Samsung Galaxy S24 Price and Offers : સેમસંગ ગેલેક્સી S24 સ્માર્ટફોનને જાન્યુઆરી 2024માં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ગેલેક્સી S24ની સાથે Galaxy S24+ અને Galaxy S24+ અલ્ટ્રાને પણ રજૂ કરવામાં આવ્યા હતા. સેમસંગના આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ કોરિયન કંપનીએ નવો ગેલેક્સી એસ 25 સ્માર્ટફોન રજૂ કર્યો હતો. નવી સીરીઝ લોન્ચ થયા બાદ ભારતમાં ગેલેક્સી S24ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને ફોનની કિંમતો સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ પર અપડેટ કરવામાં આવી છે.
સેમસંગ ગેલેક્સી S24ની કિંમત
સેમસંગ ગેલેક્સી એસ 24 ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શનને 74,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 79,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 89,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે સેમસંગ ગેલેક્સી S24 મોડલના 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 64,999 રૂપિયા છે. જ્યારે 256 GB અને 512 GB સ્ટોરેજ વેરિઅન્ટ કંપનીની સાઇટ પર અનુક્રમે 70,999 રૂપિયા અને 82,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સેમસંગ આ ફોનને HDFC ક્રેડિટ કાર્ડથી ખરીદવા પર 10,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. એટલે કે ગેલેક્સી S24 54,999 રૂપિયાની અસરકારક કિંમતે મેળવી શકાય છે. કંપની પસંદગીના ક્રેડિટ કાર્ડ્સ પર નો-કોસ્ટ EMI વિકલ્પ પણ આપી રહી છે. ફોન પર 10,000 રૂપિયા સુધીનું વધારાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ છે.
આ પણ વાંચો – મોટોરોલા રેઝર 50 અલ્ટ્રા સ્માર્ટફોન પર ધમાકેદાર ઓફર
સેમસંગ ગેલેક્સી S24 હેન્ડસેટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સત્તાવાર સેમસંગ વેબસાઇટ કરતા ઘણી ઓછી કિંમતે લિસ્ટેડ છે. 256GB સ્ટોરેજ વિકલ્પ અહીં 55,500 રૂપિયામાં લિસ્ટેડ છે અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ 69,499 રૂપિયામાં લિસ્ટેડ છે.
સેમસંગ ગેલેક્સી S24 ફીચર્સ
સેમસંગ ગેલેક્સી S24 સ્માર્ટફોનમાં 8GB રેમ છે. હેન્ડસેટનો બેઝ વેરિઅન્ટમાં 128GB સ્ટોરેજ સાથે આવે છે. આ ડિવાઇસમાં 6.2-ઇંચની ફુલએચડી+ ડિસ્પ્લે છે. ફોનમાં 50MPનો પ્રાઈમરી રીઅર કેમેરા છે, સાથે 10 મેગાપિક્સલ અને 12 મેગાપિક્સલ સેન્સર પણ છે. આ ડિવાઇસમાં 12-મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર છે. આ સેમસંગ ફોનને પાવર આપવા માટે, 4000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. આ હેન્ડસેટમાં Exynos 2400 પ્રોસેસર છે.
સેમસંગ ગેલેક્સી S25 કિંમત
સેમસંગ ગેલેક્સી S25 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 80,999 રૂપિયા છે. 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 92,999 રૂપિયા છે. સેમસંગ ગેલેક્સી S25+ હેન્ડસેટની કિંમત અનુક્રમે 99,999 રૂપિયા અને 1,11,999 રૂપિયા રાખવામાં આવી છે. 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજવાળા અલ્ટ્રા વેરિઅન્ટની કિંમત 1,65,999 રૂપિયા છે અને 512 જીબી વેરિઅન્ટની કિંમત 1,41,999 રૂપિયા છે. જ્યારે ગેલેક્સી S25 અલ્ટ્રાના 12 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,65,999 રૂપિયા છે.