scorecardresearch
Premium

સેમસંગ ગેલેક્સી A26 5G સ્માર્ટફોન 5000mAhની બેટરી અને 50MP કેમેરા સાથે ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Samsung Galaxy A26 5G launch In India: સેમસંગ ગેલેક્સી એ26 5જી સ્માર્ટફોન 6.7 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે અને 256GB સુધી સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. 5 કલરમાં ઉપલબ્ધ લેટેસ્ટ સેમસંગ ગેલેક્સી ફોનમાં 6 વર્ષનું સિક્યોરિટી અપડેટ મળે છે.

Samsung Galaxy A26 5G | Samsung Galaxy A26 5G Price | Samsung Galaxy A26 5G Camera
Samsung Galaxy A26 5G Price In India: સેમસંગ ગેલેક્સી એ26 5જી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ સેમસગ One UI 7 સાથે આવે છે. (Photo: Social Media)

Samsung Galaxy A26 5G launch In India: સેમસંગે પોતાનો લેટેસ્ટ એ-સીરીઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. સેમસંગ ગેલેક્સી એ 26 5જી કંપનીનો લેટેસ્ટ ફોન છે અને તેમાં 6.7 ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે, ઇન્ફિનિટી-યુ નોચ કટઆઉટ અને 256 જીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સેમસંગ ગેલેક્સી એ 26 5જી હેન્ડસેટને 6 વર્ષ માટે 6 OS અને 6 વર્ષનું સિક્યોરિટી અપડેટ્સ મળવાનું વચન આપવામાં આવ્યું છે. ગેલેક્સી એ26 5જી માં શું ખાસ છે? જાણો કિંમત અને ફીચર્સ સંબંધિત દરેક વિગતો

Samsung Galaxy A26 5G Specifications : સેમસંગ ગેલેક્સી A26 5G સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી A26 5G સ્માર્ટફોનમાં 6.7 ઇંચ (1080×2340 પિક્સલ) ફુલએચડી + ઇન્ફિનિટી-યુ સુપર એમોલેડ ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે અને તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ફોનમાં ઓક્ટા-કોર એક્સીનોસ 1380 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે, હેન્ડસેટમાં માલી-જી 68 એમપી 5 છે.

સેમસંગ ગેલેક્સી એ 26 5જીમાં 8 જીબી રેમ સાથે 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે. હેન્ડસેટમાં હાઇબ્રિડ ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ સેમસગ One UI 7 સાથે આવે છે.

Samsung Galaxy A26 5G Camera : સેમસંગ ગેલેક્સી એ26 5જી કેમેરા

સેમસંગ ગેલેક્સી A26 5Gમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં અપાર્ચર F/ 1.8, OIS છે. ફોનમાં એપર્ચર એફ/ 2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ અને એપર્ચર એફ / 2.4 સાથે 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ગેલેક્સી એ26 5જી સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 164x 77.5 x 7.7mm અને વજન 200 ગ્રામ છે. ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો અને સ્ટિરિયો સ્પીકર્સ છે. આ ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો અને સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં 5જી, 4જી VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ, ગ્લોનાસ, યુએસબી ટાઇપ-સી, એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Samsung Galaxy A26 5G Price : સેમસંગ ગેલેક્સી એ26 5જી કિંમત

સેમસંગ ગેલેક્સી એ 26 5જી સ્માર્ટફોન ઓસમ બ્લેક, ઓસમ મિન્ટ, ઓસમ વ્હાઇટ અને ઓસમ પીચ કલર્સમાં આવે છે. હેન્ડસેટના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 24,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલ 27,999 રૂપિયામાં આવે છે.

Galaxy A26 5G સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ, સેમસંગ ઇન્ડિયાના ઓનલાઇન અને ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. ફોનને એચડીએફસી અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે.

Web Title: Samsung galaxy a26 5g luanch india price specifications features camera battery know all details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×