scorecardresearch
Premium

Realme 14 Pro 5G Series: દુનિયાના પ્રથમ સીઝન મુજબ કલર બદલતા સ્માર્ટફોનની પહેલી ઝલક, ભારતમાં આ તારીખ લોન્ચ થશે

Realme 14 Pro 5G Series Launch In India: રિલમી 14 પ્રો સીરિઝ 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઇ રહ્યો છે. આ સ્માર્ટફોનમાં દુનિયાની પ્રથમ કોલ્ડ-સેન્સિટિવ કલર-ચેન્જિંગ બેક પેનલ હશે, જે સીઝન પ્રમાણ રંગ બદલશે.

Realme 14 Pro 5G Series | Realme 14 Pro 5G Series smartphone | latest Realme smartphone
Realme 14 Pro 5G Series Launch In India: રિયલમી 14 પ્રો 5જી સીરિઝ સ્માર્ટફોન ચાર કલરમાં રજૂ કરવામાં આવશે. (Photo: @realmeIndia)

Realme 14 Pro 5G Series Launch In India: રિયલમી 14 પ્રો સીરિઝ 5જી સ્માર્ટફોન હાલ ચર્ચામાં છે. આ લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોન દુનિયાન પ્રથમ સીઝન પ્રમાણ કલર બદલતો સ્માર્ટફોન છે. હવે કંપનીએ નવી રિયલમી 14 પ્રો સીરિઝ 5Gના ગ્લોબલ લોન્ચની જાહેરાત કરી છે. રિલયમી કંપનીએ સોશિયલ મીડિયા X પર લેટેસ્ટ અપકમિંગ રિયલમી 14 પ્રો 5જી સીરિઝ સ્માર્ટફોનના ફોટા શેર કર્યા છે.

રિયલમી 14 સીરીઝ સમાર્ટફોનમાં કંપની બે નવા મોડલ રજૂ કરશે – રિયલમી 14 પ્રો અને રિયલમી પ્રો પ્લસ. ભારતમાં પણ રિયલમીના આ બે ફોન એક જ દિવસે રજૂ કરવામાં આવશે. જો કે ભારતીય વેરિએન્ટની ડિઝાઈનમાં કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

રિયલમી 14 પ્રો અને Realme 14 Pro Plus સ્માર્ટફોનને બહુપ્રતિક્ષિત પર્લ વ્હાઇટ કલરમાં રજૂ કરવામાં આવશે. એટલે કે કંપની આ બંને ફોનમાં દુનિયાની પ્રથમ કોલ્ડ-સેન્સિટિવ કલર-ચેન્જિંગ બેક પેનલ આપશે. તમને જણાવી દઇયે કે, રિયલમી આ સ્માર્ટફોનના વિવિધ તાપમાનમાં બેક પેનલ માટે થર્મોક્રોમિક પિગમેન્ટ્સનો ઉપયોગ કરી રહ્યું છે. જ્યારે તાપમાન 16 ડિગ્રીથી ઓછું થશે ત્યારે ફોનનો કલર બદલાઈ વાઈબ્રેટ બ્લૂ થઈ જશે અને જ્યારે ફરીથી તાપમાન વધશે તો ફોનની બેક પેનલ પર્લ વ્હાઈટ કલરમાં પાછી આવી જશે.

Realme 14 Pro 5G Series : ભારતીય વેરિએન્ટમાં ખાસ ફીચર

લોન્ચિંગ પહેલા રિયલમી એ કન્ફર્મ કર્યું છે કે રિયલમી 14 પ્રો 5જી સીરિઝ સ્માર્ટફોન ચાર કલરમાં રજૂ કરવામાં આવશે. આમાંથી બે ભારતના એક્સક્લુઝિવ વેરિએન્ટ છે. બીકાનેર પર્પલ અને જયપુર પિંક મોડલ માત્ર ભારતમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

https://twitter.com/ziyahusami/status/1876197768550850916

Realme 14 Pro 5G Series ભારતમાં ક્યારે લોન્ચ થશે

રિયલમી 14 પ્રો અને રિયલમી 14 પ્રો પ્લસ સ્માર્ટફોન ભારતમાં 16 જાન્યુઆરી, 2025 લોન્ચ થશે.

કંપની દ્વારા રિયલમી 14 પ્રો 5જી સીરિઝ સ્માર્ટફોનના હાર્ડવેર સ્પેસિફિકેશન્સ વિશે ઘણી જાણકારી સામે આવી છે. રિયલમી 14 પ્રો સીરિઝ 5જી સ્માર્ટફોનમાં ક્વાડ કર્વ્ડ ડિસ્પ્લે, ટ્રિપલ કેમેરા સેટઅપ, ક્વોલકોમનું સ્નેપડ્રેગન 7s જેન 3 પ્રોસેસર, IP66, IP68 અને IP69 સર્ટિફિકેશન આપવામાં આવશે.

Web Title: Realme 14 pro 5g series launch india 16 january 2025 expected price feature specifications color camera details as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×