scorecardresearch
Premium

Jio Diwali Offer 2023: જિયોના એક રિચાર્જમાં મેળવો 388 દિવસની વેલિડિટી, દરરોજ 2.5 જીબી ડેટા સાથે ઘણુ બધુ મનોરંજન

Jio Recharge Plan Diwali Offer 2023 : રિલાયન્સ જિયોએ સ્પેશિયલ દિવાળી પ્લાન ઓફર રજૂ કર્યો છે, જેમાં યુઝર્સને 388 દિવસની વેલિડિટી સાથે દરરોજ 2.5 જીબી ડેટા મળશે. ઉપરાંત જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું સબ્સ્ક્રિપ્શન પણ મળશે

Jio Recharge Plan Diwali Offer 2023 | Jio Recharge Plan | Jio Diwali Offer 2023 | reliance-jio recharge Plan
રિલાયન્સ જિયોએ મુકેશ અંબાણીની માલિકીની ટેલિકોમ કંપની છે. (Express Photo)

Jio Recharge Plan Diwali Offer 2023 : દિવાળી નજીક છે અને આ દિવસોમાં ઘણી કંપનીઓ તેમના ગ્રાહકો માટે શાનદાર ઑફર્સ લાવી રહી છે. ઓફલાઈન માર્કેટ અને ઓનલાઈન માર્કેટમાં પણ અનેક પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. આ ક્રમમાં, રિલાયન્સ જિયો પણ તેના ગ્રાહકો માટે એક શાનદાર ઑફર લઈને આવ્યું છે. જિયોએ તેના રિચાર્જ પ્લાનની યાદીમાં એક શાનદાર પ્લાન ઉમેર્યો છે. આ પ્લાનમાં, દિવાળી ઓફર હેઠળ, Jio તેના ગ્રાહકોને 900GB ડેટા ઓફર કરી રહ્યું છે, જ્યારે તેઓને 23 દિવસની વધારાની વેલિડિટી મળી રહી છે.

જિયો 2999 રૂપિયાનો રિચાર્જ પ્લાન (Jio Rs 999 Recharge Plan)

રિલાયન્સ જિયોના 2999 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને આખા વર્ષ માટે એટલે કે 365 દિવસ માટે રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આમાં 23 દિવસની એક્સ્ટ્રા વેલિડિટી આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં તમને દરરોજ 2.5GB ડેટા મળશે. તમે આ પ્લાનમાં અનલિમિટેડ કૉલિંગ સાથે દરરોજ 100SMSનો આનંદ માણી શકો છો.

રિલાયન્સ જિયોના આ રિચાર્જ પ્લાનના અન્ય બેનેફિટ્સ વિશે વાત કરીએ તો, યુઝર્સ Jio TV, Jio Cinema અને Jio Cloudનું સબ્સ્ક્રિપ્શન મેળવે છે. આ પ્લાનમાં કુલ 900GB ડેટા આપવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે જો તમે એવા વિસ્તારમાં રહો છો જ્યાં 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ છે, તો પાત્ર સભ્યોને અમર્યાદિત 5G ડેટાની ઍક્સેસ મળશે.

આ પણ વાંચો | આ 8 ફિચર ફોનમાં છે સ્માર્ટફોન જેવા ફિચર્સ; હાર્ટ રેટ સેન્સરથી લઇ વોટ્સઅપ, યુટ્યુબ અને યુપીઆઈ પણ વાપરી શકાશે, પૈસાની થશે બચત

MyJio એપથી રિચાર્જ કરી શકો છો

ગ્રાહકો તેનો મહત્તમ લાભ ઉઠાવવા માટે આ જિય દિવાળી ઑફરને My Jio ઍપ પર હાલની કૅશબૅક ઑફર્સ સાથે જોડી શકે છે જોકે, Jio દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે શું આ દિવાળી રિચાર્જ ઑફર માત્ર My Jio ઍપ પર જ લાગુ છે કે પછી ગ્રાહકો ઑફર મેળવવા માટે અન્ય UPI ઍપનો ઉપયોગ કરી શકે છે. જો કે, આ વિકલ્પ હાલમાં Paytm જેવા પ્લેટફોર્મ પર દેખાતો નથી.

Web Title: Reliance jio diwali offer 2023 rs 2999 recharge plan for validity of 388 days 900gb data and more benefits as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×