Realme GT 7 Pro Launched: રિયલમીએ આખરે પોતાનો નવો સ્માર્ટફોન Realme GT 7 Pro ભારતમાં લોન્ચ કર્યો છે. રિયલમી જીટી 7 પ્રો કંપનીનો લેટેસ્ટ ફોન છે. રિયલમીના નવા ફોનમાં અગાઉના રિયલમી જીટી પ્રો અને રિયલમી જીટી 2 પ્રો સ્માર્ટફોનની તુલનામાં અપગ્રેડ ફીચર્સ આપવામાં આવ્યા છે. રિયલમીનો આ લેટેસ્ટ ફોન 16 GB રેમ, 512GB સ્ટોરેજ અને 5800mAhની મોટી બેટરી સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જાણો રિયલમી જીટી 7 પ્રોની કિંમત અને ફીચર્સ
રિયલમી જીટી 7 પ્રો કિંમત
રિયાલિટી જીટી 7 પ્રો ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 59,999 રૂપિયા છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 65,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. હેન્ડસેટનું વેચાણ 29 નવેમ્બરે બપોરે 12 વાગ્યે રિયલમી ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ અને એમેઝોન પર શરૂ થશે. જીટી7 પ્રો સ્માર્ટફોન માર્સ ઓરેન્જ અને ગેલેક્સી ગ્રે કલરમાં ઉપલબ્ધ થશે.
રિયલમી જીટી 7 પ્રો ફિચર્સ
રિયલમી જીટી 7 પ્રો માં 6.78 ઇંચની મોટી એલટીપીઓ એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે ફુલએચડી+ રિઝોલ્યુશન ઓફર કરે છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. આ ડિસ્પ્લે ડોલ્બી વિઝન અને એચડીઆર10+ કન્ટેન્ટને સપોર્ટ કરે છે. ફોનની બોડી એલ્યુમિનિયમની બનેલી છે અને તેમાં એજી ગ્લાસ રિયર પેનલ આપવામાં આવી છે. રિયલમીના આ હેન્ડસેટને IP69 રેટિંગ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – ઓપ્પો રેનો 13 પ્રો લોન્ચ, જાણો કિંમત અને ફીચર
રિયલમી જીટી 7 પ્રો ભારતમાં નવા સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર સાથે લોન્ચ થનારો પહેલો ફોન છે. ચિપસેટ 3 એનએમ ફેબ્રિકેશન પ્રક્રિયા પર આધારિત છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 162.45×76.89×8.55 એમએમ અને તેનું વજન 222 ગ્રામ છે. ફોનમાં 16 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો
Realme GT 7 Proમાં 50 મેગાપિક્સલનો સોની IMX906 પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આ સિવાય 50 મેગાપિક્સલનો સોની IMX882 મેગાપિક્સલ ટેલિફોટો અને 8 મેગાપિક્સલ સોની આઇએમએક્સ355 અલ્ટ્રા વાઇડ કેમેરા સેન્સર છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Realme જીટી 7 પ્રો સ્માર્ટફોન Realme UI 6.0 સાથે આવે છે, જે એન્ડ્રોઇડ 15 પર આધારિત છે. કંપનીનો દાવો છે કે ફોનમાં ત્રણ વર્ષ માટે સોફ્ટવેર અપડેટ્સ અને ચાર વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.