scorecardresearch
Premium

રેડમીએ ભારતમાં લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, 5200mAh ની બેટરી અને 6.88 ઇંચ મોટી ડિસ્પ્લે, જાણો કિંમત અને ફિચર્સ

Redmi A5 Launched : રેડમીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. રેડમી એ5 કંપનીનો નવો ફોન છે. જાણો લેટેસ્ટ Redmi A5ની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર માહિતી

redmi a5, redmi
Redmi A5 Launched : રેડમીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે

Redmi A5 Launched : રેડમીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. રેડમી એ5 કંપનીનો નવો ફોન છે. આ 4G સ્માર્ટફોનમાં 32MPનો ડ્યુઅલ રિયર કેમેરો, 6.88 ઇંચની ડિસ્પ્લે અને 5200mAhની મોટી બેટરી આપવામાં આવી છે. નવા રેડમી એ5 હેન્ડસેટમાં વોટરડ્રોપ નોચ આપવામાં આવી છે. રેડમી એ5 સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો લેટેસ્ટ Redmi A5ની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર માહિતી.

રેડમી A5 કિંમત

રેડમી એ5ના 3 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,499 રૂપિયા છે. જ્યારે 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 7,499 રૂપિયા છે. આ ફોન જેસલમેર ગોલ્ડ, જસ્ટ બ્લેક અને પોંડિચેરી બ્લુ કલર ઓપ્શનમાં ખરીદી માટે ઉપલબ્ધ છે. આ હેન્ડસેટ 16 એપ્રિલથી બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ અને શાઓમી ઇન્ડિયા વેબસાઇટ પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રેડમી A5 સ્પેસિફિકેશન્સ

રેડમી એ5 સ્માર્ટફોનના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 32 મેગાપિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. રેડમીના આ ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં IP52 રેટિંગ આપવામાં આવ્યું છે.

રેડમી એ5 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 (ગો એડિશન) સાથે આવે છે અને તેમાં 6.88 ઇંચની એચડી + (720×1,640 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. ફોનમાં ઓક્ટાકોર યુનિસોક ટી7250 ચિપસેટ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 4જીબી રેમ અને 128જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે. ફોન પરની રેમને વર્ચ્યુઅલ રીતે 8 જીબી સુધી વધારી શકાય છે.

આ પણ વાંચો – Vivo V50e ની ભારતમાં જોરદાર એન્ટ્રી, લક્ઝરી ડિઝાઇન અને 50MP સેલ્ફી કેમેરો,જાણો કિંમત અને ફિચર્સ

આ રેડમી હેન્ડસેટને પાવર આપવા માટે 5200mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 15W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસનું ડાઇમેંશન 171.7 x 77.8 x 8.26 એમએમ અને વજન 193 ગ્રામ છે.

રેડમી એ5 પર કનેક્ટિવિટી ઓપ્શનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 એમએમ હેડફોન જેક સામેલ છે. ડિવાઇસમાં એઆઇ આધારિત ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. ડિવાઇસની બાજુમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

Web Title: Redmi a5 launched price features and specifications ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×