Samsung Galaxy Z Fold 6 Launch: સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સાથે કંપનીએ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6, ગેલેક્સી વોચ 7, ગેલેક્સી વોચ અલ્ટ્રા, ગેલેક્સી બડ્સ 3 જેવી પ્રોડક્ટ્સ રજૂ કરી છે. દક્ષિણ કોરિયન કંપનીએ ગેલેક્સી એઆઇ ફીચર્સ, કસ્ટમ સ્નેપડ્રેગન 8 જેન 3 મોબાઇલ પ્લેટફોર્મ સાથે પોતાના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ચાલો લેટેસ્ટ સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 કિંમત (Samsung Galaxy Z Fold 6 Price)
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6નું બેઝ વેરિયન્ટ 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે 1899 ડોલર (લગભગ 158600 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યું છે. તો 512 જીબી સ્ટોરેજ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટ અનુક્રમે 2019 ડોલર (લગભગ 168000 રૂપિયા) અને 2259 ડોલર (લગભગ 188700 રૂપિયા) માં ખરીદી શકાય છે.
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્પેસિફિકેશન્સ (Samsung Galaxy Z Fold 6 Specifications)
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ ફોનને એન્ડ્રોઇડ 14 બેઝ્ડ Samsung On UI 6.11 સ્કિન આપવામાં આવી છે. સેમસંગનો આ ફોન કસ્ટમ સ્નેપડ્રેગન 8 જેન 3 મોબાઇલ પ્લેટફોર્મ સાથે આવે છે. હેન્ડસેટમાં 12 જીબી રેમ આપવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6માં 6.3 ઇંચની એચડી+ (968×2,376 પિક્સલ) ડાયનેમિક એમોલેડ 2એક્સ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 410ppi છે. ફોનમાં 7.6 ઇંચની ક્યુએક્સજીએ+ (1,856×2,160 પિક્સલ) ડાયનેમિક એમોલેડ 2એક્સ ઇન્ફિનિટી ફ્લેક્સ ડિસ્પ્લે છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 374 પીપીઆઇ છે. બંને ડિસ્પ્લે પેનલ્સ અનુકૂલનશીલ રિફ્રેશ રેટ (1 હર્ટ્ઝથી 120 હર્ટ્ઝ)ને ટેકો આપે છે.
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6 કેમેરા (Samsung Galaxy Z Fold 6 Camera)
સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 6માં 50 મેગાપિક્સલનો વાઇડ-એંગલ કેમેરા વાળા ટ્રિપલ આઉટર કેમેરા આપવામાં આવ્યા છે, જે ડ્યુઅલ પિક્સેલ ઓટોફોકસ અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશનને સપોર્ટ કરે છે. ફોનમાં 1 અપર્ચર એફ/2.2 સાથે 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 10 મેગાપિક્સલનું ટેલિફોટો સેન્સર આવે છે. આ હેન્ડસેટમાં કવર ડિસ્પ્લે પર અપર્ચર એફ/ 2.2 સાથે 10 મેગાપિક્સલ સેલ્ફી અને ઇનર સ્ક્રીન પર 4 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
સેમસંગના નવા ફોલ્ડેબલ હેન્ડસેટમાં 1 ટીબી સુધી સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ડિવાઇસને પાવર આપવા માટે 4400mAh બેટરી છે, જે 25W ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનને ધૂળ અને પાણી સામે પ્રતિકાર માટે IP48 રેટિંગ મળે છે. હેન્ડસેટની સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો | સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ 6 સ્માર્ટફોન લોન્ચ, 512 જીબી સુધી સ્ટોરેજ, જાણો કિંમત અને ફીચર્સ
કનેક્ટિવિટી માટે આ ફોલ્ડેબલ સ્માર્ટફોન માં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6ઇ, બ્લૂટૂથ 5.3 અને એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં એક્સેલેરોમીટર, બેરોમીટર, ગાયરોસ્કોપ, ઇ-હોકાયંત્ર, હોલ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર અને એમ્બિયન્ટ લાઇટ સેન્સર આપવામાં આવ્યા છે.