scorecardresearch
Premium

Redmi Note 13 Pro 5G અને રેડમી નોટ 13 5જી સ્માર્ટફોન નવા અવતારમાં લોન્ચ, 3000 ડિસ્કાઉન્ટ, જાણો કિંમત અને ફીચર્સ

Redmi Note 13 Pro 5G Launch: રેડમી નોટ 13 પ્રો 5જી સ્માર્ટફોન ભારતમાં બે નવા વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. લેટેસ્ટ રેમડી સ્માર્ટફોન 3000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે.

redmi note 13 pro 5g | redmi note 13 5g | latest redmi smartphone | Redmi Note 13 5G series smartphone
Redmi Note 13 Pro 5G: રેડમી નોટ 13 પ્રો 5જી અને રેડમી નોટ 13 5જી સ્માર્ટફોન અપગ્રેડ વેરિયન્ટમાં લોન્ચ થયા છે. (Photo: @RedmiIndia)

Redmi Note 13 Pro 5G, Redmi Note 13 5G Launch: રેડમી દ્વારા પોતાના રેડમી નોટ પ્રો 5જી અને રેડમી નોટ 13 5જી સ્માર્ટફોનને નવા કલર ઓપ્શનમાં ભારતમાં લોન્ચ કર્યા છે. રેડમી નોટ 13 પ્રો 5જી ભારતમાં જાન્યુઆરી 2024માં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે આ રેડમી સ્માર્ટફોન નવા સ્કાર્લેટ રેડ કલરમાં ઉપલબ્ધ છે. ઉપરાંત રેડમી નોટ 13 5જી સ્માર્ટફોનને ક્રોમેટિક પર્પલ કલરમાં ખરીદી શકાય છે. ચાલો રેડમી નોટ 13 પ્રો 5જી અને રેડમી નોટ 13 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે

રેડમી નોટ 13 5જી સિરિઝ સ્માર્ટફોન કિંમત (Redmi Note 13 5G Series Smartphone Price)

શાઓમીએ નવો રેડમી નોટ 13 5જી સ્કાર્લેટ રેડ કલર વેરિઅન્ટ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 24999 રૂપિયામાં લોન્ચ કર્યો છે. તેમજ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 26999 રૂપિયામાં ખરીદી શકાય છે. તો રેડમી નોટ 13 5જી ક્રોમેટિક પર્પલ વેરિઅન્ટના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 16999 રૂપિયા તેમજ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 18999 રૂપિયામાં અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 20999 રૂપિયામાં ખરીદી શકાય છે. એમેઝોન, ફ્લિપકાર્ટ અને એમઆઇની વેબસાઇટ પર બંને સ્માર્ટફોન ઉપલબ્ધ છે.

રેડમી નોટ 13 પ્રો 5જીને આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ ટ્રાન્ઝેક્શન દ્વારા 3000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. જ્યારે 1500 રૂપિયાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર સ્ટાન્ડર્ડ નોટ 13 5જી ખરીદવાની તક છે.

રેડમી નોટ 13 પ્રો 5જી ફીચર્સ (Redmi Note 13 Pro 5G Features)

રેડમી નોટ 13 પ્રો 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એમોલેડ ડિસ્પ્લે છે જે 1.5K રિઝોલ્યુશન આપે છે. આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 7s જેન 2 પ્રોસેસર છે. હેન્ડસેટમાં 12 જીબી રેમ સાથે 8 જીબી, 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન ઉપલબ્ધ છે. આ મોબાઇલમાં 200 મેગાપિક્સલના પ્રાઇમરી રિયર કેમેરા સાથે 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં 5100 mAh બેટરી છે જે 67W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો | OnePlus Nord સ્માર્ટફોનનું અપગ્રેડ વર્ઝન ભારતમાં લોન્ચ, 50 એમપી કેમેરા અને 5500 mAh બેટરી, જાણો કિંમત અને ફીચર્સ

રેડમી નોટ 13 5જી ફીચર્સ (Redmi Note 13 5G Features)

રેડમી નોટ 13 5જી સ્માર્ટફોન માં 6.6 ઇંચની એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે જે ફુલએચડી + રિઝોલ્યુશન ઓફર કરે છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 6080 પ્રોસેસર, એન્ડ્રોઇડ 14 આધારિત હાઇપર ઓએસ આપવામાં આવ્યું છે. ફોનમાં 6 જીબી, 8 જીબી અને 12 જીબી રેમ ઓપ્શન છે જેમાં 128 અને 256 જીબી સ્ટોરેજ છે. રેડમીના આ ફોનમાં 108 એમપી પ્રાઇમરી રિયર કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. આ હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAh બેટરી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

Web Title: Redmi note 13 pro 5g redmi note 13 5g launch new colours features specifications know all details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×