RBI New Rules Bank Account : 1 જાન્યુઆરી 2025 થી આરબીઆઈ દ્વારા બેંક એકાઉન્ટ માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમથી દેશભરના કરોડો બેંક ખાતાધારકો પ્રભાવિત થયા છે. જો તમે બેંક સેવાનો ઉપયોગ ચાલુ રાખવા માંગો છો તો મોડું કર્યા વગર આમ જરૂરી કામકાજ ફટાફટ પતાવી લેજો. નહીંત્તર નવા વર્ષે જ બેંક એકાઉન્ટ ફ્રિજ થઇ જશે અને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
RBI New Rules : આરબીઆઈના નવા નિયમ
આરબીઆઈ એ બેન્કિંગ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત, પારદર્શક અને અસરકારક બનાવવા માટે નવા નિયમ લાગુ કર્યા છે. આ નવા નિયમનો ઉદ્દેશ્ય બેંક ફ્રોડનો રોકવાનો, ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવાનો અને બેન્કિંગ સિસ્ટને વધુ સુદ્રઢ બનાવવાનો છે. ખાસ કરીને ઇનએક્ટિવ બેંક એકાઉન્ટમાં સંભવિત જોખમ અને સાયબર ફ્રોડ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ પગલાં લીધા છે.
બેંક એકાઉન્ટ બંધ થશે
આરબીઆઈના નવા નિયમ હેઠળ 3 પ્રકારના બેંક એકાઉન્ટ બંધ કરવામાં આવશે.
ડોર્મન્ટ એકાઉન્ટ (નિષ્ક્રિય બેંક ખાતા)
ડોર્મેન્ટ એકાઉન્ટ એટલે એવા બેંક ખાતા જેમાં બે વર્ષ કે તેનાથી કરતા વધુ સમયથી કોઇ લેવડદેવડ થઇ નથી. આવા બેંક એકાઉન્ટ સાયબર અપરાધીઓની નજરમાં હોય છે. આવા નિષ્ક્રિય બેંક ખાતા બંધ કરી આરબીઆઈ ગ્રાહકોના પૈસા અને બેન્કિંગ સિસ્ટમની સુરક્ષા સુનિશ્ચિત કરવા ઇચ્છે છે.
નિષ્ક્રિય બેંક ખાતા
જે બેંક એકાઉન્ટ છેલ્લા 12 મહિના કે તેનાથી વધુ સમય થી નિષ્ક્રિય છે, તે પણ બંધ થઇ જશે. આ બેંક એકાઉન્ટની સુરક્ષા અને ફ્રોડથી બચાવવા માટે આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવાયો છે.જો તમારું બેંક એકાન્ટ અનએક્ટિવ કેટેગરીમાં છે, તો તે ફરી એક્ટિવ કરવાની પ્રક્રિયા કરવી પડશે.
ઝીરો બેલેન્સ એકાઉન્ટ
લાંબા સમય સુધી ઝીરો બેલેન્સ રાખનાર બેંક ખાતા પણ બંધ કરવામાં આવશે. બેંક એકાઉન્ટનો દુરૂપયોગ કરવા, નાણાકીય જોખમ ઘટાડવા અને ગ્રાહકોના બેંક સાથે સંબંધ જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બેંક ખાતું ફ્રિજ થાય તો આ કામ કરો
KYC અપડેટ કરો
જો તમારું બેંક ખાતું નિષ્ક્રિય છે, તો તરત જ કેવાયસી અપડેટ કરાવો. તેની માટે બેંક બ્રાન્ચમાં જઇને કે ઓનલાઈન કેવાયસી કરી શકાય છે.
મિનિમમ બેલેન્સ રકમ જાળવી રાખો
બેંક ખાતામાં મિનિમમ બેંક બેલેન્સ જાળવી રાખો.
બેંક ખાતામાં લેવડદેવડ કરો
બેંક ખાતું ચાલુ રાખવા માટે નિયમિત લેવડદેવડ કરવાનું રાખો.
ડિજિટલ બેન્કિંગ સેવા
ડિજિટલ બેન્ક સર્વિસનો ઉપયોગ સુવિધાજનક છે. વિવિધ બેંકોની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અને ડિજિટલ પેમેન્ટ એપ વડે ઘરે બેઠાં સરળતાથી બેન્ક ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.