Samsung Galaxy Tab S6 Lite Launched : સેમસંગે ઇન્ડોનેશિયામાં નવું ગેલેક્સી ટેબ S6 Lite ટેબ્લેટ લોન્ચ કર્યું છે. નવું ટેબ્લેટ જુલાઈ 2023માં લોન્ચ થયેલા ગેલેક્સી ટેબ એસ 6 નું ડાઉનગ્રેડ વેરિઅન્ટ છે. Galaxy Tab S6 Lite માં 128 જીબી સુધી સ્ટોરેજ, 10.4 ઇંચની ટીએફટી ડિસ્પ્લે અને એક્સીનોસ 9611 પ્રોસેસર આપવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયાની કંપનીના આ નવા ટેબ્લેટમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફિચર્સ સાથે જોડાયેલી દરેક ડિટેલ.
સેમસંગ ગેલેક્સી ટેબ S6 લાઇટ કિંમત (Smsung Galaxy Tab S6 Lite Price)
ગેલેક્સી ટેબ એસ 6 લાઇટને સેમસંગ ઇન્ડોનેશિયાની આધિકારિક વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. કંપનીએ ટેબ્લેટની કિંમત અને ઉપલબ્ધતા અંગે હજુ સુધી કોઇ ખુલાસો કર્યો નથી. જોકે આ ડિવાઇસને 64 જીબી અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેને ગ્રે, બ્લૂ અને પિંક કલરમાં ખરીદી શકાય છે.
સેમસંગ ગેલેક્સી ટેબ એસ 6 લાઇટ સ્પેસિફિકેશન્સ (Samsung Galaxy Tab S6 Lite Specifications)
સેમસંગ ગેલેક્સી ટેબ એસ 6 લાઇટમાં 10.4 ઇંચની ટીએફટી ડિસ્પ્લે છે જે ફુલએચડી + રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો એસ્પેક્ટ રેશિયો 5:3 છે. ડિસ્પ્લેની ચારેબાજુ પાતળા બેઝલ્સ આપવામાં આવ્યા છે. ગેલેક્સી ટેબ એસ 6 ની જેમ, નવીનતમ ટેબલ એસ 6 લાઇટ ટેબ્લેટ વધુ સારી એસ-પેન પ્રોડક્ટિવિટી સાથે આવે છે.
આ પણ વાંચો – એસીના ફિલ્ટરની કેટલા દિવસોમાં સફાઇ કરવી જોઈએ? એક ભૂલ પડી શકે છે મોંઘી
કેમેરાની વાત કરીએ તો Galaxy Tab S6 Lite ટેબ્લેટમાં 8 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરાથી ફુલએચડી વીડિયો 30 ફ્રેમ્સ પ્રતિ સેકંડ પર રેકોર્ડ કરી શકાય છે.
ગેલેક્સી ટેબ એસ 6 લાઇટમાં એક્સીનોસ 9611 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ટેબ્લેટમાં ગ્રાફિક્સ માટે માલી-જી72 એમપી3 આપવામાં આવ્યું છે. આ ટેબ્લેટમાં 64 જીબી અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. બંને સ્ટોરેજ વેરિઅન્ટમાં 4 જીબી રેમ મળે છે. આ ટેબ્લેટ સેમસંગ વન યુઆઈ 2 ઓપરેટિંગ સિસ્ટમ સાથે એન્ડ્રોઇડ 10 પર ચાલે છે.
સેમસંગ ગેલેક્સી ટેબ એસ 6 લાઇટમાં 7040mAhની બેટરી આપવામાં આવી છે
સેમસંગ ગેલેક્સી ટેબ એસ 6 લાઇટમાં 7040mAhની બેટરી આપવામાં આવી છે જે 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ટેબ્લેટમાં ડ્યુઅલ સ્પીકર આપવામાં આવ્યા છે. ફોનમાં 3.5mm ઓડિયો જેક પણ આપવામાં આવ્યો છે. ગેલેક્સી ટેબ એસ6 લાઇટમાં કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.0, જીપીએસ, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ એસી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હાલ આ ટેબ્લેટમાં સેલ્યુલર કનેક્ટિવિટી મળવા અંગે કોઇ જાણકારી નથી.