scorecardresearch
Premium

રેડમીનો સસ્તો સ્માર્ટફોન Redmi A5 લોન્ચ, કિંમત 7 હજારથી ઓછી, 5000mAhની બેટરી અને મોટી ડિસ્પ્લે

Redmi A5 Launch : રેડમી એ5 સ્માર્ટફોન 6.88 ઇંચની ડિસ્પ્લે, 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ અને 5000mAhની મોટી બેટરી સાથે આવે છે. આ મોબાઇલમાં 1.8 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર UNISOC T7250 12nm પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Redmi A5 | Redmi A5 Smartphone | Redmi phone
Redmi A5 Phone Price : રેડમી એ5 સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો રિયર કેમેરો આવે છે.

Redmi A5 Launch : રેડમીએ પોતાનો લેટેસ્ટ એન્ટ્રી-લેવલ 4G સ્માર્ટફોન ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યો છે. રેડમી એ5 કંપનીનો લેટેસ્ટ ફોન છે. નવા રેડમી એ5 હેન્ડસેટમાં 6.88 ઇંચની એચડી + એલસીડી સ્ક્રીન, 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા અને 8 જીબી રેમ સપોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા રેડમી ફોનમાં 128જીબી સુધીનો ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યો છે. જાણો નવા રેડમી એ5 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર.

Redmi A5 Specifications : રેડમી એ5 સ્પેસિફિકેશન્સ

રેડમી એ5 સ્માર્ટફોનમાં 6.88 ઇંચ (1640 x 720 પિક્સલ) એચડી+ આઇપીએસ એલસીડી સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લેનો ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ છે. આ સ્ક્રીન TÜV Rheinland-certified eye protection આપે છે. આ ફોનમાં 1.8 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર UNISOC T7250 12nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં ગ્રાફિક્સ માટે Mali-G57 MP1 આવે છે.

આ રેડમી હેન્ડસેટમાં 3 જીબી રેમ અને 4 જીબી રેમ ઓપ્શન સાથે 64 જીબી અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પ ઉપલબ્ધ છે. રેમને વર્ચ્યુઅલ રીતે 4જીબી સુધી વધારી શકાય છે. 2TB સુધી માઇક્રોએસડી કાર્ડ દ્વારા ફોનના સ્ટોરેજને વધારવાનું શક્ય છે.

રેડમી એ5 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 (Go Edition) સાથે આવે છે. ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે એપર્ચર એફ / 2.0 સાથે 32 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ ડિવાઇસમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે, જે અપર્ચર એફ/ 2.0 સાથે આવે છે.

રેડમી એ5 સ્માર્ટફોનને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 171.7 x 77.8 x 8.26mm અને વજન 193 ગ્રામ છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. હેન્ડસેટમાં 3.5 એમએમ ઓડિયો જેક અને એફએમ રેડિયો જેવા ફીચર્સ આવે છે. કનેક્ટિવિટી માટે, સ્માર્ટફોનમાં ડ્યુઅલ 4જી VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ વગેરે આપવામાં આવ્યા છે.

Redmi A5 Price : રેડમી એ5 કિંમત

રેડમી એ5 સ્માર્ટફોનની કિંમત 79 અમેરિકન ડોલર (લગભગ 6750 રૂપિયા) રાખવામાં આવી છે. આ ફોન પહેલાથી જ ઘણા દેશોમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.

Web Title: Redmi a5 launch price specifications features battery you need know all details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×