scorecardresearch

Realme P4 Pro 5G Launch: રિયલમી એ લોન્ચ કર્યા બે 5G સ્માર્ટફોન, 3000ની ડિસ્કાઉન્ટ ઓફર, જાણો કિંમત અને ફીચર્સ

Realme P4 Pro 5G, Realme P4 5G Launch Price in India: રિયલમી પી4 પ્રો 5જી સ્માર્ટફોનમાં 50MP રિયર કેમેરા, 7000mAhની બેટરી અને 256GB સુધી સ્ટોરેજ આવે છે. બેંક કાર્ડ પર ખરીદવા પર 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકાય છે.

Realme P4 Pro 5G | Realme P4 5G | Realme 5G Phone | Realme Smartphone | Realme P4 5G price | Realme P4 5G features
Realme P4 5G India Launch : રિયલમી પી4 પ્રો અને રિયલમી પી4 5જી સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું સોની IMX896 પ્રાઇમરી રિયર સેન્સર આવેછે. (Photo: @realmeIndia)

Realme P4 Pro 5G, Realme P4 5G Price in India: રિયલમી પી4 પ્રો 5જી સીરિઝ સ્માર્ટફોન ભારતમાં થયા છે. તેમા રિયલમી પી4 પ્રો (Realme P4 Pro) અને રિયલમી પી4 5જી (Realme P4 5G) લેટેસ્ટ સ્માર્ટફોન છે. નવા રિયલમી સ્માર્ટફોનમાં એઆઈ-સંચાલિત 50MP નો પ્રાઇમરી રિયર કેમેરો, 7000mAhની બેટરી અને 256GB સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. Realme P4 Pro અને Realme P4 5G સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો આ લેટેસ્ટ રિયલમી ફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Realme P4 Pro 5G In India : ભારતમાં રિયલમી પી4 પ્રો 5જી કિંમત

Realme P4 Pro 5G સ્માર્ટફોનની કિંમત 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 26,999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 28,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ફોન બિર્ક વૂડ, ડાર્ક ઓક વૂડ અને મિડનાઇટ આઇવી કલરમાં આવે છે.

Realme P4 Pro 5G સ્માર્ટફોનને પસંદગીના બેંક કાર્ડ સાથે 3,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકે છે. આ ઉપરાંત 2,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર અને ત્રણ મહિના માટે નો-કોસ્ટ ઈએમઆઈ વિકલ્પ પણ છે. આ ડિવાઇસનું વેચાણ 27 ઓગસ્ટે બપોરે 12 વાગ્યે શરૂ થશે.

Realme P4 5G Price In India : ભારતમાં રિયલમી પી4 5જી કિંમત

Realme P4 5G સ્માર્ટફોનના 6GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 18,499 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,49 રૂપિયા છે.

Realme P4 5G સ્માર્ટફોન પસંદગીના બેંક કાર્ડ સાથે 2,500 રૂપિયા અને 1,000 રૂપિયાના એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. હેન્ડસેટને આજે સાંજે 6 થી 10 દરમિયાન લિમિટેડ Early Bird Sale માં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. ફોનનું વેચાણ તમામ પ્લેટફોર્મ પર 25 ઓગસ્ટથી શરૂ થશે.

Realme P4 5G સિરીઝને રિયલમી ઇન્ડિયાની વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને પસંદગીના ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Realme P4 Pro 5G Specifications : રિયલમી પી4 પ્રો 5જી સ્પેસિફિકેશન્સ

રિયલમી પી5 પ્રો 5જી સ્માર્ટફોનમાં 6.8 ઇંચની ફુલએચડી+ (1,080×2,800 પિક્સલ) AMOLED 4D Curve+ સ્ક્રીન આપવામાં આવી છે, જે 144હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 6500 નિટ્સ પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન ઓફર કરે છે. ફોનમાં સ્નેપડ્રેગન 7 Gen 4 પ્રોસેસર, 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોન Android 15 આધારિત Realme UI 6 સાથે આવે છે.

રિયલમી પી4 પ્રો 5જી સ્માર્ટફોનને AI-સંચાલિત હાઇપર વિઝન ચિપસેટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે 7000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 80W ફાસ્ટ ચાર્જિંગ અને 10W રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ફોટોગ્રાફી માટે સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું સોની IMX896 પ્રાઇમરી રિયર સેન્સર છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) સાથે આવે છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવ્યું છે. Realme P4 Pro 5Gમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50 મેગાપિક્સલનું OV50D સેન્સર આપવામાં આવ્યું છે. આગળના અને પાછળના કેમેરા 60fps પર 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.

કનેક્ટિવિટી માટે સ્માર્ટફોનમાં 5જી, 4જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટ ધૂળ અને પાણીના પ્રતિકાર માટે IP65 અને IP66 મેળવવાનો દાવો કરે છે. ડિવાઇસમાં સિક્યોરિટી માટે ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનની જાડાઈ 7.68 મીમી છે અને તેનું વજન 187 ગ્રામ છે.

Web Title: Realme p4 5g series launch in india price features specifications and more check here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×