scorecardresearch
Premium

RBI Monetary Policy: હવે 2 દિવસ નહીં માત્ર 2 કલાકમાં ચેક ક્લિયર થશે, જાણો શું છે આરબીઆઈ ની ચેક ટ્રંક્શન સિસ્ટમ

RBI Cheque Truncation System: આરબીઆઈ દ્વારા ચેક ક્લિયરિંગના નિયમમાં સુધારો કર્યો છે. ચેક ટ્રંક્શન સિસ્ટમ લાગુ થતા 2 કે 3 દિવસના બદલે હવે માત્ર બે દિવસમાં ચેક ક્લિયર થઇ પૈસા બેંક ખાતામાં જમા થઇ જશે.

RBI | RBI Governor Shaktikanta Das | RBI Cheque Clearing Rules | cheque truncation system | cheque Clearing time
RBI Cheque Truncation System: આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ચેક ક્લિયરિંગનો સમય ઘટાડવા માટે ચેક ટ્રંક્શન સિસ્ટમ લાગુ કરવાની ઘોષણા કરી છે.

RBI Announces Cheque Truncation System: આરબીઆઈ દ્વારા ચેક ક્લિયરિંગ સંબંધિત નિયમમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ચેક ક્લિયર થવામાં 2 થી 3 દિવસ લાગતા હતા, જો કે નિયમમાં સુધારો થવાથી હવે બે કલાકમાં પણ ચેક ક્લિયર થઇ તમારા બેંક એકાઉન્ટમાં પૈસા થઇ જશે. તેમજ બેંક બ્રાન્ચમાં જમા કરાવેલા ચેક તે જ દિવસે ક્લિયર થઇ જશે.

હાલના નિયમ અનુસાર જમા કરાવેલા ચેક તે દિવસ દરમિયાનના અલગ અલગ ટાઇમ સ્લોટ માં ગ્રૂપ કે બ્રાન્ચોમાં એક સાથે પ્રોસેસ કરવામાં આવે છે. ચેક ક્લિયર થવામાં બે થી 3 દિવસ લાગે છે. પરિણામે બેંક કસ્ટમરને રાહ જોવી પડે છે અને સેટલમેન્ટમાં રિસ્ક પણ વધી જાય છે.

બેંક કસ્ટમરને કેવી રીતે લાભ થશે?

ચેક ક્લિયરિંગ ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ (CTS) ના માધ્યમથી બેચ પ્રોસેસિંગ મોડમાં કામગીરી કરે છે અને તેનું ક્લિયરિંગ સાઈકલ બે વર્કિંગ દિવસ સુધી હોય છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ચેક ક્લિયરિંગ પ્રક્રિયામાં સુધારો લાવવો અને સેટલમેન્ટમાં જોખમ ઘટાડવા માટે સીટીએસ ને બેચ પ્રોસેસિંગ માંથી ક્લિયરિંગમાં બદલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા ફેરફારથી બેંક કસ્ટમરને ફાયદો થશે કારણ કે ઓછા સમયમાં ઝડપથી ચેક ક્લિયરિંગ થઇ પૈસા બેંક ખાતામાં જમા થઇ જશે.

RBI Repo Rate FY25 | governor shashikant das
આરબીઆઈ રેપો રેટ FY25 – ગવર્નર શશિકાંત દાસે (ફોટો ફાઈલ – એક્સપ્રેસ)

ચેક ટ્રંકેશન સિસ્ટમ શું છે? (What Is Cheque Truncation System)

ચેક ટ્રંકેશન સિસ્મટ (Cheque Truncation System) ચેક ક્લિયરિંગ પ્રોસેસ છે જે આરબીઆઈ દ્વારા સંચાલિત થાય છે. તેમા ચેક ની ફિઝિકલ રીતે લેવડ દેવડ કરવાના બદલે તેની ઇલેક્ટ્રોનિક ઈમેજ તૈયાર કરી મહત્વપૂર્ણ ડેટા કેપ્ચર કર્યા બાદ મોકલવામાં આવે છે. આ સિસ્ટમ 2008માં ભારતની રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એનસીઆઈમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે પહેલીવાર રજૂ કરવામાં આવી હતી.

બેંક કસ્ટમરને ફાયદો થશે

નવી ચેક ક્લિયર સિસ્ટમ અનુસાર ચેક હવે સતત સ્કેન કરવામાં આવશે, રજૂ કરાશે અને કામકાજના કલાકો દરમિયા ક્લિયર થઇ જશે. આમ એક કે બે દિવસના બદલે ચેક હવે થોડાક જ કલાકમાં ક્લિયર થઇ જશે. આ સાથે જ ચેક ફિઝિકલ ટ્રાન્ઝિટની જરૂરિયાત સમાપ્ત થઇ જશે, જેનાથી ચેક ખોવાઇ જવાનો ડર રહેશે નહીં. પરિણામે ઝડપથી ચેક ક્લિયર થઇ પૈસા બેંક ખાતામાં જમા થઇ જશે.

આ પણ વાંચો | RBI એ ટેક્સ પેમેન્ટ માટે યુપીઆઈ લિમિટ 5 લાખ કરી, જાણો આઈપીઓ રોકાણ માટે કેટલી લિમિટ છે?

અત્રે નોંધનિય છે કે, યુપીઆઈ, એનઇએફટી અને આરટીજીએસ જેવા ડિજિટલ પેમેન્ટના યુગમાં ચેકનું મહત્વ ધીમે ધીમે ઓછું થઇ રહ્યું છે, તેમ છતાં નાણાકીય લેવડ દેવડ માટે ચેક હજી પણ એક વિશ્વસનિય વિકલ્પ તરીકે જોવામા આવે છે.

Web Title: Rbi rules cheque clearing within few hours cheque truncation system cts as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×