Redmi Watch 5 Active Smartwatch Launched: રેડમી વોચ 5 એક્ટિવ સ્માર્ટવોચ ભારતમાં શાનદાર ફીચર્સ અને આકર્ષક કિંમત પર લોન્ચ કરવામાં આવી છે. સ્માર્ટફોન કંપની શાઓમીની સબ બ્રાન્ડ રેડમીની લેટેસ્ટ સ્માર્ટવોચ પાવરફુલ બેટરી લાઇફ, SpO2, બ્લૂટૂથ કોલિંગ જેવા ઉપયોગ ફીચર્સ સાથે આવે છે. આ રેડમી સ્માર્ટવોચ 3000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. ચાલો રેડમી વોચ 5 એક્ટિવ સ્માર્ટવોચ વિશે જાણીયે વિગતવાર
રેડમી વોચ 5 એક્ટિવ સ્પેસિફિકેશન (Redmi Watch 5 Active Specification)
રેડમી વોચ 5 એક્ટિવ સ્માર્ટવોચ કંપનીએ 2 ઇંચની એલસીડી ડિસ્પ્લે સાથે લોન્ચ કરી છે. આ ડિસ્પ્લે 500 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ સ્માર્ટવોચની સ્ટ્રેપ ટીપીયુ મટિરિયલ માંથી બની છે અને તેની બોડી ઝિંક એલોય માંથી તૈયાર કરવામાં આવી છે.
રેડમી વોચ 5 એક્ટિવ સ્માર્ટવોચ HyperOS સોફ્ટવેર બેઝ્ડ છે. સાથે તેમા 200+ ક્લાઉડ વોચ ફેસેસ પણ ઉપલબ્ધ છે. એટલું જ નહીં આ સ્માર્ટવોચ હિન્દ ભાષા સપોર્ટ, ઇમોજી સપોર્ટ અને કસ્ટમાઇઝેબલ રિંગટોન જેવા ફીચર્સ વડે સજ્જ છે.
રેડમી વોચ 5 એક્ટિવ ફીચર્સ (Redmi Watch 5 Active Features)
રેડમી વોચ 5 એક્ટિવ સ્માર્ટવોચમાં Mi Fitness App આપવામાં આવી છે. આ સ્માર્ટવોચ IPX8 રેટિંગ સાથે આવે છે. એટલે કે આ સ્માર્ટવોચ પાણી અને ધૂળ માટી સામે રેઝિસ્ટન્ટ ધરાવે છે. ઉપરાંત તેમાં કંપનીએ 140 થી પણ વધારે સ્પોર્ટ્સ મોડ્સ આપ્યું છે. તો ક્લિયર કોલિંગ માટે કંપનીએ વોચમાં 3 માઇક સાથે ENC સેટઅપ પણ આપ્યું છે.
હેલ્થ ટ્રેકિંગ ફીચર્સ
રેડમી વોચ 5 એક્ટિવ સ્માર્ટવોચને પાવર માટે 470mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. આ બેટરી મેગ્નેટિક ચાર્જિગ પણ સપોર્ટ કરે છે. રેડમી કંપનીના જણાવ્યા અનુસાર આ સ્માર્ટવોચ 18 દિવસ સુધી બેકઅપ આપે છે. તેમજ હલ્થ ફીચર્સ માટે સ્માર્ટવોચમાં હાર્ટ રેડ સેન્સર, એક્સેલેરોમીટર અને SpO2 સેંસર પણ ઉપલબ્ધ કરાવે છે. સાથે જ તેમાં ફીમેલ હેલ્થ ટ્રેકિંગ, સ્ટેપ્સ કાઉન્ટર જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો | ભારતમાં ટોપ 5 પાવરફુલ સ્કૂટર, દમદાર એન્જિન સાથે સ્પીડ માઇલેજમાં બેસ્ટ, જાણો કિંમત
રેડમી વોચ 5 એક્ટિવ કિંમત (Redmi Watch 5 Active Price)
રેડમી વોચ 5 એક્ટિવ સ્માર્ટવોચ ભારતમાં 3000 રૂપિયાથી ઓછી કિંમત પર ઉપલબ્ધ છે. ભારતમાં રેડમી વોચ 5 એક્ટિવ સ્માર્ટવોચ 2799 રૂપિયા કિંમત પર લોન્ચ કરવામાં આવી છે. આ સ્માર્ટવોચ મેટ સિલ્વર અને મિડનાઇટ બ્લેક જેવા કલરમાં ઉપલબ્ધ છે. આ સ્માર્ટવોચનું પ્રથમ સેલ 3 સપ્ટેમ્બર, 2024 થી શરૂ થશે. આ નવી સ્માર્ટવોચ શાઓમીની સત્તાવાર વેબસાઇટ ઉપરાંત ઇ કોમર્સ સાઇટ એમેઝોન અને ફ્લિપકાર્ડ પર ખરીદી શકાય છે.