Realme P3 Pro 5G Launch: રિયલમી કંપનીએ ભારતમાં પોતાની લેટેસ્ટ રિયલમી પી3 સીરીઝ લોન્ચ કરી છે. કંપનીએ એક ઓનલાઇન ઇવેન્ટમાં Realme P3 Pro 5G અને Realme P3x 5G સ્માર્ટફોન રજૂ કર્યા હતા. નવા Realme P3 Pro 5G સ્માર્ટફોનમાં 6.8 ઇંચની OLED ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 7s જેન 3 પ્રોસેસર અને 12GB સુધીની રેમ અને 14GB સુધીની વર્ચ્યુઅલ રેમ આપવામાં આવી છે. ફોનમાં 6050mm² VC કુલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ચાલો રિયલમી પી3 પ્રો 5જી સ્માર્ટફોનની કિંમત અને ખાસિયતો વિશે વિગતવાર જાણીયે
Realme P3 Pro 5G Specifications : રિયલમી પી3 પ્રો 5જી સ્પેસિફિકેશન
રિયલમી પી3 પ્રો 5જી સ્માર્ટફોનમાં 6.83 ઇંચ (2800 x 1272 પિક્સલ) 1.5K કર્વ્ડ AMOLED સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. હેન્ડસેટમાં 2.5 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 7s Gen 3 4nm મોબાઇલ પ્લેટફોર્મ અને Adreno 720 GPU છે.
રિયલમી પી3 પ્રો 5જી સ્માર્ટફોનમાં 8GB રેમ અને 128GB સ્ટોરેજ, 8GB રેમ અને 8GB રેમ અને 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. આ રિયલમી સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ realme UI 6.0 સાથે આવે છે.
Realme P3 Pro 5G સ્માર્ટફોનમાં અપર્ચર f/1.8, OIS સાથે 50MP 1/1.56″ Sony IMX896 સેન્સર આવે છે. આ ઉપરાંત એપર્ચર F/2.4 સાથે 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર પણ છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ/ 2.45 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ડિવાઇસમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
ઉપકરણને પાવર આપવા માટે 6000mAh ની મોટી બેટરી આવે છે જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ અને હાઇ-રેઝ ઓડિયો ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે અને તે IP66+IP68+IP69 રેટિંગ્સ સાથે આવે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 7.99 મીમી અને વજન 199 ગ્રામ છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, ડ્યુઅલ 4જી VoLTE, વાઇફાઇ 6 802.11એએક્સ, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આવે છે.
Realme P3 Pro Price : રિયલમી પી3 પ્રો 5જી સ્માર્ટફોનની કિંમત
રિયાલિટી પી3 પ્રો 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26999 રૂપિયા છે.
લેટેસ્ટ Realme P3 Pro 5G સ્માર્ટફોન 25 ફેબ્રુઆરીથી રિયલમીની વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને ઓફલાઇન સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. લોન્ચ ઓફર હેઠળ, આ સ્માર્ટફોનને બેંક ડિસ્કાઉન્ટ સાથે 2000 રૂપિયાની બેંક ઓફર સાથે લઈ શકાય છે. આ સ્માર્ટફોન ખરીદવા પર 6 મહિના સુધીના નો-કોસ્ટ ઇએમઆઇનો લાભ પણ ઉઠાવી શકાય છે.