Samsung Galaxy M55 5G : સેમસંગે પોતાની એમ-સીરીઝનો લેટેસ્ટ મિડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Samsung Galaxy M55 5G કંપનીનો નવો ફોન છે અને તેને બ્રાઝિલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સેમસંગ ગેલેક્સી એમ 55 5જીમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો, 8જીબી રેમ અને સ્નેપડ્રેગન 7 જેન 1 પ્રોસેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો અમે તમને સેમસંગના આ નવા ફોનની કિંમત અને સુવિધાઓ વિશે વિગતવાર જણાવીએ.
Samsung Galaxy M55 5G સ્પેસિફિકેશન્સ
Galaxy M55માં 6.7 ઇંચની ફુલએચડી+ Super AMOLED Plus ઇન્ફિનિટી-ઓ ડિસ્પ્લે આપવામાં આવી છે જે 1080×2400 પિક્સલનું રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીન 1000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સાથે આવે છે.
સેમસંગ ગેલેક્સી એમ 55 5જી ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 Gen 1 (4nm) મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે, હેન્ડસેટમાં એડ્રેનો 644 GPU છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. ગેલેક્સી M55 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 આધારિત સેમસંગ વન યુઆઈ 6.1 સાથે આવે છે. આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત સેમસંગ વન યુઆઇ 6.1 પર ચાલે છે. હેન્ડસેટ હાઇબ્રિડ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો – વોટ્સએપ પર હવે જાતે જ HD માં શેર થશે ફોટા અને વીડિયો, જાણો સ્ટેપ બાય સ્ટેપ રીત
સેમસંગ ગેલેક્સી એમ 55 5જીમાં એપર્ચર એફ/1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો છે જે ઓઆઇએસને સપોર્ટ કરે છે. ફોનમાં એપર્ચર એફ/2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરો અને એપર્ચર એફ/2.4 સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં એપર્ચર એફ /2.2 સાથે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
સુરક્ષા માટે ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટ 163.9 x 76.5 x 7.8 મીમી છે અને તેનું વજન 180 ગ્રામ છે. આ ફોન યુએસબી ટાઇપ-સી ઓડિયો અને ડોલ્બી એટમોસ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ, યુએસબી ટાઇપ-સી, એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં 5000mAhની બેટરી છે, જેમાં 45W ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે.
સેમસંગ ગેલેક્સી એમ55 5G કિંમત
સેમસંગ ગેલેક્સી એમ55 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,199 બ્રાઝિલિયન રિયલ (લગભગ 53,400 રૂપિયા) છે. આ હેન્ડસેટને ડાર્ક બ્લૂ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.