scorecardresearch
Premium

Samsung Galaxy A06 Launched: સેમસંગ ગેલેક્સી એ06 સ્માર્ટફોન 10000થી ઓછી કિંમતમાં લોન્ચ, જાણો ફીચર્સ

Samsung Galaxy A06 Launched: સેમસંગ ગેલેક્સી A06 સ્માર્ટફોન 10000 રૂપિયાથી ઓછી કિંમતમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 6.7 ઇંચની એચડી + સ્ક્રીન અને 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

amsung smartphone | samsung galaxy a06 launched | સેમસંગ સ્માર્ટફોન | સેમસંગ ગેલેક્સી એ06 લોન્ચ samsung smartphone under 10000 price | samsung galaxy a06 specifications | samsung galaxy a06 features | samsung galaxy a06 camera |
Samsung Galaxy A06 Price And Features: સેમસંગ ગેલેક્સી એ06 સ્માર્ટફોન બ્લેક, ગોલ્ડ અને લાઇટ બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે. (Photo: @raihanhan121)

Samsung Galaxy A06 Launched: સેમસંગ દ્વારા એ સિરીઝ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એ06 ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. સેમસંગ ગેલેક્સી A06માં મીડિયાટેક હેલિયો જી85 ચિપસેટ, 6.7 ઇંચની એચડી+ સ્ક્રીન, 5000mAhની બેટરી અને 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવો સેમસંગ ગેલેક્સી A06 કંપનીના સેમસંગ ગેલેક્સી A05નું અપગ્રેડ વેરિયન્ટ છે. આવો જાણીયે સેમસંગના નવા સ્માર્ટફોનમાં શું ખાસ છે…

સેમસંગ ગેલેક્સી એ06 કિંમત (Samsung Galaxy A06 Price in India)

સેમસંગ ગેલેક્સી એ06 સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. તો 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 114999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનને સેમસંગ ઇન્ડિયાની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે. આ ફોન બ્લેક, ગોલ્ડ અને લાઇટ બ્લુ કલર ઓપ્શનમાં આવે છે.

સેમસંગ ગેલેક્સી A06ની ખાસિયતો (Samsung Galaxy A06 Features)

સેમસંગ ગેલેક્સી એ06 સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 4 જીબી રેમ અને 128 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો જી85 ચિપસેટ છે.

સેમસંગ ગેલેક્સી એ06માં 6.7 ઇંચની એચડી+ (720 x 1,600 પિક્સલ) પીએલએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. ડિવાઇસ એન્ડ્રોઇડ 14 બેઝ્ડ One UI 6 સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો | રિયલમી 13 5જી લોન્ચ, 20000 થી સસ્તા સ્માર્ટફોનમાં મેળવો 50 એમપી કેમેરા અને 256GB સ્ટોરેજ

સેમસંગના આ સ્માર્ટફોન ને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે, ડિવાઇસમાં ડ્યુઅલ 4G, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, GPS, 3.5 એમએમ હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ છે. હેન્ડસેટ 167.3 x 77.3 x 8.0 એમએમ માપે છે અને તેનું વજન 189 ગ્રામ છે.

Web Title: Samsung galaxy a06 launched india under 10000 price specifications features check full details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×