RBI On FASTags And NCMC Payments : ફાસ્ટેગ પેમેન્ટ વધુ સરળ અને સુવિધાજનક બનશે. રિઝર્વ બેંક દ્વારા ફાસ્ટેગ પેમેન્ટ (FASTags payments) અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC પેમેન્ટ) પેમેન્ટ વધુ સરળ બનાવવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ઓટો પેમેન્ટનો વિસ્તાર વધારવા માંગે છે. તેથી, સેન્ટ્રલ બેંકે તેમાં ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડને આવરી લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જે હેઠળ આ સર્વિસ મેળવવા માટે પૈસા ઓછા હોય ત્યારે ગ્રાહકના એકાઉન્ટમાંથી આ સર્વિસ માટે પેમેન્ટ (રિચાર્જ) કરી આપવામાં આવશે, બાકી રકમની મર્યાદા ગ્રાહક પોતે નક્કી કરશે.
મોનેટરી પોલિસી કમિટી (MPC)ની સમીક્ષા વિશે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ઇ-મેન્ડેટ હેઠળ એટલે કે ચુકવણી માટે ઇલેક્ટ્રોનિક મંજૂરી હેઠળ, હાલ દૈનિક, સાપ્તાહિક, માસિક જેવી ચોક્કસ સમયગાળાની સુવિધા માટે ચોક્કસ સમયે ગ્રાહકના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પેમેન્ટ થઇ જાય છે. હવે તેમા એવી સુવિધાઓ અને પ્લેટફોર્મ ઉમેરવામાં આવી રહ્યા છે જેના માટે ચૂકવણીનો કોઈ ચોક્કસ સમય નથી. જેમા પેમેન્ટ ત્યારે કરવામાં આવે છે જ્યારે જમા રકમ ઓછી થઇ જાય છે.

ઈ- મેન્ડેટ શું છે
ઇ-મેન્ડેટ એ ગ્રાહકો માટે આરબીઆઈ દ્વારા શરૂ કરાયેલ ડિજિટલ પેમેન્ટ સર્વિસ છે. તે 10 જાન્યુઆરી, 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર વર્તમાન ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક હેઠળ ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપાડવાના ઓછામાં ઓછા 24 કલાક પહેલા માહિતી આપવી જરૂરી છે. ઈ-મેન્ડેટ ફ્રેમવર્ક હેઠળ ફાસ્ટેગ, એનસીએમસી વગેરેમાં ઓટોમેટિક પેમેન્ટ માટે ગ્રાહકના ખાતામાંથી કરવામાં આવતી ચુકવણીઓ માટે આ જરૂરિયાતને મુક્તિ આપવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત, આરબીઆઈ એ યુપીઆઈ લાઇટને ‘ઈ-મેન્ડેટ’ ફ્રેમવર્કના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
UPI લાઇટ વૉલેટમાં મર્યાદા
આરબીઆઈ દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે UPI Lite સર્વિસ હાલમાં ગ્રાહકને તેના UPI Lite વૉલેટમાં 2000 રૂપિયા સુધી રાખવા અને વૉલેટમાંથી 500 રૂપિયા સુધીનું પેમેન્ટ કરવાની મંજૂરી આપે છે. દાસે જણાવ્યું હતું કે ગ્રાહકોને UPI લાઇટનો એકીકૃત ઉપયોગ કરવા સક્ષમ બનાવવા માટે, અને વિવિધ હિતધારકો તરફથી મળેલા પ્રતિસાદના આધારે કસ્ટમર દ્વારા યુપીઆઈ લાઇટમાં મની ટ્રાન્સફર કરવા માટે ઑટો-રિપ્લિનિશમેન્ટ સર્વિસ રજૂ કરીને યુપીઆઈ લાઇટને ઇ મેન્ડેટ માળખા હેઠળ આવરી લેવાનો પ્રસ્તાવ છે, જો બાકી રકમ તેમના દ્વારા નિર્ધારિત સમયમાં ઓછી થઇ જાય છે.

આ પણ વાંચો | બેંક બચત ખાતામાં એક વર્ષમાં કેટલી થાપણ જમા કરાવી શકાય? જાણો ઇન્કમ ટેક્સના નિયમ
કોઈ વધારાની ચકાસણી જરૂરી નથી
આરબીઆઈ ના જણાવ્યા મુજબ, ગ્રાહક પાસે રકમ રહેતી હોવાથી (રકમ તેના ખાતામાંથી તેના વોલેટમાં જાય છે), ખાતામાંથી પૈસા ઉપાડતા પહેલા વધારાની ચકાસણી અથવા માહિતી પ્રદાન કરવાની જરૂરિયાતને દૂર કરવાનો પ્રસ્તાવ છે. ઉપરોક્ત દરખાસ્ત અંગે સંબંધિત માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.