Realme GT 7 Pro Racing Edition Launch: રિયલમી જીટી 7 પ્રો રેસિંગ એડિશન સ્માર્ટફોન લોન્ચ થયો છે. આ સ્માર્ટફોન ગેમિંગનો વધુ સારો અનુભવ આપવાનો દાવો કરે છે અને ખાસ કરીને યુવા ગેમર્સને ધ્યાનમાં રાખીને તેને લોન્ચ કરવામાં આવ્યો છે. રિયલમી જીટી 7 પ્રો રેસિંગ એડિશનમાં 6500mAhની બેટરી, 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને બાયપાસ ચાર્જિંગ તેમજ સેટેલાઇટ કનેક્ટિવિટી આપવામાં આવી છે. લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફીચર્સ સહિત દરેક વિગત
Realme GT 7 Pro Racing Edition Price : રિયલમી જીટી 7 પ્રો રેસિંગ એડિશન કિંમત
રિયાલિટી જીટી 7 પ્રો રેસિંગ એડિશન સ્માર્ટફોન 4 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. રિયલમી જીટી 7 પ્રો રેસિંગ એડિશન સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3099 યુઆન (લગભગ 36,900 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3399 યુઆન (લગભગ 40,500 રૂપિયા) છે. તેવી જ રીતે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3699 યુઆન (લગભગ 44,100 રૂપિયા) અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3999 યુઆન (લગભગ 47,600 રૂપિયા) છે.
રિયલમી જીટી 7 પ્રો રેસિંગ એડિશન સ્માર્ટફોનના નવા વેરિઅન્ટ હાલમાં જ ચીનમાં ઉપલબ્ધ છે અને તેને રિયલમી ચીનના ઇ-સ્ટોર અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે. આ ફોન નેપ્ચ્યૂન એક્સપ્લોરેશન અને સ્ટાર ટાઇટેનિયમ ફિનિશ સાથે આવે છે.
Realme GT 7 Pro Racing Edition Specifications : રિયલમી જીટી 7 પ્રો રેસિંગ એડિશનના સ્પેસિફિકેશન્સ
રિયલમી જીટી 7 પ્રો રેસિંગ એડિશન સ્માર્ટફોનમાં 6.7 ઇંચની 8ટી OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 6000 નીટ સુધીની પીક બ્રાઇટનેસ આપે છે. સ્ક્રીન 2600 હર્ટ્ઝ ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ અને ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે. ફોનમાં ક્વાલકોમ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સમાં એડ્રેનો 830 જીપીયુ, 16 જીબી સુધીની રેમ અને 512 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ નો સમાવેશ થાય છે. આ રિયલમી સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Realme UI 6 સાથે આવે છે.
રિયલમીનું રેસિંગ એડિશન વર્ઝન જીટી પરફોર્મન્સ એન્જિનને સપોર્ટ કરે છે અને કંપનીનો દાવો છે કે તેને વધુ સ્ટેબલ ફ્રેમ રેટ મળશે. આ સ્માર્ટફોન વધુ સારી કૂલિંગ સિસ્ટમ સાથે આવે છે.
રિયલમી જીટી 7 પ્રો રેસિંગ એડિશન મોબાઇલમાં અપાર્ચર એફ/1.8 સાથે 50 મેગાપિક્સલનું સોની IMX896 પ્રાઇમરી સેન્સર આવે છે, જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ)ને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં એપર્ચર એફ/ 2.2 સાથે 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 16 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
રિયલમી જીટી 7 રેસિંગ એડિશન સ્માર્ટફોનને પાવર આપવા માટે 6500mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને બાયપાસ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, ડ્યુઅલ 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.4, જીપીએસ, એનએફસી, સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમ 2.0 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ સામેલ છે. સિક્યોરિટી માટે ફોનમાં ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
રિયલમી જીટી 7 પ્રો રેસિંગ એડિશન ધૂળ અને પાણી સામે પ્રતિકાર માટે IP68+IP69 રેટિંગ ધરાવતી હોવાનો દાવો કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 162.45 x 76.89 x 8.55mm અને વજન 218 ગ્રામ છે.