Renault Triber Facelift Price in India: રેનોલ્ટ ટ્રાઇબર ફેસલિફ્ટને ભારતમાં લાંબી રાહ જોયા બાદ લોન્ચ કરવામાં આવી છે, જેને રેનોલ્ટ ઈન્ડિયાએ 4 ટ્રિમ (ઓથેન્ટિકેશન, ઈવોલ્યુશન, ટેક્નો અને ઈમોશન) સાથે બજારમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. નવી ટ્રાઇબર ફેસલિસ્ટ 2025 ની પ્રારંભિક કિંમત 6.29 લાખ રૂપિયા છે, જે ટોપ મોડેલમાં 8.64 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. રેનોલ્ટ ઇન્ડિયાએ આ નવી 7 સીટર ટ્રાઇબર લોન્ચ કરવાની સાથે જ દેશની તમામ ડીલરશિપ પર બુક કરવાનું શરૂ કરી દીધું છે.
2025 Renault Triber Facelift : નવી રેનો ટ્રાઇબર ફેસલિસ્ટમાં શું નવું છે?
2025 રેનોલ્ટ ટ્રાઇબર ફેસલિસ્ટ એડિશનને ઘણા આધુનિક ફીચર્સ સાથે એક નવો ફ્રન્ટ લૂક આપવામાં આવ્યો છે, જેમાં બોલ્ડ નવી ગ્રિલ, સ્કલ્પ્ડ નવો હૂડ, નવા બમ્પર, ઇન્ટિગ્રેટેડ એલઇડી ડીઆરએલ અને નવા એલઇડી ફોગ લેમ્પ્સ સાથે નવા આકર્ષક એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ નો સમાવેશ થાય છે. નવી ડિઝાઇન ઉપરાંત, કેબિનને સ્ટાઇલિશ ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ સાથે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે, જે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરતી 8 ઇંચની ફ્લોટિંગ ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે સારી રીતે ઇન્ટીગ્રેટેડ છે.
નવી ડિઝાઇન કરવામાં આવેલા ઇન્ટિરિયરમાં નવી સીટ અપહોલ્સ્ટ્રી, એક આધુનિક એલઇડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એલઇડી કેબિન લાઇટિંગ અને પ્રીમિયમ ટચ માટે બ્લેકેડ-આઉટ ડોર હેન્ડલ્સ પણ આપવામાં આવ્યા છે. પાછળના ભાગમાં, નવી ટ્રાઇબરમાં ફરીથી ડિઝાઇન કરેલ બમ્પર, અપડેટેડ એલઇડી ટેલ લેમ્પ્સ, નવી સ્કિડ પ્લેટ અને સ્ટાઇલિશ ટેઇલલેમ્પ એમ્બેલીશર આપવામાં આવ્યું છે.
નવી ટ્રાઇબર ફેસલિફ્ટ 21 સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ સાથે આવે છે, જેમાં બ્રેક આસિસ્ટ સાથે 6 એરબેગ્સ, ઇએસપી, ટીપીએમએસ, ઇબીડી સામેલ છે. સેફ્ટી ફીચર્સમાં ફ્રન્ટ પાર્કિંગ સેન્સર પણ સામેલ છે, જે ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ છે.

રેનોલ્ટ ટ્રાઇબર ફેસલિસ્ટ કારમાં નવા અપડેટ્સ શું છે?
નવી આધુનિક ડિઝાઇન સાથે 2025 રેનોલ્ટ ટ્રાઇબર ફેસલિસ્ટ કારમાંમાં આપવામાં આવેલા નવા અપડેટની વિગતો અહીં આપવામાં આવી છે.
- નવી ફ્રન્ટ ગ્રિલ
- નવા હૂડ
- નવા ફ્રન્ટ અને રિયર બમ્પર
- નવા ફ્રન્ટ અને રિયર સ્કિડ પ્લેટ્સ
- નવી 15 ઇંચની લેન્ડસ્કેપ ડ્યુઅલ-ટોન ફ્લેક્સ વ્હીલ્સ
- નવી સાઇડ ડેકલ્સ
- નવા એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ
- નવા એલઇડી ડીઆરએલ
- નવા એલઇડી ટેઇલ લેમ્પ્સ
- નવા એલઇડી ફોગ લેમ્પ્સ
- 3 નવા બોડી કલર્સ – 6 મોનોટોન અને 3 ડ્યુઅલ ટોન કલર રેન્જ
- નવું ડેશબોર્ડ
- નવા ઇન્ટિરિયર ટ્રિમ અને હાર્મોનેસનવી સીટ ફેબ્રિક
- નવી સીટ ફેબ્રિ્ાક – સ્પોર્ટી ઓલ બ્લેક વુવન અપહોલ્સ્ટ્રી
નવી રેનોલ્ટ ટ્રાઇબર કારના નવા ફીચર્સ
- ઓટો હેડલેમ્પ્સ
- 8-ઇંચની ડિસ્પ્લેલિંક ફ્લોટિંગ ફ્લોટિંગ ટચસ્ક્રીન
- વાયરલેસ રિપ્લિકેશન
- સમાન લઇ જવાનું રિમાઇન્ડર
- ક્રુઝ કન્ટ્રોલ
- ઓટો ફોલ્ડ ORVM સાથે વેલકમ ગુડબાય સિક્વન્સ
- રેઇન સેન્સિંગ વાઇપર્સ
2025 રેનોલ્ટ ટ્રાઇબર ફેસલિફ્ટના નવા ફીચર્સ
- 6 સ્ટાન્ડર્ડ એરબેગ
- સ્ટાન્ડર્ડ ISOFIX ચાઇલ્ડ સીટ એન્કોરેજ
- તમામ સીટ માટે સ્ટાન્ડર્ડ 3 પોઇન્ટ સીટ બેલ્ટ
- સેગમેન્ટમાં બેસ્ટ ફ્રન્ટ પાર્કિંગ સેન્સર્સ
- ફોલો મી હોમ ફંક્શન
નવી રેનોલ્ટ ટ્રાઇબર ફેસલિફ્ટ કાર એન્જિન
નવી રેનોલ્ટ ટ્રાઇબર ફેસલિસ્ટ કારમાં કોઇ યાંત્રિક ફેરફાર કે અપડેટ નથી. 7 સીટર MPVમાં સમાન 1.0-લિટર, 3-સિલિન્ડર ડ્યુઅલ વીવીટી પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 6250 આરપીએમ પર 72 પીએસનો મહત્તમ પાવર અને 3500 આરપીએમ પર 96nmનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. ટ્રાન્સમિશન ઓપ્શનની વાત કરીએ તો તમામ વેરિએન્ટમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે ઓફર કરવામાં આવી છે, જ્યારે ટોપ-એન્ડ ઇમોશન વેરિઅન્ટમાં એડવાન્સ ઇઝી આર એએમટીનો વિકલ્પ મળશે.
રેનો ટ્રાઇબર 2025 વોરંટી
2025 રેનો ટ્રાઇબર ફેસલિસ્ટ કારને 3 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી સાથે ઓફર કરવામાં આવી રહી છે, જેને રેનો સિક્યોર પ્રોગ્રામ હેઠળ 7 વર્ષ અથવા અમર્યાદિત કિલોમીટર સુધી વધારી શકાય છે.