Realme P3 Pro Launch Date, Price, Features : રિયલમીએ ભારતમાં પોતાના લેટેસ્ટ સ્માર્ટફોનની લોન્ચિંગ ડેટની જાહેરાત કરી છે. Realme P3 Pro સ્માર્ટફોનને ભારતમાં 18 ફેબ્રુઆરી (મંગળવાર)ના રોજ લોન્ચ કરવામાં આવશે. જણાવી દઈએ કે રિયલમીના આ લેટેસ્ટ ફોનમાં ડિઝાઈન અને કેમેરા પર ફોકસ કરવામાં આવ્યું છે. રિયલમી પી3 પ્રો માં કંપનીએ દમદાર ગેમિંગ પરફોર્મન્સ મળવવાનું વચન આપ્યું છે.
રિયલમી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રિયલમી પી3 પ્રોની લોન્ચિંગ ઇવેન્ટ બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. આ ઇવેન્ટને રિયલમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. કંપની તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લોન્ચ સાથે જોડાયેલી જાણકારી પણ પોસ્ટ કરશે.
રિયલમી પી 3 પ્રો ચિપસીટ
રિયલમી પી 3 પ્રો તેના સેગમેન્ટનો પહેલો સ્માર્ટફોન હશે જે ક્વોલકોમ સ્નેપડ્રેગન 7 એસ જેન 3 પ્રોસેસર સાથે આવશે. પ્રોસેસર 4 એનએમ ટીએસએમસી પ્રક્રિયા પર આધારિત છે. કંપનીએ આ ચિપસેટ સાથે વધુ સારું સીપીયુ અને જીપીયુ પરફોર્મન્સ મળવવાનું વચન આપ્યું છે, જેના કારણે તે લોકપ્રિય ગેમ્સ અને એપ્સ માટે યોગ્ય પસંદગી છે.
રિયલમી પી 3 પ્રો ડિસ્પ્લે
રિયલમીએ પુષ્ટિ કરી છે કે રિયલમી પી3 પ્રોમાં ક્વાડ-કર્વ્ડ એજફ્લો ડિસ્પ્લે હશે. આ ડિસ્પ્લેને ખાસ કરીને ગેમિંગનો વધુ સારો અનુભવ મળે તેવા આશયથી ડિઝાઈન કરવામાં આવી છે. આ ઇનોવેટિવ ડિસ્પ્લે ટેકનોલોજી સાથે ફોનમાં ઇંગેજિંગ વિઝ્યુલ એક્સપીરિયન્સ મળવાનો વાયદો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – ફેબ્રુઆરીમાં લોન્ચ થશે આ 5 પાવરફુલ સ્માર્ટફોન, વાજબી કિંમત પર શાનદાર ફીચર્સ
રિયલમી પી 3 પ્રો બેટરી
Realme P3 સ્માર્ટફોનમાં 6000mAhની મોટી બેટરી મળશે જે 80W ફાસ્ટ ચાર્જિંગ ક્ષમતા સાથે આવશે. આ ઉપરાંત ડિવાઇસને એડવાન્સ એરોસ્પેસ વીસી કૂલિંગ સિસ્ટમ આપવામાં આવશે.
રિયલમીએ ગેમિંગ ફોનમાં જીટી બુસ્ટ ટેક્નોલોજી લાવવા માટે ક્રાફ્ટન સાથે ભાગીદારી કરી છે, જે ફોનમાં કંસોલ જેવા ગેમિંગ પરફોર્મન્સ આપવાનું વચન આપે છે. આ ટેકનોલોજી સાથે ફાસ્ટ રિસ્પોન્સ ટાઇમ, સચોટ હાવભાવ ઓળખની અપેક્ષા રાખવામાં આવે છે.