scorecardresearch
Premium

Realme C75 Launched: રિયલમી સી75 સ્માર્ટફોન લોન્ચ, 6000mAh બેટરી અને 50 MP કેમેરા, જાણો કિંમત અને ફીચર્સ

Realme C75 Smartphone Price And Features: રિયલમી સી75 સ્માર્ટફોન 6000mAh બેટરી, 512 જીબી સુધીની રેમ અને 8 જીબી સુધી સ્ટોરેજ સાથે લોન્ચ થયો છે. જાણો લેટેસ્ટ બજેટ 4જી રિયલમી સ્માર્ટફોનની કિંમત અને ફીચર

Realme C75 Launched | Realme C75 Price | Realme C75 features | Realme C75 battery | latest Realme 4g budget smartphone | best Realme smartphone
Realme C75 Price And Features: રિયલમી સી75 સ્માર્ટફોન 8 જીબી રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે લોન્ચ થયો છે. (Photo: Realme)

Realme C75 Launched: રિયલમી સી75 સ્માર્ટફોન પરથી પડદો ઉઠ્યો છે. રિયલમી કંપની દ્વારા લેટેસ્ટ સી સીરિઝ બજેટ 4G સ્માર્ટફોન વિયેતનામમાં લોન્ચ કર્યો છે. Realme C75 કંપનીનો નવો ફોન છે અને તેમાં 6.72 ઇંચની ફુલએચડી + 90 હર્ટ્ઝ સ્ક્રીન, મીડિયાટેક હેલિયો જી92 પ્રોસેસર, 8 જીબી રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ મોબાઇલની સૌથી મોટી ખાસિયત 6000mAhની બેટરી છે. ચાલો રિયલમી સી75 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે

Realme C75 Specifications : રિયલમી સી75 સ્પેસિફિકેશન

Realme C75 સ્માર્ટફોનમાં 6.72 ઇંચ (2400 x 1080 પિક્સલ) ફુલએચડી + આઇપીએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનમાં 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 180 હર્ટ્ઝની ટચ સેમ્પલિંગ રેટ છે. સ્ક્રીન 690 નાઇટ્સ પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે. રિયલમીના આ બજેટ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો જી92 મેક્સ 12nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ARM Mali G52 2EEMC2 GPU પણ છે.

રિયલમી સી75માં 8 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ / 256 જીબી સ્ટોરેજ અને 512 જીબી સ્ટોરેજ વિકલ્પ છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે.

રિયાલમી સી75 સીરિઝ સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ realme UI 5.0 સાથે આવે છે. Realme C75માં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા, સેકન્ડરી સેન્સર અને એલઇડી ફ્લેશ આપવામાં આવ્યો છે. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

Realme C75ને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્સન 165.69 x 76.22 x 7.99mm અને વજન 196 ગ્રામ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.1, જીપીએસ, યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Realme C75 Price : રિયલમી સી75 કિંમત

રિયાલિટી સી75 સ્માર્ટફોન ગોલ્ડ અને બ્લેક કલરમાં આવે છે. હેન્ડસેટના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5690000 વિયેતનામીઝ ડોન્ગ (લગભગ 18900 રૂપિયા) છે. લેટેસ્ટ રિયલમી 4જી સ્માર્ટફોનનું પ્રી બુકિંગ શરૂ થઈ ગયું છે અને તેનું વેચાણ 1 ડિસેમ્બરથી વિયેતનામમાં શરૂ થશે.

Web Title: Realme c 75 launched with 6000mah battery price specifications features know all details here as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×