Samsung Galaxy A56 5G, Galaxy A36 5G, Galaxy A26 5G Launch: સેમસંગ ગેલેક્સી એ સીરીઝના લેટેસ્ટ 3 સ્માર્ટફોન લોન્ચ થયા છે. સેમસંગ ગેલેક્સી A56 5G, ગેલેક્સી A36 5G અને ગેલેક્સી A25 5G કંપનીના લેટેસ્ટ સ્માર્ટફોન છે. ગેલેક્સી એ સીરીઝના નવા સ્માર્ટફોનમાં 6.7 ઇંચની સુપર AMOLED સ્ક્રીમ, 256 જીબી સુધી સ્ટોરેજ સાથે આવે છે. સેમસંગ ગેલેક્સી A56 5G, Galaxy A36 5G અને Galaxy A26 5G સ્માર્ટફોનની કિંમત થી લઇ ફીચર્સ સહિત તમામ વિગત જાણો અહીં
Samsung Galaxy A56 5G, Galaxy A36 5G, Galaxy A26 5G Price : સેમસંગ ગેલેક્સી એ સીરિઝ સ્માર્ટફોન કિંમત
સેમસંગ ગેલેક્સી A56 5G સ્માર્ટફોનની કિંમત 8GB રેમ અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 479 યૂઆર (લગભગ 43,500 રૂપિયા) રાખવામાં આવી છે. તો 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 529 યુરો (લગભગ 48,000 રૂપિયા) છે. આ ડિવાઇસને ઓસમ ગ્રેફાઇટ, ઓસમ ઓલિવ અને ઓસમ પિંક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
સેમસંગ ગેલેક્સી એ36 5જી સ્માર્ટફોનના 128 જીબી સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત 379 યુરો (36,200 રૂપિયા) છે. જ્યારે 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 449 યૂરો (લગભગ 40,800 રૂપિયા) છે. કંપનીએ આ હેન્ડસેટને ઓસમ બ્લેક, ઓસમ લવંડર, ઓસમ લાઇમ અને ઓસમ વ્હાઇટ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવ્યો છે.
સેમસંગ ગેલેક્સી એ26 5જી સ્માર્ટફોનના 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 299 યુરો (લગભગ 27,100 રૂપિયા) રાખવામાં આવી છે. Galaxy A26 5G આ ત્રણ મોડલમાં સૌથી સસ્તું છે. તો 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 369 યુરો (33,500 રૂપિયા) છે. સાથે જ Galaxy A26 5Gને બ્લેક, મિન્ટ, પીક પિંક અને વ્હાઇટ શેડ્સમાં ઉપલબ્ધ છે.
Samsung Galaxy A56 5G, Galaxy A36 5G, Galaxy A26 5G Specifications : સેમસંગ ગેલેક્સી એ સીરિઝ સ્પેસિફિકેશન
ેસેમસંગના લેટેસ્ટ ગેલેક્સી એ સીરીઝ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ One UI 7 સાથે આવે છે. આ ફોન ૬ વર્ષ માટે OS અને સિક્યુરિટી અપડેટ્સ મેળવવાનું વચન આપે છે. Galaxy A56 5G, Galaxy A36 5G અને Galaxy A26 5Gમાં 6.7 ઇંચની ફુલએચડી+ સુપર એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે. તેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે.
સેમસંગ ગેલેક્સી એ56 5જી એક્સીનોસ 1580 એસઓસી દ્વારા સંચાલિત છે, જ્યારે ગેલેક્સી એ 26 5જી એક્સીનોસ 1380 એસઓસી દ્વારા સંચાલિત છે. ગેલેક્સી એ36 5જી સ્માર્ટફોનમં Snapdragon 6 Gen ૩ ચિપસેટ આવે છે. આ ત્રણેય હેન્ડસેટમાં 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. સેમસંગે ફોનમાં ઓટો ટ્રિમ, બેસ્ટ ફેસ, એઆઇ સિલેક્ટ અને રીડ અલાઉડ જેવા નવા ગેલેક્સી એઆઇ ફીચર્સ રજૂ કર્યા છે.
સેમસંગના ત્રણેય મોડલમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા છે જે અપર્ચર એફ/1.8 અને ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે આવે છે. સેમસંગ ગેલેક્સી A56 5G, Galaxy A36 5Gમાં 5 મેગાપિક્સલના મેક્રો સેન્સર સાથે અનુક્રમે 12 મેગાપિક્સલ અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. તે જ સમયે, ગેલેક્સી એ 26 5 જી માં 8 મેગાપિક્સલ અલ્ટ્રાવાઇડ અને 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર છે.
સેમસંગ ગેલેક્સી A56 5G અને Galaxy A36 5Gમાં 12 મેગાપિક્સલના સેલ્ફી સેન્સર આપવામાં આવ્યા છે. આ ફ્રન્ટ સેન્સર ડિસ્પ્લે પર હોલ-પંચ કટઆઉટમાં હાજર હોય છે. Galaxy A26 5G સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે જે વોટરડ્રોપ સ્ટાઇલ ડિસ્પ્લે નોચમાં સ્થિત છે.
કનેક્ટિવિટી માટે, ગેલેક્સી-એ સિરીઝના આ ત્રણ મોડેલોમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ્સ છે. સેમસંગના ત્રણેય સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે. Galaxy A56 5G અને Galaxy A36 5G 45W ચાર્જિંગને સપોર્ટ કરે છે, જ્યારે Galaxy A26 25W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ હેન્ડસેટ્સમાં ધૂળ અને પાણીના પ્રતિકાર માટે આઈપી ૬૭ રેટિંગ આપવામાં આવ્યું છે.