Samsung Galaxy Ring Launched : સેમસંગે ગ્લોબલ લોન્ચ બાદ આખરે ભારતમાં પોતાની ગેલેક્સી રિંગ લોન્ચ કરી દીધી છે. સેમસંગ ગેલેક્સી રિંગને દેશમાં 38,999 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતમાં લોન્ચ થનારી આ અત્યાર સુધીની સૌથી મોંઘી સ્માર્ટ રિંગ છે. સાઉથ કોરિયન કંપનીની આ રિંગ સેમસંગની ઓફિશિયલ વેબસાઇટ, પસંદગીના રિટેલ સ્ટોર્સ અને એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે.
સેમસંગ ગેલેક્સી રિંગ 9 અલગ-અલગ સાઇઝમાં ઉપલબ્ધ
જો તમે સેમસંગ ગેલેક્સી રિંગ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે તેને 24 મહિનાની નો-કોસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકો છો. એટલે કે તમે આ રિંગ 1625 રૂપિયાના ઈએમઆઈ પર ખરીદી શકાય છે. જો તમે 18 ઓક્ટોબર પહેલા સેમસંગ રિંગ ખરીદો છો તો કંપની 25W ફાસ્ટ ચાર્જર આપી રહી છે. સેમસંગ ગેલેક્સી રિંગને 9 અલગ-અલગ સાઇઝ (5થી 13 ઇંચ)માં લઇ શકાય છે અને તેનું વજન માત્ર 2.3 ગ્રામ છે.
ઘણા ફિટનેસ અને હેલ્થ ફીચર્સ
ગેલેક્સી રિંગને 24/7 હેલ્થ મોનિટરિંગ ડિવાઇસ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે અને તેમાં ઘણા ફિટનેસ અને હેલ્થ ફીચર્સ આપવામાં આવ્યા છે. રિંગને એન્ડ્રોઇડ સ્માર્ટફોન સાથે જોડી શકાય છે અને જ્યારે સેમસંગ ફોન સાથે જોડવામાં આવે છે ત્યારે તે શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે.
આ પણ વાંચો – રિયલમી પી1 સ્પીડ 5G ની ભારતમાં એન્ટ્રી, તેમાં છે 50MP AI કેમેરા અને 5000mAh બેટરી
સ્માર્ટવોચની જેમ આ રિંગ ઊંઘ, એક્ટિવિટી, સ્લીપિંગ હાર્ટ રેટ અને સ્લીપિંગ હાર્ટ રેટ વેરિએબિલીટી જેવી અનેક બાબતો પર મોનિટર કરી શકે છે. તે ઊંઘ અને નસકોરાંના વિશ્લેષણ માટે એઆઈનો ઉપયોગ કરે છે અને અનન્ય ઉર્જા સ્કોર પ્રદાન કરવા માટે એઆઈનો ઉપયોગ કરીને આરોગ્ય મેટ્રિક્સ ઉત્પન્ન કરે છે.
આ રિંગ દોડવા અને ચાલવા જેવી કસરતોને ઓટો-ડિટેક્ટ કરી શકે છે અને હૃદયના ઊંચા અને નીચા ધબકારા વિશે ઇનસાઇટ અને એલર્ટ પણ ઓફર કરે છે.
એક જ ચાર્જમાં એક અઠવાડિયા સુધી ચાલશે
કંપનીનો દાવો છે કે ગેલેક્સી રિંગ એક જ ચાર્જમાં એક અઠવાડિયા સુધી ચાલશે. આ રિંગ જ્વેલરી જેવા બોક્સમાં ચાર્જિંગ ક્રેડલ સાથે આવે છે. સ્માર્ટ રિંગ આઇપી 68 રેટિંગ સાથે આવે છે અને તે પાણી અને ડસ્ટ રેજિસ્ટેંસ છે. આ રિંગ 100 મીટર ઊંડા પાણીમાં પણ ખરાબ થતી નથી.