Royal Enfield Guerrilla 450 Launch In India: રોયલ એનફિલ્ડ ગેરીલા 450એ કર્યો ખુલાસો: રોયલ એનફિલ્ડ ગેરીલા 450 લોન્ચ થઇ છે, જેની બાઇક શોખિન લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આ બાઇકની શરૂઆતી કિંમત 2.39 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે અને તે ત્રણ વેરિએન્ટ અને પાંચ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. આ રોડસ્ટર 1 ઓગસ્ટથી ભારતના શોરૂમમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. રોયલ એનફિલ્ડે પણ આ મોટરસાઇકલને યુરોપિયન માર્કેટ માટે લોન્ચ કરી છે અને તે ઓગસ્ટના મધ્યથી ઉપલબ્ધ થશે.
રોયલ એનફીલ્ડ ગેરીલા 450: એન્જિનના સ્પેસિફિકેશન્સ (Royal Enfield Guerrilla 450 Engine Specifications)
રોયલ એનફીલ્ડ ગેરીલા 450ને પાવર આપતું એન્જિન 452 સીસી લિક્વિડ-કૂલ્ડ સિંગલ-સિલિન્ડર શેરપા એન્જિન છે, જે 8000 આરપીએમ પર 39.4 બીએચપી અને 5500 આરપીએમ પર 40 એનએમ આઉટપુટ આપે છે. રોયલ એનફિલ્ડે વધુ સારી રીતે લો-એન્ડ ટોર્ક આપવા માટે એન્જિનને રિટ્યૂ કર્યું છે અને કંપનીનો દાવો છે કે 85 ટકાથી વધુ ટોર્ક 3000 આરપીએમથી શરૂ કરીને ઉપલબ્ધ છે. તેને આસિસ્ટ અને સ્લિપ ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવે છે. રોડસ્ટરને બે રાઇડ મોડ મળે છે – પરફોર્મન્સ અને ઇકો – અને રાઇડ-બાય-વાયર ટેકનોલોજી.

રોયલ એનફીલ્ડ ગેરીલા 450: હાર્ડવેર (Royal Enfield Guerrilla 450 Hardware)
રોયલ એનફિલ્ડના જણાવ્યા અનુસાર, ગેરીલા 450 બાઈક એક મલ્ટીટાસ્ક મોટરસાયકલ છે, જે ધીમી ગતિએ ચાલતા સ્ટોપ-સ્ટાર્ટ ટ્રાફિકને પહોંચી વળવા અને હાઇવે પર ક્રુઝ મોડને ટક્કર આપવા માટે બનાવવામાં આવે છે. ગેરીલા હિમાલયન 450ની જેમ તે સ્ટીલ ટ્વીન સ્પર ટ્યુબ્યુલર ફ્રેમ પર આધારિત છે, પરંતુ 1440 મિમીના વ્હીલબેઝ સાથે તે 70 મિમી નાના છે, લંબાઇ 2090 એમએમ (155 એમએમ ઓછી), પહોળાઇ 833 એમએમ (33 એમએમ ઓછી) અને ઊંચાઇ 1125 મિમી છે. રોડસ્ટર હોવાના કારણે નવી રોયલ એનફિલ્ડની સીટની ઉંચાઈ 780 મિમી છે.
રોયલ એનફિલ્ડ ગેરિલા 450 બાઇકમાં 11 લિટરની ફ્યુઅલ ટેન્ક, એલઇડી રેટ્રો રાઉન્ડ હેડલાઇટ્સ, ઇન્ટિગ્રેટેડ ઇિન્ડકેટર્સ સાથે એલઇડી ટેલ લાઇટ્સ અને સિંગલ સીટ છે. 185 કિગ્રા વજન સાથે ગેરીલા 450 બાઇકમાં 140 મિમી ટ્રાવેલ સાથે 43 ટેલિસ્કોપિક ફ્રંટ ફોકર્સ અને 150 મિમી ટ્રાવેલ સાથે મોનોશોક છે. સ્ટોપિંગ પાવર માટે તેમાં 310 એમએમની ફ્રન્ટ વેન્ટિલેટેડ ડિસ્ક બ્રેક અને ડ્યુઅલ ચેનલ ABS સાથે 270 એમએમની રિયર ડિસ્ક આપવામાં આવી છે.
રોયલ એનફિલ્ડ ગેરીલા 450: ફીચર્સ અને વેરિયન્ટ્સ (Royal Enfield Guerrilla 450 Features)
રોયલ એનફિલ્ડ ગેરીલા 450 ત્રણ વેરિયન્ટ – એનાલોગ, ડેશ અને ફ્લેશમાં ઉપલબ્ધ છે. એન્ટ્રી-લેવલ ટ્રિમમાં એક વૈકલ્પિક નેવિગેશન ટ્રિપર પોડ સાથે એક સાધારણ ડિજિટલ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ કોન્સોલ આપવામાં આવ્યું છે. ટોપ મોડલમાં 4 ઇંચની રાઉન્ડ ટીએફટી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેને ગૂગલ મેપ્સ સાથે જોડવામાં આવી છે. બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે, મોબાઇલ ફોનને કન્સોલ સાથે કનેક્ટ કરી શકાય છે, જેનાથી તમે તમારું મનપસંદ મ્યુઝિક અથવા પ્લેલિસ્ટ પ્લે કરી શકો છો, મેસેજ એલર્ટ પ્રાપ્ત કરી શકો છો.
આ પણ વાંચો | અંનત અંબાણી રાધિકા મર્ચન્ટ પાસે કાર કલેક્શનમાં એક થી ચડિયાતી લક્ઝુરિયસ કાર, જુઓ ફોટા
રોયલ એનફીલ્ડ ગેરીલા 450 કિંમત (Royal Enfield Guerrilla 450 Price)
ગેરીલા 450 એન્ટ્રી લેવલ એનાલોગની કિંમત 2.39 લાખ રૂપિયા એક્સ શોરૂમ ચેન્નઈ છે. તે બે કલર ઓપ્શનમાં આવશે – સ્મોક સિલ્વર, પ્લેઆ બ્લેક. તો મિડ-લેવલ ડેશની કિંમત 2.49 લાખ રૂપિયા એક્સ-શોરૂમ ચેન્નાઇ છે, અને તે પ્લેઆ બ્લેક અને ગોલ્ડ ડિપ કલર સ્કીમમાં ઉપલબ્ધ છે. ટોપ મોડલ ફ્લેશ યલો રિબન અને બ્રાવા બ્લૂ કલરમાં આવે છે અને તેની ચેન્નાઇ એક્સ શોરૂમ કિંમત 2.54 લાખ રૂપિયા છે.