scorecardresearch
Premium

Realme GT 6 Launch: રિયલમી જીટી 6 લોન્ચ, સ્માર્ટફોનના પ્રી ઓર્ડર પર 5000ની બચત, જાણો કિંમત અને ફીચર્સ

Realme GT 6 Price And Features: રિયલમી જીટી 6 સ્માર્ટફોન પાવરફુલ 5500 mAh બેટરી અને શાનદાર 50 એમપી કેમેરા સાથે ઉપલબ્ધ છે. જાણો આ લેટેસ્ટ સ્માર્ટફોનની કિંમત અને તમામ ખાસિયતો

realme gt 6 smartphone | realme gt 6 price | realme gt 6 features | realme gt 6 specifications | realme gt 6 camera | latest realme smartphone
Realme GT 6 Features: રિયલમી જીટી 6 કંપનીનો લેટેસ્ટ ટોપ એન્ડ સ્માર્ટફોન છે. (Photo – Social Media)

Realme GT 6 Price And Features: રિયલમી જીટી 6 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે, તે રિયલમી જીટી સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. રિયલમી જીટી 6ટી પછી લોન્ચ થયેલો રિયલમી જીટી 6 કંપનીનો લેટેસ્ટ ટોપ એન્ડ સ્માર્ટફોન છે. નવા રિયલમી જીટી 6 સ્માર્ટફોન 6.78 ઇંચની 1.5K LTPO AMOLED સ્ક્રીન, 6000 નિટ્સ પીક બ્રાઇટનેસ અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન સાથે આવે છે. આ સ્માર્ટફોન પ્રી ઓર્ડર પર કૂલ 5000 રૂપિયા સુધીની બચત થશે.

રિયલમી જીટી 6 સ્પેસિફિકેશન (Realme GT 6 specifications

રિયલમી જીટી 6 સ્માર્ટફોનમાં 6.78 ઇંચ (2780×1264 પિક્સલ) 120 હર્ટઝ 8T LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન 6000 નિટ્સ, ડોલ્બી વિઝન સુધીની ટોચની બ્રાઇટનેસ ઓફર કરે છે. ફોનમાં સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.

રિયલમીનો આ મોબાઇલ ફોન ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8એસ Gen 3 4nm મોબાઇલ પ્લેટફોર્મ સાથે આવે છે. તેમાં એડ્રેનો 735 GPU છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ અને 12 જીબી રેમ ઓપ્શન આપવામાં આવ્યા છે. જ્યારે સ્ટોરેજ માટે 256GB અને 512GB સ્ટોરેજ ઓપ્શન ઉપલબ્ધ છે. આ ફોન એન્ડ્રોઇડ 13 બેઝ્ડ રિયલમી UI 5 સાથે આવે છે. સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે.

રિયલમી જીટી 6 કેમેરા (Realme GT 6 Camera)

ફોટોગ્રાફી માટે રિયલમી જીટી 6 સ્માર્ટફનમાં અપર્ચર એફ / 1.69 અને ઓઆઇએસ સાથે 50 એમપી પ્રાઇમરી, 8-મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ અને 50MP ટેલિફાઇડિયા કેમેરો આપવામા આવ્યો છે. ટેલિફોટો કેમેરા 4K 60fps વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનમાં પર્ચર F/ 2.45 સાથે સોની IMX615 સેન્સર આપવામાં આવ્યું છે, જે 4K 30fps સુધી વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

રિયલમી જીટી 6નું માપ 162×75×8.6 મીમી છે અને તેનું વજન 199 ગ્રામ છે. આ સ્માર્ટફોનમાં IP65 રેટિંગ મળે છે. હેન્ડસેટમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને હાઇ-રેઝ ઓડિયો જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસને પાવર આપવા માટે 5500 mAh બેટરીમાં 100W Super Vooc ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 802.11 ax, બ્લૂટૂથ 5.4, એનએફસી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

રિયલમી જીટી 6 કિંમત (Realme GT 6 Price)

રિયાલિટી જીટી 6 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 40,999 રૂપિયા, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 42,999 રૂપિયા છે. તો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 44,999 રૂપિયામાં આવે છે. લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનનું પ્રી-ઓપ 4 દેશમાં શરૂ થઈ ગયુ છે. આ હેન્ડસેટનું વેચાણ ફ્લિપકાર્ટ, રિયલમીની વેબસાઇટ અને ઓફલાઇન સ્ટોર્સ પર 25 જૂનથી શરૂ થશે.

આ પણ વાંચો | વોટરપ્રુફ સ્માર્ટફોન વીવો વી40 લોન્ચ, 50MP સેલ્ફી કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ

રિયલમી જીટી 6 સ્માર્ટફોનના પ્રી ઓર્ડર પર 5000ની બચત

રિયલમી જીટી 6 સ્માર્ટફોન ICICI બેન્ક, HDFC બેન્ક અને SBI કાર્ડ વડે ખરીદવા પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એક્સચેન્જમાં ફોન લેવા પર 1000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આમ આ લેટેસ્ટ રિયલમી જીટી 6 સ્માર્ટફોન પ્રી ઓર્ડર કરવા પર તમને 5000 રૂપિયાની બચત થશે. આ સ્માર્ટફોન 12 મહિના સુધીના નો-કોસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકાય છે.

Web Title: Realme gt 6 launch price features specifications camera battery check all details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×