RBI Repo rate Loan EMI : રિઝર્વ બેંકે જૂન મહિનાની મોનેટરિ પોલિસી મિટિંગમાં વ્યાજદર યથાવત રાખ્યા છે, આથી રેપો રેટ સાથે જોડાયેલા એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) પણ વધશે નહીં. રેપો રેટ સ્થિરર રહેતા લોનના વ્યાજદર વધશે નહીં પરિણામે લોન લેનાર પર માસિક EMIમાં પણ કોઇ નવો વધારાનો બોજ પડશે નહીં.
RBIએ રેપોરેટ 6.5 ટકા સ્થિર રાખ્યો
8 જૂન ગુરુવારે યોજાયેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં મુખ્ય પોલિસી ઇન્સ્ટ્રુમેન્ટ રેપો રેટને 6.50 ટકાના સ્તરે યથાવત રાખવાના નિર્ણયને પગલે ધિરાણ અને થાપણના દરો યથાવત રહેવાની સંભાવના છે. હોમ, ઓટો અને અન્ય લોન પ્રકારની લેનારાઓના માસિક હપ્તા (EMI) હાલ પૂરતા સ્થિર રહેશે.
RBI ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં છ સભ્યોની MPCએ “વિથ્રોલ ઓફ એકોમોડેશન” નું પોલિસી સ્ટેન્ડ જાળવી રાખ્યું છે અને ચાલુ નાણાંકીય વર્ષ 2024 માટે ફુગાવાના અંદાજને 5.2 ટકાથી ઘટીને 5.1 ટકા કર્યો. તો ચાલુ નાણાકીય વર્ષ 2024 માટે રિયલ જીડીપી ગ્રોથનો અંદાજ 6.5 ટકા પર યથાવત રાખ્યો છે.
RBIએ કેમ વ્યાજદર સ્થિર રાખ્યા?
RBI અન્ય બેંકોને તેમની ટૂંકા ગાળાની ભંડોળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જે વ્યાજે ધિરાણ આપે છે તે ‘રેપો રેટ’ સ્થિર રાખ્યા હોય તેવી ફુગાવાને રોકવા માટે મે 2022 પછીની બીજી ઘટના છે. ગત એપ્રિલની પોલિસીમાં MPC સભ્યોએ આશ્ચર્યજનક રીતે સર્વાનુમતે વ્યાજદરમાં વૃદ્ધિના ચક્રને રોકવાનો નિર્ણય લીધો હતો.
એપ્રિલ મહિનાની મોનેટરી પોલિસી મિટિંબ બાદથી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવો (CPI) વધુ ઘટ્યો છે. રિટેલ મોંઘવારી દર જે માર્ચમાં 5.7 ટકા હતો તે ઘટીને એપ્રિલમાં 4.7 ટકાના 18 મહિનાના નીચા સ્તરે ઉતરી ગયો છે. જે સતત બે મહિના સુધી રિઝર્વ બેંકના નિર્ધારિત મોંઘવારી દરના લક્ષ્યાંક 2-6 ટકાની રેન્જની અંદર રહેલો છે. જો કે RBI 4 ટકાના ફરજિયાત નિર્ધારિત લક્ષ્યાંકની સાથે તેમાં 2 ટકાની વધ-ઘટનો અવકાશ રાખે છે.
ભારતના GDP દરમાં વૃદ્ધિ
ઉપરાંત, ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) જાન્યુઆરી-માર્ચ 2023 ક્વાર્ટરમાં 6.1 ટકાના દરે વિકાસ પામ્યુ અને આ સાથે સમગ્ર નાણાંકીય વર્ષ 2022-23નો વિકાસદર 7.2 ટકા નોંધાયો છે. ફુગાવામાં ઘટાડો અને મજબૂત જીડીપી વૃદ્ધિ સાથે રિઝર્વ બેંક જૂનની પોલિસી મિટિંગમાં વ્યાજદર જાળવી રાખશે તેવી પ્રબળ શક્યતા છે, એવું નિષ્ંણાતોએ જણાવ્યું હતું.
આર્થિક પંડિતોએ જણાવ્યું હતું કે મે મહિનાના વલણો સૂચવે છે કે ફુગાવો વાર્ષિક ધોરણે 4 ટકાની નજીક નરમ રહી શકે છે, જે નોન-કોર સેગમેન્ટને પ્રભાવિત કરે છે, કારણ કે કોર અને નોન-કોર સેગમેન્ટમાં નરમાઈ આવે છે. પરિણામે એપ્રિલ-જૂન 2023નો સરેરાશ ફુગાવો આરબીઆઈના અનુમાનના 0.5 થી 0.6 ટકાથી ઓછો રહે તેવી અપેક્ષા છે. એક એનાલિસ્ટે જણાવ્યું હતું કે ઘટી રહેલો ફુગાવો અને મજબૂત ઇકોનોમિક રિકવરીથી મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજદરની વૃદ્ધિ મામલે વિરામ લેવાનું પસંદ કર્યું છે.
“છેલ્લા બે મહિનામાં, રિટેલ ફુગાવો રિઝર્વ બેંકની મહત્તમ મર્યાદાથી નીચે છે, જે રેપો રેટ અને નીતિગત નિર્ણયોને યથાવત રાખવા માટેનો અવકાશ આપે છે,” એવું કોફી કેન પીએમએસ, એમ્બિટ એસેટ મેનેજમેન્ટના ફંડ મેનેજર મનીષ જૈને જણાવ્યું હતું.
રેપો રેટને યથાવત રાખવાનો આરબીઆઈનો નિર્ણય યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ચાલુ મહિનાના અંતે યોજાનારી બેઠકમાં સંભવિત વિરામની અપેક્ષાને પણ પ્રતિબિંબિત કરે છે. જો કે, બે અગ્રણી સેન્ટ્રલ બેંકોએ તાજેતરમાં વિરામ બાદ વ્યાજદરોમાં વધારો કર્યો હતો.
બેન્ક ઓફ બરોડાએ એક નોટમાં જણાવ્યું હતું કે, “યુએસ (લેબર માર્કેટ, મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ) ના મિશ્ર સંકેતોએ જૂન 2023માં ફેડની ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવવાી સંભાવના (70 ટકા) વધારી દીધી છે.”
ધિરાણદર અને થાપણદરનું શું થશે?
RBIએ જૂનની પોલિસીમાં પોલિસી રેટ યથાવત રાખ્યા હોવાથી રેપો રેટ સાથે જોડાયેલા એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) પણ વધશે નહીં. તેનાથી લોન લેનારાઓને થોડી રાહત મળશે કારણ કે તેમના લોનના માસિક હપ્તા (EMIs) પણ કોણ વધારો થશે નહીં.
આ પણ વાંચોઃ 800 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે બેંકોએ ગુજરાત સરકારની માંગી મદદ, શું છે મામલો?
ઉપરાંત બેકો ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં પણ કોઇ વધારો નહીં કરે. 2000 રૂપિયાની નોટ રદ કરાયા બાદ બેંકોમાં મોટા પ્રમાણમાં રોકડ રકમ જમા થઇ થઇ છે, પરિણામે કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ (CASA) બેલેન્સમાં સુધારાને કારણે થાપણ દરો હાલના સ્તરે યથાવત રાખવાનો નિર્ણય બેંકિંગ સિસ્ટમમાં વધારાની પ્રવાહિતા દ્વારા સંચાલિત થશે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો