scorecardresearch
Premium

Samsung Galaxy A16 5G: સેમસંગ ગેલેક્સી એ16 5જી સ્માર્ટફોન લોન્ચ, 6 વર્ષ એન્ડ્રોઇડ અપડેટ મળશે, જાણો કિંમત અને ફીચર્સ

Samsung Galaxy A16 5G Launched In India: સેમસંગ ગેલેક્સી એ16 5G સ્માર્ટફોન 8 જીબી રેમ સાથે 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ થયા છે. આ સેમસંગ સ્માર્ટફોનમાં 6 વર્ષ એન્ડ્રોઇડ અપડેટની ખાતરી આપવામાં આવી છે.

Samsung Galaxy A16 5G | Samsung Galaxy A16 5G launched | Samsung Galaxy A16 5G price | Samsung Galaxy A16 5G features | Samsung Galaxy A16 5G android updates | samsung smartphone | smartphone launch
Samsung Galaxy A16 5G Price: સેમસંગ ગેલેક્સી એ16 5G સ્માર્ટફોન બ્લૂ બ્લેક, ગોલ્ડ અને લાઇટ ગ્રીન કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. (Photo: Social Media)

Samsung Galaxy A16 5G Launched: સેમસંગ ગેલેક્સી એ16 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. સેમસંગ ગેલેક્સી એ16 5જી સ્માર્ટફોન એ સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ગત સપ્તાહે યુરોપમાં લોન્ચ થયેલો સેમસંગ ગેલેક્સી A16 5G ભારતમાં કંપનીનો નવો ફોન છે. સેમસંગ ગેલેક્સી એ16 5જી સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશે વિગતવાર જણાવીએ.

Samsung Galaxy A16 5G Price : સેમસંગ ગેલેક્સી એ16 5જી કિંમત

સેમસંગ ગેલેક્સી એ16 5જી સ્માર્ટફોનને બ્લૂ બ્લેક, ગોલ્ડ અને લાઇટ ગ્રીન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 18999 રૂપિયા છે જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 21999 રૂપિયા છે.

સેમસંગના આ હેન્ડસેટને સેમસંગની વેબસાઇટ, રિટેલ સ્ટોર્સ અને એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે. સેમસંગ ગેલેક્સી એ 16 5જી પર ઉપલબ્ધ લોન્ચ ઓફરની વાત કરીએ તો, ગ્રાહકો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા 1000 રૂપિયાનું કેશબેક મેળવી શકે છે.

Samsung Galaxy A16 5G Specifications : સેમસંગ ગેલેક્સી A16 5G સ્પેસિફિકેશન્સ

સેમસંગ ગેલેક્સી એ16 5જી સ્માર્ટફોનમાં 6.7 ઇંચ (1080×2340 પિક્સલ) ફુલએચડી + ઇન્ફિનિટી-યુ સુપર એમોલેડ ડિસ્પ્લે છે, જે 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે છે. હેન્ડસેટમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 6300 Gnm પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે ફોનમાં Arm Mali-G57 MC2 GPU આપવામાં આવ્યું છે.

સૌથી ખાસ વાત એ છે કે, સેમસંગ ગેલેક્સી એ16 5જી સ્માર્ટફોનમાં OS (ઓપરેટિંગ સિસ્ટમ) અપગ્રેડની 6 જનરેશન અને 6 વર્ષના સિક્યોરિટી અપડેટની ખાતરી આપવામાં આવે છે. આ રેન્જ કિંમતમાં અન્ય કોઈ પ્રતિસ્પર્ધી સ્માર્ટફોન સેમસંગની નજીક પણ નથી.

લેટેસ્ટ સેમસંગ સ્માર્ટફોનમાં 8જીબી રેમ સાથે 128જીબી સ્ટોરેજ અને 256જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1.5 ટીબી સુધી વધારી શકાય છે. ડિવાઇસ હાઇબ્રિડ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. સેમસંગના આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 14 બેઝ્ડ One UI 6.0 છે.

આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 1.8 સાથે 50 એમપીનો પ્રાઇમરી રિયર કેમેરો, એપર્ચર એફ / 2.2 સાથે 5-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ અને 2 મેગાપિક્સલ મેક્રો કેમેરા સેન્સર સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં અપર્ચર એફ / 2.0 સાથે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | રેડમી નો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, સ્નેપડ્રેગન 4s Gen 2 પ્રોસેસર, જાણો ખાસિયતો

સેમસંગ ગેલેક્સી એ16 5જીમાં સાઇડમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. ડિવાઇસનું ડાયમેન્શન ઉપકરણ 164.4 x 77.9 x 7.9mm છે અને તેનું વજન 192 ગ્રામ છે. ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ (IP54) રેટિંગ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ, યુએસબી ટાઇપ-સી પોર્ટ, એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Web Title: Samsung galaxy a16 5g launched in india with 6 years android updates price features specifications check here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×