scorecardresearch
Premium

Redmi Note 13 Pro Plus 5G: ભારતમાં 200MP કેમેરાવાળો રેડમી નોટ 13 પ્રો પ્લસ 5જી જાન્યુઆરીમાં લોન્ચ થશે , જાણો શાયોમી સ્માર્ટફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન

Redmi Note 13 Pro Plus 5G Launching In India: રેડમી નોટ 13 પ્રો પ્લસ 5જી સ્માર્ટફોન સપ્ટેમ્બરમાં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે રેડમીનો આ ફોન ભારતમાં કંપનીનો સૌથી પ્રીમિયમ ફોન હશે કારણ કે K-Series હેન્ડસેટ દેશમાં લોન્ચ થયા નથી.

Redmi Note 13 Pro Plus 5G | Redmi Note 13 Pro Plus 5G Price | Redmi Note 13 Pro Plus 5G Features | Upcming Smartphone | Xiaomi SmartPhone
Redmi Note 13 Pro Plus 5G – રેડમી નોટ 13 પ્રો પ્લસ 5જી (Photo – @Xiaomi)

Redmi Note 13 Pro Plus 5G Launching In India: રેડમી એ આખરે પુષ્ટિ કરી છે કે Redmi Note 13 Pro સિરિઝનું પ્રીમિયમ વેરિઅન્ટ Redmi Note 13 Pro Plus ભારતમાં આવી રહ્યું છે. Redmi Note 13 Pro Plus 5G ભારતમાં જાન્યુઆરી 2024માં લોન્ચ થશે. Xiaomi એ Redmi 13C સ્માર્ટફોનના કીનોટમાં Redmi Note 13 Pro Plus લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. કંપનીએ કીનોટમાં અપકમિંગ પ્રીમિયમ રેડમી નોટ સ્માર્ટફોનને એક પ્રી-રેકોર્ડેડ ફૂટેજમાં દેખાડ્યો છે.

Redmi Note 13 Pro સિરિઝન સ્માર્ટફોન સપ્ટેમ્બરમાં ચીનમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે રેડમીનો આ ફોન ભારતમાં કંપનીનો સૌથી પ્રીમિયમ ફોન હશે કારણ કે K-Series હેન્ડસેટ દેશમાં લોન્ચ થયા નથી. Redmi Note 12 Pro Plus વિશે વાત કરીએ તો, તેને દેશમાં 27,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો.

રેડમી નોટ 13 પ્રો પ્લસના ફીચર્સ (Redmi Note 13 Pro Plus Features)

રેડમી નોટ 13 પ્રો પ્લસ સ્માર્ટફોન હાર્ડવેરની સાથે બેસ્ટ ડિઝાઇન આવે છે. આ હેન્ડસેટમાં 6.67 ઇંચ 1.5K OLED ડિસ્પ્લે છે. સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે અને 1800 nits સુધીની ટોપ બ્રાઇટનેસ ધરાવે છે.

રેડમી નોટ 13 પ્રો પ્લસ 5જી સ્માર્ટફોન IP68 રેટિંગ એટલે કે પાણી અને ધૂળ સામે પ્રતિકાર ક્ષમતા ધરાવે છે. ફોનમાં MediaTek ડાયમેન્શન 7200 અલ્ટ્રા પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ હેન્ડસેટમાં 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ સુધીનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ ડિવાઇસને ચાર્જ કરવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે જે 120W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ફોટોગ્રાફી માટે, આ Redmi ફોનમાં 200 મેગાપિક્સલનો પ્રાઈમરી રીઅર સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

આ પણ વાંચો | સૌથી ફાસ્ટ સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસર સાથે વનપ્લસ 12 લોન્ચ, જાણો ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે

2024માં લોન્ચ થનાર સ્માર્ઠફોન (Upcoming Smartphone In 2024)

ચીનમાં Redmi Note 13 Pro Plusની કિંમત 1,999 Yuan (લગભગ રૂ. 23,500) થી શરૂ થાય છે. હવે જોવાનું એ રહે છે કે આ ફોન ભારતમાં કેટલી કિંમતમાં લોન્ચ થાય છે. તમને જણાવી દઈએ કે ઘણી સ્માર્ટફોન કંપનીઓએ જાન્યુઆરી 2024માં નવા ફોન લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. OnePlus તેનો ફ્લેગશિપ ફોન OnePlus 12 પણ 23-24 જાન્યુઆરીની આસપાસ ભારતમાં લાવી શકે છે. જ્યારે સેમસંગ ગેલેક્સી S24 સીરીઝ 17 જાન્યુઆરીએ સાન ફ્રાન્સિસ્કોમાં યોજાનારી વૈશ્વિક ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Web Title: Redmi note 13 pro plus 5g launching india in janurary features 200mp camera xiaomi confirms in redmi 13c launch event jsart import

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×