scorecardresearch
Premium

Samsung Galaxy Z Fold 6 Special Edition: સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેશિયલ એડિશન લોન્ચ, AI ફીચર્સ સાથે પાવરફુલ કેમેરા, જાણો કિંમત

Samsung Galaxy Z Fold 6 Special Edition Price And Features: સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેશિયલ એડિશન ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર, 16 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા શાનદાર ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

Samsung Galaxy Z Fold 6 Special Edition launch | Samsung Galaxy Z Fold 6 Special Edition price | Samsung Galaxy Z Fold 6 Special Edition features | Samsung Fold phone | Samsung smartphone | Samsung mobile phone | સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેશિયલ એડિશન ફોન
Samsung Galaxy Z Fold 6 Special Edition Features: સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેશિયલ એડિશનમાં 200MPનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. (Photo: @SamMobiles)

Samsung Galaxy Z Fold 6 Special Edition Launch: સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેશિયલ એડિશન સ્માર્ટફોન આગામી સપ્તાહે પસંદગીના બજારોમાં ઉપલબ્ધ થવાની જાહેરાત થઇ છે. દક્ષિણ કોરિયાની કંપનીએ સોમવારે (21 ઓક્ટોબર 2024) આ જાણકારી આપી હતી. સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેશિયલ એડિશનમાં 200MPનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેમસંગના જણાવ્યા અનુસાર, હાલ આ ફોન માત્ર કંપનીના સ્થાનિક બજારમાં એટલે કે સાઉથ કોરિયામાં જ ઉપલબ્ધ થશે.

Samsung Galaxy Z Fold 6 Special Edition Price : સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેશિયલ એડિશન કિંમત

સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેશિયલ એડિશનની કિંમત દક્ષિણ કોરિયામાં KRW 2789600 (આશરે 170000 રૂપિયા) રાખવામાં આવી છે. આ ફોન બ્લેક શેડો કલરમાં 16 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન સાથે ઉપલબ્ધ થશે. આ ફોલ્ડેબલ હેન્ડસેટ 25 ઓક્ટોબરથી સેમસંગની વેબસાઇટ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Samsung Galaxy Z Fold 6 Special Edition Specification : સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેશિયલ એડિશન સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6ની સૌથી મહત્વની ખાસિયત એ છે કે તેમાં 200 મેગાપિક્સલનો પ્રાઇમરી વાઇડ-એંગલ લેન્સ છે. અન્ય તમામ લેન્સ ઓરિજનલ સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 જેવા જ છે. સ્પેશિયલ એડિશન મોડેલ સ્ટાન્ડર્ડ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 કરતા 1.5 મીમી વધારે સ્લીમ અને 3 ગ્રામ વધુ હળવા છે.

સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેશિયલ એડિશનમાં 8 ઇંચની ઇન્ટરનલ અને 6.5 ઇંચની કવર સ્ક્રીન આપવામાં આવી છે. જ્યારે સ્ટાન્ડર્ડ મોડેલને 6.3 ઇંચની બાહ્ય અને 7.60 ઇંચની ઈન્ટરનલ સ્ક્રીન મળે છે. આઉટર અને ઇન્ટરનલ ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશિયો અનુક્રમે 21: 9 અને 20: 18 છે.

આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી એ16 5જી સ્માર્ટફોન લોન્ચ, 6 વર્ષ એન્ડ્રોઇડ અપડેટ મળશે, જાણો કિંમત અને ફીચર્સ

સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેશિયલ એડિશનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર, 16 જીબી રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન ગેલેક્સી એઆઈ સાથે આવે છે.

Web Title: Samsung galaxy z fold 6 special edition launch with galaxy ai price and features check full details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×