Rules Changing in September 2023 : શુક્રવારે સપ્ટેમ્બર મહિનામાં શરુ થવા જઈ રહ્યો છે. સપ્ટેમ્બરની શરુઆતમાં થોડા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખીસ્સા પર પડશે. આ ફેરફાર રસોઈથી લઇને શેર બજાર અને પેટ્રોલથી લઈને બેકિંગ સુધી થવાના છે. નોકરિયાત લોકો ઉપરાંત મહિલા વર્ગ પર પણ આની અસર જોવા મળશે. જાણો આ મહિને શું ફેરફાર થશે?
ગેસ સિલિન્ડરના ભાવ ઓછા થશે
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાની છૂટ આપવામાં આવી છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કુલ 400 રૂપિયાની છૂટ મળશે. હવે તમારે 1 સપ્ટેમ્બરથી ગેસ સિલિન્ડર માટે 200 રૂપિયા ઓછા આપવા પડશે.
2000ની નોટો બદલવાની છેલ્લી તક
આરબીઆઈએ મે મહિનામાં 2000ની નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ દેશવાસીઓને 2 હજારની નોટો બદલવા માટે 4 મહિનાનો સમય આપ્યો હતો. 30 સપ્ટેમ્બર 2023નો દિવસ ડેડલાઇન તરીકે આપ્યો છે. આમ જનતાને 2000 રૂપિયાની નોટો બદલવા માટે એક મહિનો મળશે.
મફતમાં આધાર કાર્ડ અપડેટ
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણે જાહેરાત કરી હતી કે આધાર કાર્ડ યુઝર્સ 14 સપ્ટેમ્બર સુધી મફત આધાર કાર્ડ અપડેટ કરી શકે છે. યુઆઈડીએઆઈએ 14 સપ્ટેમ્બર સુધી ફ્રી આધાર અપડેટ કરવાની ડેડલાઈન આપી છે.
સપ્ટેમ્બરમાં બંધ રહેશે બેંક
સપ્ટેમ્બર મહિનામાં 16 દિવસ બેંકો બંધ રહેશે. જો તમારે બેંક સાથે જોડાયાલ મહત્વપૂર્ણ કામ છે તો ઝડપથી પતાવી દેજો. સપ્ટેમ્બરમાં અલગ અલગ અવસર પર કુલ 16 દિવસે બેંક બંધ રહેશે. બેંકોમાં રજાની યાદી તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર ચેક કરી શકો છો.
આ પણ વાંચોઃ- GSRTC ડ્રાઇવર કંડકટર ભરતી માટે ઓનલાઇન અરજી, લાયકાત સહિત જાણો તમામ વિગત, એક સપ્તાહ જ બાકી
ડીમેટ એકકાઉન્ટના નોમિનેશન ભરવાની ડેડલાઇન
ટ્રેડિંગ કરનાર લોકો માટે મોટી જાણકારી છે કે ડિમેટ એકાઉન્ટ હોલ્ડર્સને પોતાનું નોમિનેશન ભરવા માટે નોમિનેશન પરત લેવા માટે 30 સપ્ટેમ્બર સુધી આ કામને પુરુ કરી શકાશે. જો તમે પોતાના ડિમેટ એકાઉન્ટમાં નોમિનેશનની પ્રક્રિયાને પુરી નહીં કરી હોય તો જડપથી આ પ્રક્રિયાને પુરી કરી દો. પ્રક્રિયા પુરી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.
આ પણ વાંચોઃ- Today history આજનો ઇતિહાસ 31 ઓગસ્ટ: વિશ્વ સંસ્કૃત દિવસ કેમ ઉજવાય છે? સંસ્કૃત ભાષા કેટલી જૂની છે? જાણો
પેટ્રોલ ડીઝલની કિંમતોમાં થઇ શકે છે ફેરફાર
સરકારી તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતોમાં પણ ઘટાડો કરી શકે છે. ઓઇલ કંપનીઓ દર મહિનાની 1 થી 16 તારીખે એલપીજીની કિંમતોમાં ફેરફાર કરે છે. આ મહિને એલપીજીની કિંમતોમાં ફેરફાર કરે છે. આ મહિને એલપીજીની કિંમતો ઓછી થવાના અણસાર છે. આ ઉપરાંત પાઇપ્ડ નેચરલ ગેસ અને કંપ્રેસ્ડ નેચરલ ગેસના ભાવ ઓછા થવાની આશા વ્યક્ત કરાઇ છે.