scorecardresearch
Premium

Home Loan Calculator: હોમ લોન EMI કેટલો ઘટશે? RBI એ રેપો રેટ ઘટાડતા 30 લાખની હોમ લોન પર થશે આટલી બચત

RBI Repo Rate Cut Impact on Home Loan Interest Rate In Gujarati: આરબીઆઈ એ રેપો રેટ 0.50 ટકા ઘટાડ્તા હોમ લોન સહિત વિવિધ બેંક લોનના વ્યાજદર અને ચાલુ લોનના માસિક ઇએમઆઈ ઘટવાની અપેક્ષા છે.

Home Loan EMI Calculator | Home Loan Calculator | Home Loan rate cur | rbi repo rate cut | bank loan
Home Loan EMI Calculator : હોમ લોન ઇએમઆઈ ગણતરી. (Photo: Freepik)

RBI Repo Rate Cut Impact on Home Loan EMI Calculator: આરબીઆઈ એ સતત ત્રીજી વખતે રેપો રેટ ઘટાડી હોમ લોનધારકોન મોટી રાહત આપી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 6 જૂન 2025 ના રોજ મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડી 5.50 ટકા કર્યો છે. આ નિર્ણય પછી, હોમ લોન લેનારાઓના માસિક હપ્તા EMI ઘટવાની અપેક્ષા છે. ચાલો સમજીએ કે RBI ના આ નિર્ણયથી તમારી હોમ લોન EMI કેટલી ઓછી થવાની અપેક્ષા રાખી શકાય છે. સમજવામાં સરળતા માટે, અમે 30 લાખ રૂપિયાની હોમ લોન પર સંભવિત બચતની પણ ગણતરી કરીશું.

Home Loan EMI Calculator : લોન ઇએમઆઈ અને વ્યાજદર બોજ કેટલો ઘટશે?

તમારી હોમ લોન EMI ખરેખર કેટલી ઘટશે તે તમારી બેંક દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કર્યા પછી જ નક્કી કરવામાં આવશે. પરંતુ RBIના નિર્ણય પછી, બેંકો તરફથી એટલા જ પ્રમાણમાં વ્યાજ દર ઘટાડવાની અપેક્ષા રાખી શકાય છે. સામાન્ય રીતે આરબીઆઈ દ્વારા રેપો રેટ ઘટાડ્યાના એક મહિના બાદ બેંકો તેમની લોનની વ્યાજદરની સમીક્ષા કરી સુધારો કરે છે.

  • જો તમે 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય, તો તમારે કુલ 240 માસિક EMI ચૂકવવા પડશે.
  • જો તમારી હોમ લોનનો વાર્ષિક વ્યાજ દર 8.75 ટકા છે, તો તમારી માસિક EMI લગભગ 26,511 રૂપિયા હશે.
  • 20 વર્ષમાં તમારે વ્યાજ પેટે કુલ 33,62,717 રૂપિયા વ્યાજ ચૂકવવા પડશે.
  • લોનની રકમ અને વ્યાજ સહિત, તમારે બેંકને કૂલ 63,62,717 રૂપિયા ચૂકવવા પડશે.

Home Loan Calculator : RBI રેટ કટ બાદ લોન ઇએમઆઈ ગણતરી

આરબીઆઈ દ્વારા રેપો રેટ 50 બેસિસ પોઈન્ટના ઘટાડ્યા બાદ જો તમારી બેંક વ્યાજદરમાં તેટલા જ પ્રમાણમાં ઘટાડો કરે છે, તો તમારી હોમ લોનનો વાર્ષિક વ્યાજ દર 8.75% થી ઘટી 8.25% થઈ જશે.

આવી સ્થિતિમાં, તમારો લોન ઇપીએમ ઘટીને લગભગ 25,562 રૂપિયા થઈ જશે. એટલે કે તમારે દર મહિને હોમ લોન ઇએમઆઈ પેટે 949 રૂપિયા ઓછા ચૂકવવા પડશે.

  • તમારી કુલ વ્યાજ ચુકવણી પણ 20 વર્ષમાં ઘટીને રૂ. 31,34,873 થઈ જશે.
  • લોનની રકમ અને વ્યાજ સહિત, તમારે બેંકને 31,34,873 રૂપિયા ચૂકવવા પડશે.
  • 20 વર્ષમાં તમારી કુલ બચત લગભગ 2,27,844 રૂપિયા જેટલી થશે.

લોન ઇએમંઆઈ કે મુદત શું ઘટાડવું જોઈએ?

જ્યારે વ્યાજ દરમાં ઘટાડો થાય છે, ત્યારે બેંકો તમને તમારા EMI ઘટાડવાનો અથવા તમારા લોનના સમયગાળાને ઘટાડવાનો વિકલ્પ આપે છે. જો તમે તમારા EMI ઘટાડવાને બદલે તમારા લોનના સમયગાળાને ઘટાડવાનું નક્કી કરો છો, તો તમે તમારા કુલ વ્યાજ ચુકવણી પર વધુ પૈસા બચાવી શકો છો અને તમારી લોન ઝડપથી પૂર્ણ કરી શકો છો.

  • ધારો કે વ્યાજ દર 8.75 ટકાથી ઘટીને 8.25 ટકા થયા પછી પણ તમે તમારો માસિક EMI રૂ. ૨૬,૫૧૧ પર જાળવી રાખો છો.
  • આવી સ્થિતિમાં, તમારી લોનના કુલ EMI 240 થી ઘટીને 230 થઈ જશે.
  • આનો અર્થ એ કે તમારે સમાન લોન ચૂકવવા માટે 10 EMI ઓછા ચૂકવવા પડશે.
  • આનો અર્થ એ કે તમારી લોન 10 મહિના વહેલા પૂર્ણ થઈ જશે.

RBI Repo Rate Cut Impact : રેપો રેટ બેંકોને કેવી રીતે અસર કરે છે?

RBI દ્વારા રેપો રેટ ઘટાડવાની જાહેરાતનો અર્થ એ નથી કે વાણિજ્યિક બેંકોના વ્યાજ દરો આપમેળે ઘટશે. પરંતુ ઓક્ટોબર 2019 થી, બધી ફ્લોટિંગ રેટ હોમ લોનને રેપો રેટ સહિત એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડવામાં આવી છે. તેથી, રેપો રેટમાં ઘટાડો હોમ લોનના વ્યાજ દરોને અસર કરે છે.

આ પણ વાંચો | RBI રેપો રેટ સતત ત્રીજી વખત ઘટ્યો, હોમ લોન સસ્તી થશે

રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર RBI વાણિજ્યિક બેંકોને ટૂંકા ગાળા માટે ભંડોળ આપે છે. એટલે કે, જ્યારે RBI રેપો રેટમાં ઘટાડો કરે છે, ત્યારે બેંકો માટે ઉધાર લેવાનું સસ્તું બને છે, જેનાથી તેમના ભંડોળનો ખર્ચ ઓછો થાય છે. તેથી, તેઓ તેમના ગ્રાહકોને ઓછા વ્યાજ દરે ધિરાણ આપી શકે છે.

Web Title: Rbi rate cut check how much you can save on home loan emi calculator as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×