scorecardresearch
Premium

Samsung Galaxy M56 5G: સેમસંગનો નવો સ્માર્ટફોન લોન્ચ, 50MP ટ્રિપલ કેમેરા, 256GB સ્ટોરેજ, જાણો કિંમત

Samsung Galaxy M56 5G: સેમસંગે ભારતમાં તેની એમ-સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એમ 56 5જી કંપનીનો નવો ફોન છે અને તેમાં 50 એમપી ટ્રિપલ રિયર કેમેરો, 6.73 ઇંચની મોટી ડિસ્પ્લે અને 256 જીબી સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે

Samsung Galaxy M56 5G, Samsung Galaxy
Samsung Galaxy M56 5G Launched: સેમસંગે ભારતમાં એમ-સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Samsung Galaxy M56 5G Launched: સેમસંગે ભારતમાં તેની એમ-સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એમ 56 5જી કંપનીનો નવો ફોન છે અને તેમાં 50 એમપી ટ્રિપલ રિયર કેમેરો, 6.73 ઇંચની મોટી ડિસ્પ્લે અને 256 જીબી સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સેમસંગ ગેલેક્સી એમ 56 5જી સ્માર્ટફોન એપ્રિલ 2024માં લોન્ચ થયેલા ગેલેક્સી એમ 55 5 જી ની તુલનામાં 36 ટકા વધુ સ્લિમ બેઝલ્સ સાથે આવે છે. સેમસંગના નવા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો.

સેમસંગ ગેલેક્સી એમ 56 5G કિંમત

સેમસંગ ગેલેક્સી એમ 56 5જી સ્માર્ટફોનના 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ ઓપ્શનની કિંમત 27,999 રૂપિયા છે. હેન્ડસેટને 23 એપ્રિલે બપોરે 12 વાગ્યાથી એમેઝોન અને સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. એચડીએફસી બેંકના કાર્ડ સાથે ફોનને 3000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર મળવાની તક છે. આ ડિવાઇસને બ્લેક અને લાઇટ ગ્રીન કલરમાં ખરીદી શકાય છે.

સેમસંગ ગેલેક્સી એમ 56 5G ફીચર્સ

સેમસંગ ગેલેક્સી એમ 56 5જીમાં 6.73 ઇંચની ફુલએચડી+ (1,080×2,340 પિક્સલ) સેમોલેડ+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. હેન્ડસેટમાં વિઝન બૂસ્ટર સપોર્ટ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં ઓક્ટા-કોર CPU છે. સેમસંગનો આ ફોન 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સ્ટોરેજ સાથે આવે છે. આ હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત વન યુઆઈ 7 સ્કિન સાથે આવે છે. ગેલેક્સી એમ 56 5જીમાં 6 વર્ષના ઓએસ અપગ્રેડ અને 6 વર્ષના સિક્યોરિટી અપડેટનું વચન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો – ફક્ત 1299 રૂપિયામાં 15 વર્ષની વોરંટીવાળું સૌથી સસ્તું Portable AC, ગરમીમાં મળશે રાહત, અહીંથી ખરીદો

કેમેરાની વાત કરીએ તો સેમસંગ ગેલેક્સી એમ 56 5જીમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સપોર્ટ સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યા છે. આ હેન્ડસેટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે જે એચડીઆર વીડિયોને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં ઓબ્જેક્ટ ઇરેઝર, ઇમેજ ક્લિપર વગેરે જેવી એઆઇ ઇમેજિંગ સુવિધાઓ મળે છે.

સેમસંગના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનની મોટાઇ 7.2 એમએમ અને વજન 180 ગ્રામ છે.

Web Title: Samsung galaxy m56 5g launched price features and specifications ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×