scorecardresearch
Premium

RBI Notes Exchange Rules: એટીએમ માંથી ફાટેલી નોટ નીકળે તો ક્યાં બદલવી? જાણો RBIનો નિયમ

RBI Torn Notes Exchange Rules: એટીએમ માંથી ફાટેલી ચલણી નોટ નીકળે તો ગભરાશો નહીં, તે સરળતાથી બદલાવી શકો છે. જાણો એક વખતમાં કેટલી અને કેટલા મૂલ્યની ચલણ નોટ એક્સચેન્જ કરાવી શકાય છે.

rbi | rbi news | rbi rules | rbi Torn Notes Exchange Rules | Torn Exchange Notes Rules | atm | How To Exchange Torned Notes | India Notes
RBI Torn Notes Exchange Rules: આરબીઆઈ દ્વારા ફાટેલી નોટ બદલાવા માટે નિયમ નક્કી કર્યા છે. (Photo: RBI)

RBI Rules About Torn Notes Exchange From ATM : એટીએમ માંથી રોકડ ઉપાડવાની સુવિધા સરળ છે. ઘણી વખત એટીએમ માંથી ફાટેલી નોટ નીકળતા લોકો ચિંતિત થઇ જાય છે. લોકોના મનમાં સવાલ થાય છે કે, હવે આ ફાટેલી નોટ ક્યા બદલાવી. ઘણી વખત દુકાનદાર પણ ફાટેલી નોટ આપે છે, જે બીજા લોકો લેવા આનાકાની કરે છે. શું તમે પણ ફાટેલી ચલણી નોટથી પરેશાન છો? તો ચિંતા કરો નહીં ફાટેલી નોટ બદલાવી સરળ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મુજબ જો એટીએમ માંથી ફાટેલી નોટ નીકળે તો ગભરાશો નહીં, તેને સરળતાથી બદલી શકાય છે.

How To Exchange Torned Notes : ફાટેલી નોટ કેવી રીતે બદલવી?

આરબીઆઈના નિયમ મુજબ, એટીએમ માંથી ફાટેલી ચલણી નોટ નીકળે તો બેંક તે બદલવા આનાકાની કરી શકે નહીં. બેંકમાં ફાટેલી નોટ બદલવા માટે કોઇ લાંબી પ્રક્રિયા નથી, ગણતરીની મિનિટમાં નોટ બદલી શકાય છે. જો એટીએમ માંથી ફાટેલી ચલણી નોટ નીકળે તો, જે બેંક સાથે તમારું એટીએમ લિંક્ડ છે ત્યાં જાઓ. બેંકમાં તમારે એક અરજી લખીને આપવી પડશે, જેમા એટીએમ માંથી રોકડ ઉપાડવાની તારીખ, સમય અને જે એટીએમ માંથી પૈસા ઉપાડ્યા તેનું નામ લખવું પડશે.

તમે સરળતાથી તમારી નજીકની બેંક બ્રાન્ચ કે આરબીઆઈની ઓફિસમાં જઇ ચલણી નોટ બદલાવી શકો છો. બેંક ચલણી નોટ બદલવામાં આનાકાની કરી શકે નહીં અને તે માટે કોઇ ચાર્જ પણ લાગતો નથી.

1 વખતમાં કેટલી ચલણી નોટ બદલાવી શકાય?

જો કે ફાટેલી ચલણી નોટ બદલવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. આરબીઆઈના નિયમ મુજબ એખ વ્યક્તિ એક વખતમાં મહત્તમ 20 થી વધુ ચલણી નોટ એક્સચેન્જ કરાવી શકે છે. સાથે જ ચલણી નોટનું કુલ મૂલ્ય 5000 રૂપિયાથી વધુ ન હોવું જોઇએ.

RBI મુજબ ખરાબ ચલણી નોટ એટલે જે નિયમિત વપરાશના કારણ ખરાબ થઇ જાય છે, બે ટુકડા થઇ ગયા હોય કે પેન – પેન્સિલ વડે લખેલું હોય. આવી ખરાબ ચલણી નોટ સરકારી બેંક, ખાનગી બેંક, બેંક કરન્સી ચેસ્ટ બ્રાન્ચ કે આરબીઆઈ ઓફિસમાં બદલાવી શકાય છે. આવી પ્રક્રિયા માટે કોઇ ફોર્મ ભરવું પડતું નથી.

દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ નું ફાટેલી ચલણી નોટ વિશે કહેવું છે કે, બેંકમાં નોટની ક્વોલિટીની તપાસ અત્યાધુનિક નોટ સેટિંગ મશીન વડે થાય છે. તેની તપાસ બાદ ફાટેલી ચલણી નોટ મળવાની સંભાવના નહીવત્ હોય છે. તેમ છતાં જો ગ્રાહકને એટીએમ માંથી ફાટેલી નોટ મળે તો બેંકની કોઇ પણ બ્રાન્ચમાં જઇ નોટ એક્સચેન્જ કરાવી શકે છે.

Web Title: Rbi rules torn notes exchange form atm as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×