scorecardresearch
Premium

AI Chatbots And Love : શું માણસ અને એઆઈ ચેટબોટ્સ વચ્ચેના સંબંધો અને રોમાંસ શક્ય છે? શું પ્રેમની અભિવ્યક્તિ બદલાશે? જાણો નિષ્ણાતો શું કહી રહ્યા છે

AI Chatbots And Love : જ્યારે ડિજિટલ પ્રેમની વાત આવે છે, ત્યારે વૈજ્ઞાનિકો એટલા ચોક્કસ નથી અથવા તે હજુ પણ કેટલીક ચર્ચાનો વિષય છે, તે સંશોધનનું એક સંપૂર્ણપણે નવું ક્ષેત્ર છે.

Chatbots might mimic the attachment phase of human relationship. They act as stable, predictable partners. You can up-vote or down-vote their reactions, tailoring your AI love to your needs. (Representational image/Replika)
ચેટબોટ્સ માનવ સંબંધોના જોડાણ તબક્કાની નકલ કરી શકે છે. તેઓ સ્થિર, અનુમાનિત ભાગીદારો તરીકે કાર્ય કરે છે. તમે તમારા AI પ્રેમને તમારી જરૂરિયાતોને અનુરૂપ બનાવીને તેમની પ્રતિક્રિયાઓને અપ-વોટ અથવા ડાઉન-વોટ કરી શકો છો. (ફોટો)

Deutsche Welle : થોડા વર્ષો પહેલાના સમયગાળામાં લોકો તેમના જીવનસાથીને ઑફિસ, મિત્રના લગ્ન કે કોઈ બુક સ્ટોર જેવી જગ્યાઓ પર શોધતા હતા. હવે પ્રેમની ગેમ સમય સાથે બદલાયી હોય તેવું લાગે છે એક આંગળીના સ્વાઇપ અને ટિન્ડર અને બમ્બલ જેવી એપ્લિકેશનો પર શોધે છે જેમાં ઘણા નસીબદાર થયા છે. અને કેટલાક લોકો એકલા પડી ગયા છે.

હવે, કેટલાક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વડે પ્રેમ શોધી રહ્યા છે. ઓનલાઈન ફોરમ Reddit એ લોકોથી ભરેલું છે જેઓ એઆઈ ચેટબોટ્સ માટેના પ્રેમની કબૂલાત કરે છે , જેમ કે રેપ્લિકા.

પરંતુ શું તે સાચો પ્રેમ હોઈ શકે? આ “ડિજિટલ પ્રેમ” એ જ છે કે જેવો પ્રેમ આપણે અન્ય મનુષ્યો સાથે અનુભવીએ છીએ તે સમજવું અઘરું છે.

પ્રેમનું વિજ્ઞાન

કેટલાક વૈજ્ઞાનિકો રોમેન્ટિક પ્રેમને ત્રણ તબક્કામાં વહેંચે છે: લસ્ટ(વાસના), આકર્ષણ(અટ્રેક્શન) અને એડિક્શન

ત્રણેય તબક્કામાં મગજના રસાયણો મહત્વનો ભાગ ભજવે છે. તેઓ આપણા મગજમાં પ્રેરણાના માર્ગોને સક્રિય કરે છે:

આ પણ વાંચો: Credit card vs Debit Card: પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ બંનેમાંથી કયું બેસ્ટ છે? ટ્રાન્ઝેક્શન વખતે કઇ વાતો ધ્યાનમાં રાખવી

ડોપામાઇન , પ્રેમમાં “આનંદદાયક” લાગણીઓ માટે જવાબદાર હોર્મોન
કોર્ટિસોલ, એક તણાવ હોર્મોન
સેરોટોનિન, એક “ઓબ્સેશન” હોર્મોન
ઓક્સીટોસિન, એક “બંધન” હોર્મોન
અને વાસોપ્રેસિન, સામાજિક વર્તણૂકો સાથે સંકળાયેલ હોર્મોન
વર્ષોના સંશોધનોએ વિજ્ઞાનને આ રસાયણો કેવી રીતે વર્તે છે તેનો ખૂબ સારો ખ્યાલ આપ્યો છે – તે કેવી રીતે સિસ્ટમનો ભાગ છે જે આપણને માનવીઓ વિશે ચોક્કસ રીતે અનુભવવામાં સક્ષમ બનાવે છે.

જ્યારે ડિજિટલ પ્રેમની વાત આવે છે, ત્યારે વૈજ્ઞાનિકો એટલા ચોક્કસ નથી અથવા તે હજુ પણ કેટલીક ચર્ચાનો વિષય છે, તે સંશોધનનું એક સંપૂર્ણપણે નવું ક્ષેત્ર છે. દાખલા તરીકે, ન્યુરોબાયોલોજીસ્ટ કહે છે કે તેઓ હજુ સુધી જાણતા નથી. અને સામાજિક જ્ઞાનાત્મક (Social cognitive) વૈજ્ઞાનિકો કહે છે કે તેઓ માને છે કે આપણા હોર્મોન્સ એ જ રીતે કાર્ય કરે છે.

શું આપણે બધા ઈચ્છતા નથી કે આપણી કોઈ નજીકની વ્યક્તિ આપણા મનને સંપૂર્ણ રીડ કરી શકે અને કીધા વગર સમજી શકે, આપણે દરેક સમયે કેવું અનુભવીએ છીએ? કદાચ. પરંતુ વાસ્તવમાં, તેવું હંમેશા હોતું નથી, અને માણસો પણ અણધાર્યા હોઈ શકે છે.

AI પ્રતિકૃતિઓ (Replica) સાથે આવું નથી: આપણે ઇચ્છીએ તે રીતે વર્તવા માટે આપણે તેમને ટ્રેનિંગ આપી શકીએ છીએ.

ચેટબોટ્સ માનવ સંબંધોના જોડાણ તબક્કાની નકલ કરી શકે છે. તેઓ સ્થિર, અનુમાનિત ભાગીદારો તરીકે કાર્ય કરે છે. તમે તમારા AI પ્રેમને તમારી જરૂરિયાતોને અનુરૂપ બનાવીને તેમની રિસ્પોન્સ અપ-વોટ અથવા ડાઉન-વોટ કરી શકો છો.

યુ.એસ.માં ન્યુરોસાયન્ટિસ્ટ અને રોમેન્ટિક પ્રેમના ક્ષેત્રના નિષ્ણાત લ્યુસી બ્રાઉન કહે છે કે, “તે લોકો માટે સરળ બનશે, પંરતુ અમુક અર્થમાં, એવું લાગે છે કે તેઓ પરિસ્થિતિને કંટ્રોલ કરી રહ્યાં છે. અને તેઓ કોઈપણ પરિણામ વિના દૂર જઈ શકે છે.”

માનવીય સંબંધોમાં સ્થિરતા મહત્વપૂર્ણ છે. સંશોધન દર્શાવે છે કે લોન્ગ ટર્મ પાર્ટનર રાખવાથી આપણા મગજમાં સ્ટ્રેસ ઓછો થાય છે.

શારીરિક આકર્ષણ અને ‘અનકેની વેલી'(રોબોટ)

સંશોધકો કહે છે કે લોકો માનવ દેખાતા રોબોટ પ્રત્યે વધુ સહાનુભૂતિ ધરાવતા હોય છે અને યાંત્રિક દેખાતા લોકો પ્રત્યે ઓછા સહાનુભૂતિ ધરાવતા હોય છે.

જર્મનીમાં સ્થિત જ્ઞાનાત્મક વૈજ્ઞાનિક અને “AI લવ યુ” પુસ્તકના સહ-લેખક માર્ટિન ફિશર કહે છે કે, “સામાજિક મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત એ છે કે આપણે એવા લોકોને પસંદ કરીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ જેઓ આપણા જેવા જ દેખાય છે.”

આ અગત્યનું છે કારણ કે મનુષ્યો એન્થ્રોપોમોર્ફાઇઝ તરફ વલણ ધરાવે છે, જેનો અર્થ છે કે આપણે માનવીય લાક્ષણિકતાઓને નિર્જીવ પદાર્થોને આભારી છીએ – અને તે સહાનુભૂતિથી સંબંધિત ન્યુરલ માર્ગોને પ્રભાવિત કરી શકે છે.

પરંતુ જીવનની દરેક વસ્તુની જેમ, સહાનુભૂતિની પણ મર્યાદા હોય છે. જ્યારે રોબોટ્સ માણસ જેવો જ દેખાય છે, ત્યારે આપણે આઉટ પણ થઇ શકીએ.

તે “અનકેની વેલી” નો વિચાર છે, જે 1970 માં મસાહિરો મોરી નામના રોબોટિસ્ટ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. થિયરી કહે છે કે જેટલો વધુ કોઈ પદાર્થ માનવ જેવો દેખાય છે, તેટલું જ આપણે એક ટિપીંગ પોઈન્ટની નજીક જઈએ છીએ જ્યાં ફોટો વિલક્ષણ બને છે અને આપણું મગજ તેને કોઈક રીતે “ખોટું” હોવાને કારણે નકારે છે. તમે અસ્વસ્થતામાં પડો છો અને એવું લાગે છે કે તમે બહાર નીકળી શકતા નથી.

આ પણ વાંચો: Surat Diamond Bourse: સુરતે અમેરિકાને પછાડ્યું, દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની ખાસિયતો જાણો

AI પ્રેમ ‘પ્રેમને અધોગતિમાં લઇ જઈ શકે છે?

સંબંધના ઘણા અર્થ છે : તે સહાનુભૂતિ, સંગાથ, સ્થિરતા અને સેક્સ વિશે પણ છે.

એક અભ્યાસમાં, યુઝર્સ, મોટે ભાગે પુરુષો, મનુષ્યો અને AI બૉટો સાથે સાયબરસેક્સ ચેટ કરતા હતા.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો કે યુઝર્સ કહી શકે છે કે તેઓ બોટ સાથે ચેટ કરી રહ્યાં છે, તેઓએ કહ્યું કે એકંદર જાતીય અનુભવ મનુષ્યો સાથે અનુભવાય તેવોજ છે.

પરંતુ જ્યારે યુઝર્સને કહેવામાં આવ્યું કે તેઓ માનવ સાથે ચેટ કરી રહ્યા છે, ત્યારે તેઓ વધુ ટીકા કરતા હતા, નિરાશ અથવા ગુસ્સે થયા હતા જ્યારે તેમની અપેક્ષાઓ પૂરી થઈ ન હતી.

તે સૂચવે છે કે લોકો ચેટબોટ્સ સાથે તેમની અપેક્ષાઓ ઓછી કરી શકે છે ,કદાચ કારણ કે, ઊંડાણપૂર્વક, તેઓ જાણે છે કે તે વાસ્તવિક સંબંધ નથી.

કેથલીન રિચાર્ડસન, યુકેની ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં રોબોટ્સ અને એઆઈની નૈતિકતા અને સંસ્કૃતિના પ્રોફેસર કહે છે કે આ બૉટો સંવેદનશીલ ન હોવાથી તેઓ ખરેખર માનવ સંબંધમાં ભાગ લઈ શકતા નથી.

રિચાર્ડસને કહ્યું કે, “માનવું [અન્યથા] માનવ સંબંધોને બગાડે છે અને પ્રેમને બગાડે છે.”

એકલતાને સંબોધવાની જરૂર છે કારણ કે કેટલાક નિષ્ણાતો કહે છે કે તે તમારા સ્વાસ્થ્ય માટે દિવસમાં 15 સિગારેટ પીવા જેટલું ખરાબ હોઈ શકે છે.

લાંબા ગાળે, જો કે, જો આપણે ચેટબોટ સાથે ડેટિંગ એ એક વાસ્તવિક સંબંધ છે તેવા વિચારને વળગી રહીએ તો ડિજિટલ સંબંધો લોકો માટે સમસ્યાઓનું કારણ બની શકે છે.

રિચાર્ડસને કહ્યું કે, પોર્ન ઈન્ડસ્ટ્રીની જેમ, AI લવ્સ માણસની ભાવના પેદા કરી શકે છે જેના કારણે લોકો તેમના પાર્ટનર પ્રત્યે આક્રમક બને છે અને માનવ સંબંધોમાં તેમની ખુશીમાં ઘટાડો કરે છે.

AI પ્રેમનો વિચાર સમાજના ધોરણોથી દૂર છે, શું તમારા મિત્રો અને કુટુંબીજનો તમારા ચેટબોટને સમજશે?

Web Title: Romance with chatbots human falling in love with ai chatbot relationship replika ai artificial intelligence

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×