scorecardresearch
Premium

સૌથી મોંઘો Samsung Galaxy S25 Ultra સ્માર્ટફોન લોન્ચ, 50 એમપી કેમેરા અને 1TB સ્ટોરેજ, જાણો કિંમત

Samsung Galaxy S25 Ultra Launch: સેમસંગે ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સીરિઝ સ્માર્ટફોનમાં કસ્ટમ સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ છે. તે એઆઈ ફીચર્સને સપોર્ટ કરે છે અને સાત વર્ષથી એન્ડ્રોઇડ અને સિક્યોરિટી અપડેટ્સ સાથે આવે છે.

Samsung Galaxy S25 Ultra Launch | Samsung Galaxy S25 Ultra Price | Samsung Galaxy S25 Ultra features | Samsung Galaxy Smartphone
Samsung Galaxy S25 Ultra Price: સેમસંગે ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન સૌથી મોંઘો સેમસંગ ફોન છે. (Photo: Social Media)

Samsung Galaxy S25 Ultra Launch: સેમસંગે ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સીરિઝ સ્માર્ટફોન લોન્ચ થયા છે. સેમસંગ Galaxy S25 અને Galaxy S25 Plus સ્માર્ટફોન ઉપરાંત કંપનીએ આ સીરિઝમાં ગેલેક્સી S25 અલ્ટ્રા સ્માર્ટફોન પણ લોન્ચ કર્યા છે. દક્ષિણ કોરિયાની કંપનીએ સૌથી પ્રીમિયમ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોનમાં કસ્ટમ સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ આપ્યો છે. આ હેન્ડસેટમાં 12 જીબી રેમ અને 1TB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે. હેન્ડસેટમાં અપગ્રેડેડ 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યો છે.

Samsung Galaxy S25 Ultra Price : સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા કિંમત

સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રાના બેઝ મોડલની કિંમત 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે 1299 ડોલર (1,12,300 રૂપિયા) છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 1419 ડોલર (લગભગ 1,22,700 રૂપિયા) અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 1659 ડોલર (લગભગ 1,43,400 રૂપિયા) માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોન ટાઇટેનિયમ બ્લેક, ટાઇટેનિયમ ગ્રે, ટાઇટેનિયમ સિલ્વરબ્લ્યુ અને ટાઇટેનિયમ વ્હાઇટ સિલ્વર કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. અમેરિકામાં નવા ગેલેક્સી સ્માર્ટફોનના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે અને સેમસંગનું કહેવું છે કે આ સ્માર્ટફોનને 7 ફેબ્રુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Samsung Galaxy S25 Ultra Specifications : સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોનમાં 12 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્માર્ટફોનમાં કસ્ટમ સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન ગેલેક્સી એઆઈ ફીચર્સને સપોર્ટ કરે છે અને સાત વર્ષથી એન્ડ્રોઇડ અને સિક્યોરિટી અપડેટ્સ આપવામાં આવ્યા છે.

સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોનમાં 6.9 ઇંચ (1,400×3,120 પિક્સલ) ડાયનેમિક એમોલેડ 2એક્સ સ્ક્રીન આપવામાં આવી છે જે 1હર્ટ્ઝથી 120Hz વેરિયેબલ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં 2600 નીટ્સ સુધીની પીક બ્રાઇટનેસ આપે છે. ડિસ્પ્લેમાં કોર્નિંગ ગોરિલ્લા આર્મર પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. સેમસંગ ગેલેક્સી એસ ૨૫ અલ્ટ્રાને સહેજ વળાંકવાળી ધાર મળે છે.

સેમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રા ને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જેને 45w સ્પીડ પર ચાર્જ કરી શકાય છે. આ હેન્ડસેટમાં ફાસ્ટ વાયરલેસ ચાર્જિંગ 2.0 (15W) અને વાયરલેસ પાવરશેર સપોર્ટ પણ છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 162.8×77.6×8.2 એમએમ છે અને તેનું વજન 218 ગ્રામ છે.

Samsung Galaxy S25 Ultra Camera : સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા કેમેરા

ફોટોગ્રાફી માટે સેમસંગ ગેલેક્સી એસ 25 અલ્ટ્રા સ્માર્ટફોનમાં 200 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર છે, જેમાં ઓઆઇએસ, અપાર્ચર એફ / 1.7 અને 2x ઇન-સેન્સર ઝૂમ છે. ડિવાઇસમાં અપડેટેડ અલ્ટ્રાવાઇડ કેમેરા આવે છે. આ ઉપરાંત 50 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અને 10 મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા પણ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં એપર્ચર એફ / 2.2 સાથે 12 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે.

કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.4, એનએફસી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટનો સમાવેશ થાય છે. હેન્ડસેટમાં સેમસંગ એસ પેન સ્ટાયલસ પણ મળે છે. આ ડિવાઇસમાં IP68 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ સાથે આવે છે.

Web Title: Samsung galaxy s25 ultra launch price specifications features camera all details know as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×