેજ શોધો જેને તમે તમારા ડિજીલોકર ડેટાબેઝ સાથે લિંક કરવા માંગો છો.

જો તમે ઈચ્છો તો, સ્ક્રીન પર દેખાતા સર્ચ બોક્સમાં દસ્તાવેજ જારી કરનાર નાણાકીય સંસ્થા અથવા અન્ય વ્યક્તિનું નામ લખીને શોધ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમને એસેટ મેનેજમેન્ટ કંપની એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ અથવા ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્લેટફોર્મ KFin ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ જારી કરવામાં આવ્યું હોય અને હવે તમે DigiLocker માં તમારા મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ સ્ટેટમેન્ટને ઍક્સેસ કરવા અને લિંક કરવા માંગો છો, તો સર્ચ બોક્સમાં એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ અથવા KFin ટેક્નોલોજીસ લિમિટેડ લખો અને શોધો.

પછી DigiLocker માં તમારા મહત્વપૂર્ણ દસ્તાવેજો જેમ કે PAN કાર્ડ, આધાર, જન્મ તારીખ, બેંક ખાતું, કઈ તારીખથી કઈ તારીખ સુધીનું સ્ટેટમેન્ટ જોઈએ છે તેની વિગતો ભરો. તમે તમારા દસ્તાવેજને DigiLocker સાથે લિંક કરવા માંગો છો તે સંમતિ આપવા માટે નીચેના ચેક બોક્સ પર ટિક કરો.

અને પછી એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ અથવા કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ દ્વારા જારી કરાયેલ દસ્તાવેજ મેળવવા માટે “ડોક્યુમેન્ટ મેળવો” બટન પર ક્લિક કરો.

આ પછી, તમારી એસેટ મેનેજમેન્ટ કંપની અથવા બ્રોકરેજની સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન પર જાઓ.

પછી તમને અહીં KYC માટે DigiLocker એકાઉન્ટ લિંક કરવાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.

આ પછી, DigiLocker પર જાઓ અને દસ્તાવેજની સીધી ઍક્સેસ એસેટ મેનેજમેન્ટ કંપની અથવા બ્રોકરેજ એપને આપો.

ડોક્યુમેન્ટેશન એકવાર શરૂ થયા પછી બ્રોકરેજ તેની ચકાસણી કરશે. જે પછી તમને એક SMS પણ મળશે.

અંતે, તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા ડીમેટ એકાઉન્ટ ડિજીલોકર સાથે લિંક થઈ જશે.

આ રીતે નોમિની બનાવો

  • તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને ડિજીલોકર પ્લેટફોર્મ પર લોગિન કરો.
  • હોમ પેજની ડાબી બાજુએ દેખાતી DigiLocker Services લિંક પર ક્લિક કરો.
  • બે વિકલ્પો – નેશનલ હેલ્થ રેકોર્ડ પ્લેટફોર્મ ABHA અને નોમિની દેખાશે. તમારા પ્રિયજનોને ડિજીલોકરની ઍક્સેસ આપવા માટે, નોમિની વિકલ્પ પર ક્લિક કરો.
  • તેમને ઉમેરવા માટે ” Add Nominee” પર ક્લિક કરો.
  • નોમિનીનું નામ, જન્મ તારીખ, લિંગ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઈડી, આધાર જેવી જરૂરી વિગતો ભરો.
  • છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો. અહીં નોમિનીનો આધાર લિંક્ડ મોબાઇલ નંબર OTP વેરિફિકેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે.
  • રોકાણકારો તેમના ભાઈ, પિતા, પુત્ર, પતિ કે પત્ની, સાળા, સસરા, ભત્રીજા, પૌત્ર, જમાઈ, કાકાને નોમિની બનાવી શકે છે.

Web Title: Sebi digilocker demat account share mutual fund information store nominee add as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×