scorecardresearch
Premium

શું તમે જોયો Realme C65 નો નવો અવતાર? જાણો 50MP કેમેરાવાળા આ સસ્તા ફોનની કિંમત અને ફિચર્સ

Realme C65 5G Launched : Realme C65 સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે

realme c65, realme c65 price
Realme C65 5G Launched : રિયલમીએ પોતાના Realme C65 5G સ્માર્ટફોનનું નવું સ્પીડી રેડ વેરિઅન્ટ લોન્ચ કર્યું

Realme C65 5G Launched : રિયલમીએ પોતાના Realme C65 5G સ્માર્ટફોનનું નવું સ્પીડી રેડ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. એપ્રિલ 2024 માં લોન્ચ થયેલ Realme C65 5G સ્માર્ટફોન મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર, 6.67 ઇંચની એલસીડી ડિસ્પ્લે અને 50MP પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફીચર્સ સાથે આવે છે. નવા રેડ કલર વેરિઅન્ટમાં અગાઉ લોન્ચ થયેલા ફેધર ગ્રીન મોડલ જેવી જ ડિઝાઇન આપવામાં આવી છે. આવો તમને જણાવીએ કે નવા રિયલમી સ્માર્ટફોનમાં શું છે ખાસ.

રિયલમી સી65 કિંમત (Realme C65 Price)

નવું સ્પીડી રેડ વેરિઅન્ટ ફ્લિપકાર્ટ અને રિયલમીની ઓફિશિયલ વેબસાઇટ પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નવા કલર વેરિઅન્ટને પ્રમોટ કરવા માટે કંપની 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

Realme C65 સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 10,490 રૂપિયામાં ખરીદી શકાય છે. તે જ સમયે, 11,490 રૂપિયામાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ મેળવવાની તક છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 12,490 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

રિયલમી સી65 ફિચર્સ (Realme C65 features)

Realme C65 સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ફનમાં 2 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર પણ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો – ઇન્ફિનિક્સ નોટ 40 સિરીઝ રેસિંગ એડિશન 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Realme C65 5Gમાં 6.67 ઇંચની એલસીડી સ્ક્રીન છે જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને HD+ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં MiniCapsule 2.0 પણ છે જે એપલના ડાયનેમિક આઇલેન્ડ જેવું છે. તેના પર યૂઝર્સ નોટિફિકેશન અને બેટરી સ્ટેટસ ચેક કરી શકે છે. ફોનમાં 4 જીબી રેમ અને 8 જીબી રેમ ઓપ્શન આપવામાં આવ્યું છે. રેમને વર્ચ્યુઅલ રીતે પણ વિસ્તૃત કરી શકાય છે.

ફોનમાં 5000mAhની બેટરી

રિયલમીના આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલોક અને IP54 રેટિંગ આપવામાં આવ્યું છે. ફોનને પાવર આપવા માટે 5000mAhની બેટરી આપવામાં આવી છે, જે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં Air Gestures અને ડાયનમિક બટન આપવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે રિયલમીએ હાલમાં જ નાર્ઝો સીરીઝનો નવો વેરિયન્ટ રિયલમી નાર્ઝો એન63 સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. આ ફોનમાં યૂનિસોક ટી612 પ્રોસેસર અને વીગન લેધર બેક ઓપ્શન આપવામાં આવ્યું છે. આ ડિવાઇસની કિંમત 7,999 રૂપિયા છે.

Web Title: Realme c65 speedy red colour variant launched price features specifications ag

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×