Samsung Galaxy Tab A9 Series: સેમસંગે ભારતમાં ઓછા ખર્ચે ગેલેક્સી A9 સિરીઝના નવા ટેબલેટ લોન્ચ કર્યા છે. Samsung Galaxy Tab A9 અને Tab A9 Plus કંપનીના નવા ટેબલેટ છે. એન્ટ્રી-લેવલ ટેબ A9માં MediaTek Helio G99 ચિપસેટ છે. આ ટેબલેટ Wi-Fi અને સેલ્યુલર (LTE) વિકલ્પોમાં ઉપલબ્ધ છે. સહેજ પ્રીમિયમ Tab A9 Plus વિશે વાત કરીએ તો, તેમાં 11-ઇંચની મોટી સ્ક્રીન અને વધુ શક્તિશાળી Qualcomm Snapdragon 695 ચિપસેટ છે. બંને ટેબલેટ 5G કનેક્ટિવિટી સાથે આવે છે. સસ્તું Galaxy Tab A9 અને Galaxy Tab A9 Plus ટેબલેટ્સ OnePlus Pad Go અને Xiaomi Pad 6 સાથે ટકરાશે જે તાજેતરમાં ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા.
Samsung Galaxy Tab A9, Galaxy Tab A9 Plus કિંમત
4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે ગેલેક્સી ટેબ A9ના ફક્ત Wi-Fi વેરિઅન્ટની કિંમત 12,999 રૂપિયા છે. જ્યારે LTE વેરિઅન્ટ 15,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ પણ વાંચો: Vivo Y55t : 50MP ડ્યુઅલ કેમેરા સાથે Vivo Y55t સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને તમામ ફીચર્સ
જ્યારે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજવાળા ગેલેક્સી ટેબ A9 પ્લસના Wi-Fi વેરિઅન્ટને 18,999 રૂપિયામાં ખરીદી શકાય છે. 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથેનું Wi-Fi વેરિઅન્ટ 20,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જ્યારે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથેનું 5જી વેરિઅન્ટ 22,999 રૂપિયામાં ખરીદી શકાય છે. કંપનીએ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથેનું એલટીઇ વેરિઅન્ટ 24,999 રૂપિયામાં લોન્ચ કર્યું છે.
સેમસંગે એક પ્રેસ રીલીઝ મોકલીને માહિતી આપી છે કે ગ્રાહકો પસંદગીના બેંક કાર્ડ દ્વારા Tab A9 સીરીઝની ખરીદી પર રૂ. 3000 સુધીનું કેશબેક મેળવી શકે છે.
Samsung Galaxy Tab A9, Galaxy Tab A9 Plus ફીચર્સ
Galaxy Tab A9 માં 8.7 ઇંચની IPS LCD ડિસ્પ્લે છે જે (800×1340 પિક્સેલ્સ) રિઝોલ્યુશન ઓફર કરે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 60 Hz છે. ટેબલેટને પાવર આપવા માટે, 5100mAh બેટરી આપવામાં આવી છે. આ ટેબલેટ 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સાથે આવે છે.
આ પણ વાંચો: Vivo Y200: ભારતમાં 64MP કેમેરા સાથેનો નવો Vivo સ્માર્ટફોન લોન્ચ, 2000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ
Galaxy Tab A9 Plusમાં 11 ઇંચની ડિસ્પ્લે છે જેનો રિફ્રેશ રેટ 90 Hz છે. ઉપકરણમાં 7040mAh ની મોટી બેટરી છે. આ ટેબલેટમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.
આ બંને સેમસંગ ટેબ્લેટ એન્ડ્રોઇડ 13 આધારિત One UI 5.1.1 સાથે આવે છે. આ બંને ઉપકરણોને 8 મેગાપિક્સલના રિયર કેમેરા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સેમસંગના આ ફોનમાં 15W ચાર્જિંગ સપોર્ટ છે. Tab A9 અને Tab A9 Plus ગ્રેફાઇટ, સિલ્વર અને નેવી કલરમાં ખરીદી શકાય છે.