Anant Ambani Appointment In Reliance Industries Board : ભારતના સૌથી ધનિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હવે તેમના ઉત્તરાધિકારીઓ – પુત્રો-પુત્રીને બિઝનેસની જવાબદારી સોંપી રહ્યા છે. આ અનુસંધાનમાં મુકેશ અંબાણીના પુત્રોનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં સામેલ કરવામાં આવી રહ્યા છે, જો કે તેમની એક મોટો અવરોધ સર્જાયો છે. બે પ્રોક્સી એવાઇઝરી ફર્મ્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના શેરધારકોને મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીને કંપનીના ડિરેક્ટર બોર્ડમાં નિમણુક કરવાના પ્રસ્તાવની વિરુદ્ધમાં મત આપવાની સલાહ આપી છે.
મુંબઈ સ્થિત ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસિસ ઇન્ડિયા લિમિટેડ (IiAS) એ તાજેતરના એક અહેવાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરધારકોને અનંત અંબાણીની વયના કારણે તેમની નિમણૂક સામે મત આપવા ભલામણ કરી છે.

પ્રોક્સી એડવાઇઝરી ફર્મે રિપોર્ટમાં જણાવ્યું છે કે, “28 વર્ષની ઉંમરે, તેમની (અનંત) નોન- એક્ઝિક્યુટિવ નોન ઇન્ડિપેન્ડેન્ટ તરીકેની નિમણૂક અમારી મતદાન માર્ગદર્શિકા સાથે સુસંગત નથી. આથી IiAS ઠરાવની વિરુદ્ધ મતદાન કરવાની ભલામણ કરે છે.”
જો કે, IiAS એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં અનંતના મોટા ભાઈ-બહેન ઈશા અને આકાશ – બંનેની ઉંમર 31 વર્ષની છે, ની નિમણૂક માટેના ઠરાવને સમર્થન આપ્યું છે. મુકેશ અંબાણીને ત્રણ સંતાન છે – જેમાં આકાશ અંબાણી અને ઈશા અંબાણી જુડવા ભાઇ-બહેન છે અને સૌથી નાના પુત્રનું નામ અનંત અંબાણી છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબઇ IiAS ઉપરાંત અન્ય એક પ્રોક્સી એડવાઈઝરી ફર્મ ઇન્ટરનેશનલ પ્રોક્સી ફર્મ ઇન્સ્ટિટ્યૂશનલ શેરહોલ્ડર સર્વિસિસ (ISS) એ પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરધારકોને ડિરેક્ટર બોર્ડમાં અનંતની નિમણૂકની વિરુદ્ધ મત આપવા ભલામણ કરી છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ISS એ 12 ઓક્ટોબરની એક નોંધમાં જણાવ્યું હતું કે, “અનંત અંબાણીના લગભગ છ વર્ષનો મર્યાદિત લિડરશીપ /બોર્ડનો અનુભવ હોવાના કારણે આ ઠરાવની વિરુદ્ધમાં મત આપવો જોઇએ.
અલબત્ત એહવાલમાં એવું પણ જણાવ્યુ છે કે, પ્રોક્સી ફર્મે રિલાયન્સના બોર્ડમાં ઈશા અને આકાશ અંબાણીની નિમણૂકને સમર્થન આપ્યું છે.
આ પણ વાંચો | અદાણીને પછાડી અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા, જાણો ભારતના ટોપ-10 ધનાઢ્યોના નામ અને કોની પાસે કેટલી સંપત્તિ છે
25 સપ્ટેમ્બર, 2023ના રોજ, RIL એ પોસ્ટલ બેલેટ નોટિસમાં રિમોટ ઈ-વોટિંગ પ્રક્રિયા મારફતે કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નિમણૂક માટે કંપનીના સભાસદો પાસેથી મંજૂરી માંગી હતી. આ નિમણુંક માટે
ઈ-વોટિંગ 27 સપ્ટેમ્બરે શરૂ થયું હતું અને 26 ઓક્ટોબરે સમાપ્ત થશે.
IiAS એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ઈશા, આકાશ અને અનંત અંબાણીની નિમણૂંક 31 ડિસેમ્બર, 2023 પહેલા અમલમાં આવવાની અપેક્ષા છે.