Realme Narzo 80 Pro 5G Launch In India : રિયલમીએ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી ભારતમાં લોન્ચ કર્યો છે. રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી કંપનીનો લેટેસ્ટ હેન્ડસેટ છે. નવા રિયલમી હેન્ડસેટમાં 6.7 ઇંચની ફુલએચડી+ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે, ડિમેન્સિટી 7400 પ્રોસેસર અને 12 જીબી સુધીની ઇનબિલ્ટ રેમ અને 14 જીબી સુધીની વર્ચ્યુઅલ રેમ આપવામાં આવી છે. જાણો રિયલમીના આ લેટેસ્ટ ફોનમાં શું છે ખાસ? કિંમત અને ફીચર્સ સંબંધિત દરેક વિગતો
Realme NARZO 80 Pro 5G Specifications : રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી સ્પેસિફિકેશન
રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફુલએચડી + એમોલેડ સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે અને તેનો ટચ સેમ્પલિંગ રેટ 240Hz છે. સ્ક્રીન 2500 હર્ટ્ઝ સુધીનો ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન 4500 નીટ પીક બ્રાઇટનેસ સાથે આવે છે. આ ડિવાઇસમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી 7400 4એનએમ પ્રોસેસર અને માલી-જી615 એમસી2 જીપીયુ આપવામાં આવ્યું છે.
રિયલમીના આ નવા સ્માર્ટફોનમાં 8જીબી રેમ સાથે 128જીબી અને 256જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં એન્ડ્રોઇડ 5 બેઝ્ડ realme UI 6.0 આવે છે.
ફોટોગ્રાફી માટે, Realme NARZO 80 Pro 5G માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં એપર્ચર એફ / 1.88 સાથે 50MP પ્રાઇમરી સેન્સર છે, એપર્ચર એફ / 2.4 સાથે 2 મેગાપિક્સલનું મોનોક્રોમ સેન્સર છે. ડિવાઇસમાં એપર્ચર એફ / 2.4 સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
રિયલમી સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર, યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને હાઇ-રેઝ ઓડિયો આપવામાં આવ્યા છે. હેન્ડસેટ મિલિટરી-ગ્રેડ ડ્યુરબિલિટી (એમઆઇએલ-એસટીડી 810એચ) અને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ (IP66+IP68+IP69) રેટિંગ ધરાવે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 162.75×74.92×7.55mm છે અને વજન 179 ગ્રામ છે.
નાર્ઝો 80 પ્રો 5જી પર કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, ડ્યુઅલ 4જી VoLTE, વાઇ-ફાઇ 6 802.11ac, બ્લૂટૂથ 5.4, જીપીએસ, ગ્લોનાસ અને યુએસબી ટાઇપ-સી સામેલ છે. હેન્ડસેટને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Realme NARZO 80 pro 5G Price : રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી કિંમત
રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 19999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,499 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23,499 રૂપિયા છે. આ ડિવાઇસને નાઇટ્રો ઓરેન્જ, રેસિંગ ગ્રીન અને સ્પીડ સિલ્વર કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
રિયલમીનો આ ફોન આજે સાંજે 6 વાગ્યાથી અર્લી બર્ડ સેલમાં ઓપન સેલમાં વેચવામાં આવશે. ફોન પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. કંપનીએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે રિયલમી નાર્ઝો 80 પ્રો 5જી સ્માર્ટફોનની ખરીદી પર વિદ્યાર્થીઓને 1299 રૂપિયાનો એક્સક્લુઝિવ લાભ મળશે.